આ મેસેજે સમગ્ર ગુજરાતને રડાવી દીધુ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

હું રાત્રે દસ વાગે એક કામ અર્થે ગયેલો અને પોણા અગિયારે કામ પતાવી પરત ફરતો હતો ત્ત્યારે રસ્તામાં અચાનક એક કોલ આવ્યો તો હું વાત કરવા રોકાયો,વાત પૂર્ણ થતા મારી નજર ત્યાં બંદોબસ્તમાં હાજર કેટલાક પોલીસ મિત્રો પર ગઈ, જે કંઈક વાતો કરી રહ્યા હતા, એમને ખ્યાલ ન આવે તે રીતે મેં એ વાત સાંભળવવા મારા કાન સરવા કર્યા, મને શું સભળાયું, સાંભળો….

યાર…મારા તો પગ દુખે, સવારના છ વાગે બોલાવી લીધા અને રાતના બાર વાગ્યા સુધી….
અરે એ તો વાંધો નહિ પણ ઘડિક બેસવા મળે તો પણ વાંધો નહિ, બીજા પોલીસવાળા ભાઈ બોલી ઉઠ્યા,
ત્યા બીજા પોલીસ ભાઈ બોલ્યા કે… મારી દિકરી અને મારા ઘરવાળી આઠ દિવસથી કહે છે કે…. ક્યારેક તો બહાર ફરવા લઈ જાવ, આખી શેરીવાળા બધાય જાય છે….પણ તમે કોઈ દિવસ લઈ નથી ગયા…( આ શબ્દ એટલા કરુણ સભર બોલાયા કે હું રડી પડ્યો…)
ત્યાં જ સાથેનું કોઈ બોલ્યુ કે… હું રાત્રે જાઉ ત્યા છોકરા સુઈ ગયા હોય…. અને સવારે સુતા હોય ત્યાં છ વાગે નિકળી જાવ…
ત્યાં વળી નિસાસા નાખતુ કોઈ બોલ્યુ કે ભાઈ…આપણુ ખાતુ ડિસીપ્લીનનુ છે…કંઈ બોલી ન શકાય… બધુ સહન કરવુ પડે…

ઉપરોક્ત વાત ચાલુ રહી અને હું નીકળી ગયો… મારે આજે એક દિવસ જ મોડુ થયુ હતુ છત્તા હું દુખી હતો એ મારુ દુખ નીકળી ગયુ…. આખી રાત ઉંઘ ન આવી…મારા કાને સતત પોલીસવાળા મિત્રોનો અવાજ સંભળાતો હોય એવો ભાસ થતો…

તો મિત્રો મૂળ વાત, ૨૪ કલાક આપણુ રક્ષણ કરતી પોલીસને આપણે શું આપીએ
ગાળો
ટીકા
ખોટા વીડીઓ ઉતારીયે
ખોટા નારા બોલાવી અપમાનિત કરીએ
ખોટા આક્ષેપો કરીએ
ખોટી ધમકીઓ આપીએ

મિત્રો…પોલીસ પણ માણસ છે…એને જીવ છે, એને ઘર છે..એને પરીવાર છે, આ તો શાંતિ..સેવા…સુરક્ષા માટે ઠંડી, તાપ અને વરસાદમાં ખડે પગે ઉભી રહે જે…કંઈ ન કરીએ તો ચાલશે પણ માત્ર એને માન આપીએ તો પણ બહુ થયુ…આપણા ગામમાથી કે સમાજમાથી પણ કોઈ પોલીસમાં હશે જ…

તો ચાલો મિત્રો એક સંકલ્પ કરીએ…પોલીસ આપણી દુશ્મન નહિ પણ મિત્ર છે… માટે એને માન આપીએ…

જય હિન્દ

TejGujarati
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares
 • 7
  Shares

Leave a Reply