પૂર્ણત: સદગુરુ ચરણમાં સમર્પિત અથવા વ્યવસ્થાના રૂપમાં આવેલા બુદ્ધપુરુષ બોલવા માંડે ત્યારે દેહાંતર થઈ જાય છે.

ધાર્મિક

 

ગ્રંથ કૃપાથી થોડું-થોડું થાય છે ગુરુકૃપાથી બધું જ થાય છે.
આપણે શરણાગતિ લઈને કર્મ તથા કર્મફળ બંને આપી દઈએ તો કંઈ ભોગવવું પડતું નથી.
સદગુરુની સાધના ભૂમિથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે ભગવાનની કથા વિશે ગોસ્વામીજી એક સૂત્રપાત કરે છે:
જિનકે શ્રવણ સમુદ્ર સમાના;
કથા તુમ્હારી સુભગ સરિ નાના.
આપ જાણો છો બીજા સોપાન અયોધ્યાકાંડમાં મહર્ષિ વાલ્મિકીજીને ભગવાન પૂછે છે અમારે રહેવાના સ્થળ? ત્યારે પ્રથમ સ્થળ બતાવે છે કે જેના કાન સમુદ્રની જેમ હોય ત્યાં આપ નિવાસ કરો. નદીઓની જેમ નિરંતર પ્રવાહ આવવા છતાં કાન તૃપ્ત નહીં થાય.અહીં નાના પ્રકાર-અનેક પ્રકારની નદીઓ કહી છે.કથાને ગંગા પણ કહી છે.અનેક નદીઓ સાથે કથાને જોડેલી છે.આ કથાગાયનની પદ્ધતિ છે.ક્યારેક મંત્રાત્મક,ક્યારેક સૂત્રાત્મક,ક્યારેક કોઈ પ્રસંગ,ક્યારેક કોઈ વિચારના સ્તર ઉપર કથા ચાલે છે.કથા ક્યારેક ક્રમ આધારિત,ક્યારેક અશ્રુપાત કરાવે છે,ક્યારેક એક પંક્તિ કે કોઈ સૂત્ર કે શબ્દ લઈને પણ કથાનું ગાન થાય છે.આ રીતે કથાનું ગાયન થવાથી દેહ બદલી જાય છે,દેહાંતર થઈ જાય છે.ચર્મચક્ષુ માત્ર દેહ જુએ છે.પૂર્ણત: સદગુરુ ચરણમાં સમર્પિત અથવા વ્યવસ્થાના રૂપમાં આવેલા બુદ્ધપુરુષ બોલવા માંડે ત્યારે દેહાંતર થઈ જાય છે.મેં દાદામાં આ જોયેલું છે,એ દાદા નહોતા રહેતા! ઘણા જ રૂપ જોયા છે.ક્યારેક પ્રસંગ,ક્યારેક કોઈ એક પાત્ર,ક્યારેક ક્રમશઃ કથા કરતા ત્યારે ભાવાંતર નહીં દેહાંતર થઈ જતું હતું,જાણે કે પરકાયા પ્રવેશ થતો હોય એવું લાગતું.બાપુએ કહ્યું કે ગાઝિયાબાદમાં પવહરિ બાબાના દર્શન વિવેકાનંદજીએ કર્યા ત્યારે એને થયું કે આ બાબા પાસે હું દીક્ષા લઉં! ક્યારેક આપણી માનસિકતા ડામાડોળ હોય છે આપણે દૂર થઈ જઇએ છીએ પણ બુદ્ધ પુરુષ દૂર થતા નથી. નક્ષત્રોમાંથી ખરેલું એક નક્ષત્ર-વિવેકાનંદ-રામકૃષ્ણ ઠાકૂરે પકડેલું.ક્યારેક બુદ્ધ પુરુષ સામેથી પકડી લે છે પરંતુ આપણું મન ડામાડોળ હોય છે.એક સુફી મહાપુરુષે લૈલા-મજનુની કથા કહી છે.બે પ્રેમી વચ્ચે ક્યારે શું થાય છે લૈલાની માનસિકતા,લૈલા કુરુપ અને મજનું ખૂબ જ સુંદર હતો.માંડુક્ય ઉપનિષદમાં લખ્યું છે કે સદગુરુનું સુખ મળી જાય તો સમાધિનું સુખ પણ છોડી દેવાય.વિવેકાનંદ ભણેલા ગણેલા અને ઠાકૂર નીપટ અનપઢ હતા.ક્યાંય ચેન નહોતું પડતું તે કોની સાથે બેસુ! ત્રણ દિવસ સુધી ઠાકૂર સપનામાં આવ્યા અને ઠાકૂરે કહ્યું કે તારું મન જ્યાં લાગે ત્યાં જ રહેજે.તું મુજે-તું મને છોડી શકીશ હું તને નહીં છોડી શકું.બીજા દિવસે દેહાંતર થયું,ઉઘાડ થયો,શાન ઠેકાણે આવી.અમારા ભગત બાપુએ કહ્યું છે કે બીજે ક્યાં જઈએ બાપ! તને છોડીને!! સતીએ કથામાં ગરબડ કરી,પરીક્ષા લીધા,પછી આવીને કમલાશનમાં બેસી ગઈ,અસંગ.એ વખતે શિવ રસમય કથા સંભળાવે છે.શુકદેવજી બાળક જેવા હતા પણ જ્યારે વ્યાસપીઠ ઉપર આવીને બેસે તો દેહાંતર થઈ ગયો.જેની તરફ એક-એક કદમ જતા જઈએ અને શાંતિ આસપાસ ઘુમરાવવા માંડે,જેને દેખતા જ આંખમાં પાણી આવવા માંડે,જેની પાસે બેસીએ તો પરમની યાદ આવવા લાગે-એ જ સદગુરુ છે. બે વસ્તુ થાય છે:પરમની યાદ આવે છે અથવા તો પાસે બેસવાથી પરમ પણ ભુલાઈ જાય છે! આવા અવસરે પ્રારબ્ધ પણ બદલવા માંડે છે. સુફી જેને નિગાહે-કરમ કહે છે. ક્યારેક કથા સાત્વિક ધારામાં,ક્યારેક તાત્વિક ધારામાં વહે છે.બાપુએ કહ્યું કે પહેલી વખત ગંગાતટ ઉપર ગયો કથા લઈને કચ્છી આશ્રમમાં એક વેદાંતી મહિલા આવતી.સાંભળવા ઓછી અને પરીક્ષક બનીને આવતી.એણે કહ્યું કે તાત્વિક કથા કરો,વાર્તા તો બહુ સાંભળી. ફરી બીજી વખત ગયો એ વખતે વિચાર્યું કે તાત્વિક કથા કરવી છે,મારે કથાની પણ ઈજ્જત કરવી છે.આ પરમ વેદાંત છે.ઉત્તરકાંડ આવતા-આવતા વેદાંતના શિખરથી પણ ઉપર બુદ્ધપુરુષ ઉઠી જાય એવી પરમ કથા છે.ગ્રંથ કૃપાથી થોડું-થોડું થાય છે ગુરુકૃપાથી બધું જ થાય છે. એ વખતે ફરી એ માતાજી બોલી મારી ઝુંપડી ઉપર આવજો,ત્યાં ગયો ત્યારે એણે કહ્યું કે પહેલા જે રીતે કથા કરતા હતા એમ જ કરજો! રસમય કથા,સારમય કથા કથા,કથાના અનેક રૂપ છે. દાદામાં સ્વભાવ,સ્વરૂપ,સ્વધર્મ બધું જ જોયું છે, જોઈ જોઈને જ હું બોલી રહ્યો છું! સ્વભાવ તો હજી પણ રડાવે છે.સ્વરૂપ તો સરળ સાધુપુરુષનું છે. કથા ક્રમમાં ત્રેતા યુગમાં શંભુ સતીને કુંભજ ઋષિ પાસે લઈ જાય છે.શ્રોતા તરીકે સતી બેસે છે પણ સાંભળે છે મહેશ.સાંભળીને નીકળે છે. દંડકારણમાં એ વખતે લીલા ચાલે છે ત્યાંથી પસાર થાય છે. સદગુરુનો સ્વભાવ શું છે?પ્રસંગ સતિને રસાળ કથા સંભળાવે છે એ બુદ્ધપુરુષ છે બુદ્ધપુરુષનો મૂળ સ્વભાવ જ આ છે.સાથે-સાથે એ કથા સાંભળવા પણ લઈ જાય છે એ બીજો સ્વભાવ છે.જેની કથા સંભળાવે છે એના દર્શન પણ કરાવે છે કે જો જેની કથા સાંભળી આ એ જ છે.એ દેખાડે છે બ્રહ્મ પણ આપણે આરોપીત કરીએ છીએ ભ્રમ! આપણો સ્વભાવ છે. સદગુરુની સાથે યાત્રા કરવી એ પણ સ્વર્ગારોહણ જેવું છે.ચોથો સ્વભાવ છે જે બ્રહ્મ પર શંકા કરી એને સદગુરુ કહે છે કે તમે ખુદ પરીક્ષા કરી લો.હું તો ટૂંકો પડ્યો,સમજાવવામાં.બધું જ કહ્યા પછી કંઈ જ કહ્યું નથી એવું લાગે,તો ક્યારેક લાગે કે કંઈ કહ્યું નથી પણ બધું જ કહી દીધું છે.જે રામ રચી રાખે છે એ જ થાય છે તો કર્મ સિદ્ધાંતનું શું?
હોઈહિ વોહિ જો રામ રચિ રાખા;
કો કરી તરક બઢાવન શાખા.
પ્રારબ્ધ,રામરચના અને આપણા કર્મ આ ત્રણમાંથી મુખ્ય કોને સમજવું?રામ જેવું ઈચ્છે એવું થશે,જેવું કરશું એવું ફળ દેશે.ભગત અને અભગત બંને કર્મ કરે છે પણ ભગત કર્મ અને કર્મનું ફળ બંને ઠાકોરજીને અર્પણ કરે છે.આપણે શરણાગતિ લઈ અને કર્મ તથા કર્મફળ બંને આપી દઈએ તો કંઈ ભોગવવું પડતું નથી.હરિની ઈચ્છા પર છોડી દઈએ તો હરિઈચ્છાથી ભાવિ પ્રબળ બની જાય છે.સતિએ પરીક્ષા કરી છુપાવ્યું છતાં પણ સદગુરુ ચુપ રહે છે.ભુશુંડિજી પોતાના ગુરુ વિશે કહે છે:
એક શૂલ મોહિ બીસર ન કાહુ;
ગુરુ કર કોમલ શીલ સુભાવુ.
સતી યજ્ઞમાં ભસ્મ થયા.શિવ પ્રેમવિવશ ફરતા રહે છે અને એક જગ્યાએ બેસે છે. સદગુરુના સ્વભાવને માટે મહાદેવને પસંદ કરાયા છે.સ્વધર્મ કેવો હોય છે? રામ સદગુરુ પણ છે.રામો વિગ્રહવાન ધર્મ: પણ છે રામને લઈને સ્વધર્મ વિશે કહી શકીએ.સદગુરુના સ્વરૂપમાં ભરત દેખાય છે અને સદગુરુના સ્વધામમાં મને હનુમાનજી દેખાય છે.
——————————————
દ્રષ્ટાંત કથા:
એક જંગલમાં બ્રાહ્મણ,સુથાર,દરજી અને સોની ચારે ગયા.એક સરસ મજાની ઝાડની ડાળી જોઈ સુથારે એને કાપી અને ખૂબ જ સુંદર યુવતિની મૂર્તિ બનાવી. દરજીએ પોતાની પાસે રહેલા સુંદર કપડાઓ પહેરાવ્યા અને સોનીએ ખૂબ સારા ઘરેણા કરીને એ મૂર્તિને પહેરાવી.બ્રાહ્મણે મંત્ર બોલી અંજલી આપી અને મૂર્તિ સજીવન થઈ.નૃત્ય કરવા લાગી.બધા જ ખુશ થયા પણ એ પછી દ્વેષ ચાલુ થયો. બ્રાહ્મણ કહે મારો અધિકાર,દરજી કહે મેં એને લજ્જા પ્રદાન કરી મારો અધિકાર.સોની કહે અલંકાર મેં આપ્યા મારો અધિકાર.બ્રાહ્મણ કહે મેં એમાં જાન ભરી.એ વખતે ગામના મુખિયા પાસે ગયા.ત્યાંથી સદગુરુ નીકળ્યા બધાએ સદગુરુને પૂછ્યું.સદગુરુ એ કહ્યું કે તમારા બધાના દાવા બરાબર છે પણ મૂર્તિને જ પૂછો કે તું કોની છો?અને મૂર્તિ એ કહ્યું કે હું તો આ ઝાડની છું. એનો મતલબ કે આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જ જવાનું છે.
TejGujarati