અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે અત્યાધુનિક સુવિધા સાથે “જીમ લોન્જ પ્લેટિનમ” નું ગ્રાન્ડ ઓપનિંગ કરાયું  

સમાચાર
અમદાવાદીઓ દિવસેને દિવસે હેલ્થ કોન્સિયસ બનીને જીમ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના પ્રેસીયસ વિસ્તાર એવા અમદાવાદ વસ્ત્રાલમાં ” જીમ લોન્જ પ્લેટિનમ” ની બ્રાન્ચનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ઉદઘાટનના દિવસથી જ જીમ પ્રેમીઓ માટે વિશેષ ઓફર લઈને  “જીમ લોન્જ પ્લેટિનમ” આવી ગઈ છે. ઘણા સમયથી આ જીમની રાહ જોવાતી હતી ત્યારે ઉદઘાટન પ્રસંગે જ મોટો પ્રતિસાદ લોકોનો જોવા મળ્યો હતો.
“જીમ લોન્જ પ્લેટિનમનું ભવ્ય ઉદઘાટન સમારોહ નિમિત્તે ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડિયન ટેલિવિઝન એક્ટ્રેસ રશ્મી દેસાઈ અને અનુપસિંહ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે “જીમ લોન્જ પ્લેટિનમ”ના ઓનર શ્રી વિજય સેંગર અને શ્રી મૌલિક ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં ઉદઘાટન થયું હતું. ત્યાર બાદ રશ્મી દેસાઈ અને અનુપસિંહ ઠાકુર એ પણ અહીં આવીને લોકોને ફિટ રહેવાની સલાહ આપી હતી અને જીમના અત્યાધુનિક સાધનો પર હાથ અજમાવી કસરત પણ કરી હતી.
આજકાલ અનહેલ્ધી લાઈફ સામે જીમ એ પ્રથમ ઓપ્શન લોકોનો બની ગયો છે ત્યારે  “જીમ લોન્જ પ્લેટિનમ”માં લોકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સંપૂર્ણ પ્રોફેશનલ સાધનો અને સર્ટિફાઇડ ટ્રેનર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે એટલું જ નહીં બોડી વેઇટ ટ્રેનિંગ, પર્સનલ ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા અહીં આવતા જીમ પ્રેમીઓને દરેક પ્રકારની કસરતને લગતી સુવિધા બાથ, સ્ટીમ બાથ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત કુશળ ટ્રેનરો પણ જીમમાં રહી લોકોને કસરતની ટેકનિક શીખવશે. જરૂરી એવો ડાયટ પ્લાન પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે.
ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલા ફેમસ એક્ટ્રેસ રશ્મી દેસાઈ અને અનુપસિંહ ઠાકુરએ જીમ લોન્જના ઉદઘાટન નિમિત્તે નાગરીકોને કેટલીક જરુરી ટીપ્સ આપતા કહ્યું હતું કે, તેઓ પણ રેગ્યુલર જીમ કરીને ફિટ રહે છે. દરરોજ જીમ કરવું જોઈએ તથા શરીરને તંદુરસ્ત રાખવા માટે સમય કાઢીને અત્યાધુનિક સાધનોથી સજ્જ “જીમ લોન્જ પ્લેટિનમ”માં જવા માટેની સલાહ પણ આપી હતી. વસ્ત્રાલ બ્રાન્ચની આ અત્યાધુનિ જીમની સુવિધા અને સાધનો જોઈને તેઓ પણ અભુભૂત થયા હતા.

“જીમ લોન્જ” ગ્રુપ સતત નવા આઉટલેટ સાથે આગળ વધી રહ્યું છે. તેમાં પણ અમદાવાદીઓની પ્રથમ પસંદ જીમ લોન્જ બની રહ્યું છે. લોકોને ફિટનેસ અને સ્વસ્થ જીવનની પ્રેરણા આપવા માટે નવા નવા આઉટલેટ્સ ઓપન થઈ રહ્યા છે વસ્ત્રાલ વિસ્તારમાં પણ જીમ પ્રેમીઓ ઘણા સમયથી આ જીમની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ખુશીના સમાચાર એ છે કે આ જીમ હવે તેમના માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.

TejGujarati