સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં 200 વિદ્યાર્થીઓએ કેમ્પસ ક્લીનીંગ કેમ્પેન કર્યું હતું,

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન સમાચાર

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં 200 વિદ્યાર્થીઓએ કેમ્પસ ક્લીનીંગ કેમ્પેન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પ્રધ્યાપકો સાથે મળીને સમગ્ર કોલેજને સ્વચ્છ કરી, અને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારીનું પ્રસ્થાપન કર્યું. તેમનો વિષય ભારતીય બંધારણ હોવાથી તેમાં આવતી નાગરિકની મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યૂટી નું બીજારોપણ વિદ્યાર્થીઓમાં થાય, અને સાથે સાથે પર્યાવરણ પ્રત્યે તેઓ જાગૃત થાય તેવી અપેક્ષા થી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અંગ્રેજી માધ્યમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનારા આ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં વિશ્વને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે જોશભેર આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.અમદાવાદનાં મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સોશ્યિલ સર્વિસ સોસાયટી નાં ડિરેક્ટર, ફાધર રાજીવ ચક્રનારાયન ,સેન્ટ ઝેવિયર્ની એન એસ એસ ટિમનાં સહયોગથી આ પ્રવૃત્તિ શ્રદ્ધા એમ મોદીએ પુર્ણ કરી. જેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મુલાકાતી અધ્યાપિકા છે. તેઓ આ વિદ્યાર્થીઓને “ભારતીય બંધારણ” નો વિષય ભણાવે છે. આ ઉપરાંત અન્ય પ્રાધ્યાપકો જેમ કે ઈશ્વરભાઇ મહેરા, દેવાંગ ભાઇ પંડ્યા, અનિલ સર એ પણ વિદ્યાર્થીઓ નો ઉત્સાહ ટકાવી રાખ્યો.

આપના ન્યૂઝ અને એચિવમેન્ટ્સ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply