વિવેકાનંદ નગર માં સેક્ટર-4 ની એક નાની શેરીમાં ગણેશ જી ને છપ્પન ભોગ ધરાવામાં આવ્યા

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક સમાચાર

અમદાવાદમાં ગણેશ ઉત્સવની ધામ ધૂમ થી ઉજવણી થઈ રહી છે ત્યારે વિવેકાનંદ નગર માં સેક્ટર-4 ની એક નાની શેરીમાં ગણેશ જી ને છપ્પન ભોગ ધરાવામાં આવ્યા છે.
આ ગણેશ જી ને શેરીમાં રહેતા મહિલાઓએ પોતાના ઘરે થી અલગ અલગ પકવાન બનાવી ને છપ્પન ભોગ ધરાવ્યાં છે
વિવેકાનંદ નગર માં ગણેશ ઉત્સવ ઘણી જગ્યાએ થાય છે પણ આ શેરીમાં ગણેશ ઉત્સવ માં રોજ રાત્રી આરતી બાદ નાના નાના છોકરાઓને અલગ અલગ રમત રમાડવામાં આવે છે સાથે સાથે છોકરાઓને સ્કૂલમાં આવતી કવિતા વાર્તા વગેરે પણ માઇક માં બોલવામાં આવે છે
રોજ રાત્રી ની આરતી બાદ ગરબા અને ડાન્સ પણ કરવામાં આવે છે અને ભાગ લેનાર દરેક નાના છોકરાઓને ગિફ્ટ માં કંપાસ, લંચ બોક્ષ, જેવી રોજ રોજ અલગ અલગ ગિફ્ટ આપવામાં આવે છે
આ પ્રકારે ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવા થી આસ પાસ ના લોકો નો ખુબ સાથ સહકાર મળવાથી ઉત્સવ ની ઉજવણી ધામ ધૂમ થી થઈ રહી છે.
– જતીન સોલંકી

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply