રસ્તો ભૂલેલા ભક્તો – સિમ્પલ ઠક્કર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

શ્રધ્ધા સાથેની ભક્તિ શુધ્ધ મનથી સમર્પણ માંગે,જયારે અંધશ્રધ્ધા નરસંહાર માંગે,શક્તિને પામવાં માટેના અનુષ્ઠાન કે ભક્તિના રસમાં તરબતર ઈશ્વરીય તત્વને પામવાની ઉત્કંઠા ; રસ્તો ભુલેલાં ભક્તો..
જીવનમાં ત્યોહારો ઉમંગ ,ઉત્સાહ અને ઉલ્લાસના પ્રતિક હોય છે.જે આપણા સામજિક જીવનને બીબાઢાળ જીવનશૈલી થી અને તેની નિરસતાથી બચાવે છે. આપણા સૌનાં જીવનમાં નવા નવા રંગો ભરે છે..દરેક ધર્મમાં એનાં ઈશ્વરીય તત્વની પુજા અર્ચના માટે અલગ અલગ વિધિ વિધાન હોય છે અને વિશ્વના ફલક પર વસતો માનવી કયારેય પોતાનાં જન્મ સાથે જોડાયેલાં ધર્મથી કયારેય અળગો નથી પડતો ભલે ને એ “ધર્મ પરિવર્તન” કરે તોય એક ધર્મ માંથી તે બીજા ધર્મ તરફ તો વળે છે અને જન્મે નહિ તો જાતે પસંદ કરેલાં ધર્મના વિધિવિધાન અને અનુષ્ઠાન એ જે તે વ્યક્તિ કરે જ છે ! અને એના પરિવાર પાસે એ ધર્મની માન્યતા મનાવે છે..આમ ભલે કોઇપણ ધર્મ હોય કે હોય કોઈ પણ સંપ્રદાય જે તે વ્યક્તિ પોતાનાં ત્યોહારો અલગ અલગ રીતભાત અને વિવિધતા સાથે ઉજવે છે અને વાર ત્યોહારે થતાં અનુષ્ઠાનમાં સહપરિવાર ભાગ લે છે.ભલેને ઘરમાં કોઈ જાતનો મનભેદ હોય મતભેદ હોય ત્યોહારો આવતાં જ બધાં જ પોત પોતાની મનની કળવાહટ અલગ કરીને કે માફ કરીને એકજુથ બની ને ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લે છે અને દરેકની ત્યોહારો ઉજવણી કરવાની રીતભાત અલગ હોય છે અને દરેક પોતાની શ્રધ્ધા ભક્તિ અને આસ્થા મુજબનું અનુષ્ઠાન કરે છે ને એમાં એમના ઘરના અને પરિવારના લોકો સહભાગી બને છે પણ એ ભક્તિમાં કેટલી શ્રધ્ધા છે કે .. એતો જે તે વ્યક્તિના ત્યોહારો ઉજવાની કે ધાર્મિક અનુષ્ઠાનની રીતભાત થી જ ખબર પડી જાય છે..કે ઘરમાં ભક્તિ નામે ઈશ્વરીય શક્તિની મહિમા બતાવાય છે કે પછી કોઈ બાબાઓ કે ભૂવાઓ દ્વારા ધર્મના નામે કોઈપણ કર્મકાંડ થઈ રહ્યા છે.જેમાં ભક્તિની ઉપાસના કરતાં એની જોડે જોડાયેલી શક્તિને પામવાની ઘેલછાને પોષવામાં આવે છે ..
આજકાલ જેટલા પણ માધ્યમો છે,એમાં આપણે અઘોરી બાબા કે કાલાજાદુ અને મોહીની કરાવો કે મન ગમતું કામ કરાવો જેવી જાહેરાતો જોતા હોઈએ છે જેઓ ૧૦૦% કામ પતાવાની ગેરંટી આપતાં આ જાદુઈ માનવીઓને શું કામ આટલી બધી જાહેરાતો આપવી પડે છે ! એજ નથી સમજાતું ! કારણ જો એમની અંદર આટલી અદ્ભુત શક્તિ હોય તો તેઓએ સામેથીજ સમાજકલ્યાણના આ કામ માટે જરૂરતમંદ લોકોને સીધા સંપર્ક વિના પણ કરવું જોઈએ..પાછા અમુક કહે કે: “માંગ્યા વિના તો મા પણ ના પીરસે” એટલે જેને જેને સમસ્યાઓ છે એમને સામેથી જ આવું જોઈએ એજ અમારી માતાજી કે બાબાજી કે …માને !!! જે સમાજસેવામાં ૧૦૦% રીર્ટન મળતું હોત તો પછી શા માટે લોકો મંદિર મસ્જિદ કે ગુરુદ્વારામાં માથું ટેકવવા જતા હશે ત્યાં કોણ એમને જાહેરાત કરીને બોલાવે છે અને એમનું ધાર્યું કામ કરી આપવાની બાંહેધરી આપે છે !! છતાંય આજે કોઈપણ મંદિર કે ઈશ્વરીય સ્થળે કે હમણાં ચાલતો ગણેશ ચતુર્થી ના ગણપતિ પંડાલમાં જાવ લોકો પોતાની શ્રધ્ધાના જોરે કલાકો ના કલાકો લાઈનમાં ઊભા રહીને એક બે સેકન્ડના દર્શન માટે કેટલું કષ્ટ સહન કરે છે.કયારેક ગમે તેટલી વ્યસ્થા હોય છતાંય મંદિરોમાં વધુ ભીડના કારણે કે અફવાઓને કારણે થતી મૃત્યુ કરતા અનેક ગણી વધુ મોત આવા ધર્મના નામે પાંખડ ફેલાવતાં લોકો દ્વારા થાય છે અને એની જાણ આપણેને એજ માધ્યમો પાસેથી જ મળે છે જેમાં એમની જાહેરાતો અડઘુ પેજ ભરીને હોય છે!!
સામુહિક હત્યાઓ કે આત્મહત્યાઓની ઘટનાઓ વાંચીએ છીએ તો એમાં કયાંય ને ક્યાંક માનવીના ‘જીવનની હાડમારીઓ’ માટે નો “શોર્ટકટ” શોધતો માનવીઓમાં એમની સમસ્યાઓ માટે એમનાં જીવનનું એવું અભિન્ન અંગ ધર્મનું મધ્યથીપણું હોય જ છે..કોઈપણ સમસ્યોમાં આપણે સૌથી પહેલા આપણા કુળના ઇષ્ટ દેવ કે દેવીની પુજા અર્ચના કરવાનુંજ કહેવામાં આવે અથવા તો જો કોઈ કાળાજાદુ કે અઘોરી શક્તિઓની વાત કરતો હોય તો એ અનુષ્ઠાનોમાં અમેની જેનામાં આસ્થા હશે એજ ભગવાન કે દેવીની સાધના કરવાનું કહેવામાં આવશે.. પણ એ શ્રધ્ધા ધર્મની સાથેનો નાતો નહિ પણ એ હોય છે ધર્મના ધુતારાઓ વાળો ધર્મ જે બસ ‘કર્મકાંડ’ અને ‘વિધિવિધાનમાં’ જ માને છે… ભલે ને સમાજ કે દુનિયા કે વિજ્ઞાન આને માન્યતા ‘ના’ આપે !!!
ધર્મ ચાહે કોઈપણ હોય એની સાથે સંકળાયેલા લોકોના સામાજિક જીવન માટે જે તે ધર્મ કે પંથ અને એના વિધાનો એ જીવનરૂપી માર્ગના પંથદર્શક બને છે જ. પણ એમાં જે તે વ્યક્તિની પોતાની ધર્મને સમજવાની અને જીવનમાં કેવી રીતે અને કયાં સંદર્ભે એના આર્શી વચનો ઉતારે છે,એ જોવાનું જે તે વ્યક્તિની પોતાની સુઝબુઝ પર આધાર રાખે છે.તમારે જીવન માંથી શું જોઈએ છે ? એના કરતાં જીવનને જીવવાની અને માણવાની જીજીવિષા હોવી જોઈએ..દરેક ધર્મ જે તે વ્યક્તિ કે સમુદાયની આગવી ઓળખાણ છે,જે માનવીના જીવનમાં હંમેશા જ્ઞાનરૂપી જ્યોત બનીને એમના સમુદાયનાં લોકો માટે માર્ગદર્શકની બને છે.. આપણી આસપાસ એવા ઘણા બધા લોકો હશે જેના જીવનમાં ધર્મ જ સર્વેસર્વા હોય છે,જયારે અમુક પોતાનો ધર્મ એ માનવતાંમાં જ માને છે અને પોતાનું સંપૂર્ણ જીવન સમાજ માટે સમર્પિત કરે છે અને જનસેવા એજ પ્રભુસેવા માને છે એનું ઉદા મધર ટેરેસા..
ધર્મ આપણને શાંતીપુર્વક જીવન જીવવાની કળા શીખવાડે છે.જે આપણને આવનારી બિનજરૂરી એવી ચિંતાઓ કે ઘટનાઓ કે પરિસ્થિતિમાં પડતાં બચાવે છે, અથવા કહી શકાય કે તેની સામે બાથ ભીડવા માટેનું સામે રક્ષા કવચ પણ બને છે..ગાંધીજીની આત્મકથા વાંચો તો ખબર પડે કે તેઓ જયારે જયારે મુંઝાતા ત્યારે ત્યારે “ભગવત ગીતા”નું અધ્યયન કરતાં અને એમાંથી એમને એમની મુશ્કેલીઓ નો ઉકેલ મળતો (ખાસ નોંધવા જેવી વાત કે બાપુ કયારેય ફક્ત પોતાનાં અંગત જીવના માટે જ નહિ,પણ ભૂમિ દેશી હોય કે વિદેશી એની લડતમાં લાગતા વળગતાં કોઈપણ પ્રશ્ન કે મન ના મુંઝારો હોય ત્યારે પણ ‘ભગવત ગીતા’નો સહારો લેતા)..આપણા ઇતિહાસના પાનાનો અભ્યાસ કરશો તો જાણશો કે આપણા ધર્મની સુધારણા માટે જગત ગુરુ શંકરાચાર્ચએ દેશની ચારેય દિશામાં મઠોની સ્થાપના કરી ને આપણા ધર્મમાં પ્રવત્તા દુષણો ને નાથ્વાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ સફળ પણ રહ્યા…પણ સંજોગો અને વિષમ પરિસ્થિતિના માનવી જ્યાં થી વિસામો મળે ત્યાં બેસી જઈને અકાળે પોતાની જ ઘોર ખોદે છે અને ધર્મના નામે પાંખડીઓની માયાજાળમાં ફસાઈને એ જે તે વ્યક્તિ જ નહિ પણ આખા પરિવારના વિનાશ નું કારણ બને ત્યારે એવાં ધર્મ કે અનુષ્ઠાનો થી ચેતવાનો સમય આવી ગયો છે એમ માનવું !!! હવેના સમયે ધર્મએ વેપારમાં પરિવર્તીત થઈ ગયો છે એન લોકોમાં ડર કે ખોફ કે અન્ય લાલચની એક અજાણી માયાજાળ ફેલાવીને ભ્રમિત કરાય છે અને અવનવા અનુષ્ઠાનો વળે ગમેતે રીતે હજારો ને લાખો રૂપિયા ખંખેરી કાઢવામાં આવે છે વાત રૂપિયા સુધી સીમિત હોય તો માણસ ફરી કમાઈ લે છે પણ અહિયાં સૌથી વધુ શિકાર જે તે ઘરની યુવા મહિલાઓ થાય છે જેમાં ઘરના લોકોની સામે જ ભૂવાઓ કે બાબાઓ ઘરની યુવાન સ્ત્રીને નિવસ્ત્ર થઈને પુજા કરવા માટે બેસાડીને એનું શારીરિક શોષણ કરવામાં આવે છે એ પણ એના પોતાના જ પરિવારની સાથે અને સામે !! એમાં ખાલી પૈસે ટકે જ નહિ માનસિક,આર્થિક અને સામાજિક રીતે એ આખા ને આખા પરિવાર ડૂબી જાય છે.કોઈપણ એવો પ્રશ્ન નથી જેનો ઉકેલ ના હોય બસ જરૂર છે થોડી ધીરજની અને કુનેહ પૂર્વક એનો ઉકેલ શોધવાની….
હું દ્રઢ પાને માનું છું કે આ વિષમ પરિસ્થિતિને મહિલાઓ ખુબ જ સરળતાથી ઉકેલી શકે છે પણ ..પણ જો મહિલાઓ એમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે તો ! કોઈપણ કઠીન લાગતું કામ કે પરિસ્થિતિ એમના પરિવારને આંચ આવા દે નહિ કારણ કે ઈશ્વરીય વરદાન કહો કે કોઈ જીનેટિક ક્ષમતા દરેક મહિલામાં કૈંક ઘટના કે અણબનાવ બને તે પહેલા ઇન્સ્ટીયુંશન(ભાસ થવો/સબ કોન્સીયસ્લી માઈન્ડ)દ્વારા જાણ થઈ જતી હોય છે એટલે કયારેક મહિલાઓ અમસ્તાં બોલેલી ઘટના સાચી બને ત્યારે કહે છે કે મને કંઈ લાગતું તો હતું કે આવું કંઈ થઈ શકે …આજ અર્ધજાગૃત મનની શક્તિ દરેક મહિલાઓમાં હોય છે અમુક ઓઢ્ખી શકે છે જયારે અમુક એને નજર અંદાઝ કરે છે અને આ નજર અંદાજ કરેલી બાબત આવતી કાલની દુઃખદ ઘટનામાં પરિવર્તિત થાય છે.મહિલાઓ ખાસ જેઓ હોમ મેકર્સ છે અને એમની આસપાસના પરિવાર સાથે વાટકી વ્યવહાર થતો હોય છે એવાં ઘરમાં પણ જો કોઈ ધાર્મિક કર્મકાંડ થાય તો અવશ્ય ભાગ લે છે અને એની સાક્ષી બને છે.કોઇપણ સંબંધી કે પડપડોશમાં વ્યવહાર સાચવોએ સન્નારીની નિશાની છે,પરંતુ જે તે ઘરમાં ઘર્મ માટે થતા અનુષ્ઠાન કેવી રીતે? કોની હાજરીમાં થાય છે ? એ પણ જોતા રહેવું જોઈએ અને કોઈ અણગમતો વ્યવહાર કે અણછાજતી બાબત નજરમાં આવે કે તરત જ કોઈ અન્ય વ્યક્તિનો સંપર્ક કરીને અથવા પોતના જ ઘરના લોકોને આ બાબતમાં જાણ કરીને જરૂર લાગે તો પોલીસ ની મદદ લેવાં જેવા પગલાં પણ લેવા જોઈએ.. છે.વાણી વ્યવહારમાં પણ જો કંઈ લાગે તો અવશ્ય એમની સાથે વાત કરીને વિશ્વાસમાં લેવા અને જરૂર પડે એમની મદદરૂપ બનવું એ આપણી એક સામાજિક જવાબદેહી છે.. નહી કે એમને ખરાબ લાગશે કે આપણે શું ? એમનો અંગત મામલો છે ? એવું માનીને “ના” બેસી રહેતા નૈતિકતાના ધોરણે આવા ભટકેલા ભક્તોની જમાતને સાચો રસ્તો બતાવવો એ સાચા,સજ્જન અને શ્રધ્ધાવાન ભક્તની નિશાની છે એટલેજ અંધકારરૂપી અંધશ્રધ્ધામાં રસ્તો ભૂલેલાં ભક્તોને સાચાં રસ્તે વાળવા માટે આપણે સૌ મળીને આવા પરિવારોને સાચો ધર્મ બતાવીને જીવનને જીવવાનો “સેકન્ડ ચાન્સ” આપવો જ જોઈએ…તો રહિએ સતર્ક ..
.સિમ્પલ ઠક્કર.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply