2023: આગામી ઉનાળુ રજાઓ આવતા પૂર્વે ફ્લિપકાર્ટ કંપની ક્લિયરટ્રિપએ પોતાની એપ પર બસ સર્વિસની ઘોષણા કરી છે જેથી સારામાં સારી ટ્રાવેલ કનેક્ટિવીટીની ખાતરી કરી શકાય. હાલમાં, તે 10લાખ બસ કનેક્શન્સની ઇન્વેન્ટરી ધરાવે છે અને ભારતમાં સૌથી મોટું બસ નેટવર્ક સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. કંપનીએ અસંખ્ય રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ નિગમો અને રાષ્ટ્રભરના ખાનગી બસ ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે. તે અમદાવાદમાં 300, બરોડામાં 200, અને સુરતમાં 250 જેટલા બસ ઓપરેટર્સને ઓનબોર્ડ ધરાવે છે
નવી બસ બુકીંગ બિઝનેસ અતુલનીય સાનુકૂળતા અને પારદર્શકતા મારફતે ગ્રાહકોની અગત્યની જરૂરિયાત પર ધ્યાન આપશે. તેના અગત્યના ફીચર્સમાં 24*7 વોઇસ હેલ્પલાઇન, કોઇ છૂપા ખર્ચ નહી, ઝડપી રિફંડ અને સરળ કેન્સલેશનનો સમાવેશ થાય છે. લોન્ચ ઓફરના ભાગરૂપે વપરાશકર્તા ‘ઝીરો કન્વીનિયન્સ ફી’ અને 31 માર્ચ 2023 સુધી દરેક બસ બુકીંગ પર 10% છૂટનો લાભ લઇ શકે છે.
તેમાં બોનસ તરીકે કંપનીએ સૌથી મોટું સમર (ઉનાળુ) સેલ – #NationOnVacationને પણ ખુલ્લુ મુક્યુ છે. હોટેલ્સ, ફ્લાઇટ્સ અ બસ પર ઉદ્યોગમાં સૌપ્રથમ ઓફરિંગ્સ સાથે ક્લિયરટ્રિપની પ્રથમ આવૃત્તિ ટોચની IP તરીકે ઉભરી આવી છે, જે એક વાર્ષિક બાબત બની રહેશે અને અગાઉ ક્યારેય ન અનુભવી હોય તેવી મુસાફરીને પોસાય તેવી બનાવશે.
આ રોમાંચક પ્રગતિ પર બોલતા ક્લિયરટ્રિપના ચિફ બિઝનેસ ઓફિસર પ્રહલાદ ક્રિશ્નામૂર્તિએ જણાવ્યુ હતુ કે, “ક્લિયરટ્રિપક ખાતે અમે જે પ્રત્યેક નિર્ણય લઇએ છીએ તે અમારા યૂઝર્સને પસંદગી, સ્પષ્ટતા અને નિયંત્રણથી સશક્ત બનાવવાનો હોય છે અને બસનો પ્રારંભ તેનાથી અલગ બાબત નથી. આ નવો પ્રયત્ન વધુ વિશ્વસનીય અને સંકલિત ટ્રાવેલ (મુસાફરી) ભાગીદાર તરીકેની વધુ સ્થિતિને મજબૂત બનાવવવામાં, ગ્રાહકો સાથેની સામેલગીરીને વધુ ઊંડી બનાવશે અને મુસાફીને સરળ બનાવવામાં મદદ કરશે.”
ઉનાળાની રજાઓ વય જૂથો અને ભૌગોલિક વિસ્તારોમાં વિશેષ સ્થાન ધરાવે છે. #NationOnVacationની શરૂઆત સાથે, અમે ઉનાળા અને પ્રવાસ પ્રત્યેના ભારતના પ્રેમની ઉજવણી કરવા માંગીએ છીએ. આ સોદાઓ સાથે, પ્રવાસીઓ છેલ્લી ઘડીએ મુશ્કેલી વિના આયોજન કરી શકે છે, શ્રેષ્ઠ કિંમતોનો લાભ લઈ શકે છે અને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ માણી શકે છે.”
22 માર્ચ 2023થી શરૂ થતા #NationOnVacation એ 9-દિવસની મુસાફરીની અસાધારણ ઓફર છે જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રૂ 999 અને રૂ. 4999થી શરૂ થાય છે અને ખાસ કરીને લોકપ્રિય પ્રવાસન સ્થળો માટે રચાયેલી ઑફર્સ છે.
વપરાશકર્તાઓ માટે વિકલ્પોના સૌથી મોટા સંગ્રહને સુનિશ્ચિત કરવા માટે ક્લિયરટ્રિપએ 40+ એરલાઇન ભાગીદારો અને 80000+ સ્થાનિક અને 4લાખ+ આંતરરાષ્ટ્રીય હોટલોને ઓનબોર્ડ કરી છે. ઉચ્ચ-મૂલ્યની કેટલીક ઑફર્સમાં નીચેનાનો સમાવશ થાય છે:
- CT ફ્લેક્સ માત્ર રૂ.99માં અને CT ફ્લેક્સમેક્સ રૂ.499માં
- ગોવા, કોચી અને પૂણે માટે માત્ર રૂ. 999માં સ્થાનિક ફ્લાઇટ્સ
- બેંગકોક માટે રૂ.4999માં, માલદીવ્સ રૂ.6499માં, લંડન રૂ.27999માં અને પેરિસની રૂ.24999માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ
- રૂ. 199 થી શરૂ થતી હોટેલ્સ
- સ્થાનિક હોટેલ બુકિંગ પર 50% છૂટ (ફ્લેશ સેલ: તત્કાલ – દરરોજ બપોર)
- 5-સ્ટાર હોટેલ્સ માત્ર રૂ.2499થી શરૂ અને રૂ. 1499માં 4-સ્ટાર
- તમામ બસ બુકિંગ પર 15% છૂટ
ક્લિયરટ્રિપ વર્ષ દરમિયાન ઉદ્યોગ-પ્રથમ અને ગ્રાહક-કેન્દ્રિત દરખાસ્તો અંગે વિચારવાનું ચાલુ રાખશે જેથી મોટી વસ્તી વિષયક માટે મુસાફરી સુલભ બનાવી શકાય.