નર્મદા પરિક્રમા માટે સુવિધાઓ વધારવા કલેકટરને આવેદનપત્ર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

૨૨ માર્ચથી નર્મદા તટે
પંચચકોશી નર્મદા પરિક્રમા માટે સુવિધાઓ વધારવા કલેકટરને આવેદનપત્ર

અખિલ ભારતીય માં નર્મદા પરિક્રમા સેવા સંઘના ગુજરાત પ્રદેશના સંયોજક દ્વારા આવેદનપત્ર

લાઇફ જેકેટ સાથે નાવડીઓ વધારવાની સાથે
નાવડીમાં ચઢવાની વ્યવસ્થા કરવાની માંગ

પરિક્રમા માર્ગ ઉપર ડસ્ટબીન, લાઈટની સુવિધાનીપણ કરાઈ માંગ

રાજપીપલા, તા.16

૨૨ માર્ચચૈત્ર વદ એકમને બુધવારનાં શુભદિનેથી
નર્મદા તટેપંચચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષે વધતી જતી શ્રદ્ધાળુંઓની સંખ્યાને ધ્યાને લઈ જરૂરી સુવિધા વધારવા માટે અખિલ ભારતીય માં નર્મદા પરિક્રમા સેવા સંઘના ગુજરાત પ્રદેશના સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ અને સદસ્યોં દ્વારાનર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં લાઇફ જેકેટ સાથે નાવડીઓ વધારવાની માંગ સાથે બન્ને સ્થાનેનાવડીમાં ચઢવા માટેની વ્યવસ્થા તથા પરિક્રમા માર્ગ ઉપર ડસ્ટબીન, લાઈટ,રાત્રી રોકાણની વ્યવસ્થાતેમજ વિશ્રામસ્થાનો ઉભા કરવા
વગેરેની સુવિધા વધારવાની માંગ કરી છે. આવેદનપત્ર માં જણાવ્યા મુજબ
નર્મદા જિલ્લામાંથી પસાર થતી “ઉત્તરવહિની” નર્મદા તરીકેપ્રખ્યાત કિનારાઓ આવેલા હોય જેની પરિક્રમાનો મહિમાં “સ્કંદપુરાણ” અને “રેવાખંડ” માં વર્ણવેલ છે. જેના કારણે સનાતન ધર્મમાં આસ્થા રાખનાર ઘણા ભક્તોમાં નર્મદાજીની ઉત્તરવાહિની નર્મદાજીની પરિક્રમા કરે છે.
જેમાં દર વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઘણો વધારો થાય છે.
ગત વર્ષે હનુમાન જયંતી અને પૂર્ણીમાંના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા થોડી
અવ્યવસ્થા સર્જાયેલ. પરંતુ માં નર્મદાની અસીમ કૃપાણે કારણે કોઇ દુર્ઘટના બની ન હતી, પરંતુ આ વર્ષ
શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર થતાં વધારાને ધ્યાને રાખી સરકારી પ્રસાશન દ્વારા દર્શાવેલ બિંદુઓ ઉપર
ધ્યાન આપવામાં આવે તો આ પરિક્રમા યાત્રા સુંચારુરૂપે સંપન થશે. ખાસ કરીને
નર્મદા કલેકટર દ્વારા મા નર્મદાની પરિક્રમાનો સમય શાસ્ત્ર અનુસાર સવારના ૦૪:૩૦ કલાકથી
રાત્રીનાં ૦૭:૩૦ કલાક સુધી જાહેર કરી એ સમય દરમ્યાન રામપુરા મુકામે અને તિલકવાડા મુકામે નાવડીચલાવવા માટે સુચના આપી તેનું જાહેરનામુ બહાર પાડે, તેમજ શ્રધ્ધાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી બન્ને જગ્યા ઉપર લાઇફ જેકેટ સાથે ૧૦ +૧૦ નાવડી રાખવા, તથા જ્યાંથી પરિક્રમાવાસીઓ નાવડીનો ઉપયોગ કરે છે તે ઘાટથી ૫૦ મીટર દુરથી લોખંડની પાઇપ સાથેનો ૫વ્યક્તિઓ સાથે ચાલે તેટલી પોહળાઇનો બેરીગેટ બનાવવા સાથે નાવડીમાં ચઢવા માટે બન્ને સ્થાને
વ્યવસ્થા કરવા જણાવાયું છે. એ ઉપરાંત
સ્વછતાને ધ્યાને રાખી યાત્રાળુઓની સુવિધા માટે ખાસ કરીને મુખ્ય ત્રણ સ્થાન ઉપર આરોગ્યની ટીમ રહેતેવી વ્યવસ્થા કરવી તથા આ ઉત્તરવાહિની નર્મદાજીની પરિક્રમામાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોવાથી
એમના રાત્રી રોકાણની જેવી તેવી વ્યવસ્થા ન હોવાથી પ્રસાશન દ્વારા રામપુરા, માંગળોલ, તિલકવાડા અને મણીનાગેશ્વર મુકામે ૧ માસ માટે ડૉમ બનાવી યાત્રાળુઓ માટે વિશ્રામસ્થાનો ઉભા કરવા રજુઆત કરી છે.
યાત્રાળુઓની મોટી સંખ્યા આવતી હોય તો તેઓની સુવીધા માટે અસ્થાયી ટોયલેટ / બાથરૂમની વ્યવસ્થાવિવિધ સ્થાને ખાસ કરવા આગ્રહ કર્યો છે જેમાં રામપુરા, રામાનંદ આશ્રમ, સીતારામ મંદિર ગુવાર, મણીનાગેશ્વર
મંદિર પાસે આવી વ્યવસ્થા ખાસ કરવા જણાવ્યું છે
આ ઉત્તરવાહિની નર્મદાજીના પરિક્રમા માર્ગ ઉપર દર ૫૦૦ મીટર ડસ્ટબીન મુકવા જોઇએ. સાથે કોઇપણ
યાત્રાળુઓ પ્લાસ્ટીક સથે ન રાખે તેવો ખાસ આગ્રહ રાખ્યો છે.
શ્રધ્ધાળુઓ બહારથી આવતા હોવાથી મોડી રાત્રે પણ પરિક્રમાં માર્ગમાં સુવિધા માટે ત્યા વિશ્રામ કરતાહોવાથી જરૂરી જગ્યાઓ ઉપર લાઇટની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હોવાનું

પ્રતિશ્રી,
માન.શ્રી કલેકટર સાહેબ,
નર્મદા જિલ્લા,
રાજપીપલા
નમસ્કાર,

જયભારત સહ આપશ્રીને નિવેદન કે તા.૨૨/૦૩/૨૦૨૩ને ચૈત્ર વદ એકમને બુધવારનાં શુભદિને
નર્મદા જિલ્લામાંથી પ્રશાર થતી માં નર્મદાજીનો તટ ફક્ત આપના વિસ્તારમાં “ઉત્તરવહિની” નર્મદાજી તરીકે
પ્રખ્યાત કિનારાઓ આવેલા હોય જેની પરિક્રમાનો મહિમાં “સ્કંદપુરાણ” અને “રેવાખંડ” માં વર્ણવેલ છે. જેના કારણે
આપણા સનાતન ધર્મમાં આશ્થા રાખનાર ઘણા ભક્તોમાં નર્મદાજીની ઉત્તરવાહિની નર્મદાજીની પરિક્રમા કરે છે.
જેમાં દર વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઘણો વધારો થાય છે.
ગત વર્ષે હનુમાન જયંતી અને પૂર્ણીમાંના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા થોડી
અવ્યવસ્થા સર્જાયેલ પરંતુ માં નર્મદાની અસીમ કૃપાણે કારણે કોઇ દુર્ઘટના બની ન હતી, પરંતુ આ વર્ષ
શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર થતાં વધારાને ધ્યાને રાખી સરકારી પ્રસાશન દ્વારા દર્શાવેલ બિંદુઓ ઉપર
ધ્યાન આપવામાં આવે તો આ પરિક્રમા યાત્રા સુંચારુરૂપે સંપન થાય.
એ ઉપરાંત જ્યાંથી પરિક્રમાવાસીઓ નાવડીનો ઉપયોગ કરે છે તે ઘાટથી ૫૦ મીટર દુરથી લોખંડની પાઇપ સાથેનો ૫
વ્યક્તિઓ સાથે ચાલે તેટલી પોહળાઇનો બેરીગેટ બનાવવા સાથે નાવડીમાં ચઢવા માટે બન્ને સ્થાને
વ્યવસ્થા કરવા વિનંતી.
સ્વછતાને ધ્યાને રાખી યાત્રાળુઓની સુવિધા માટે ખાસ કરીને મુખ્ય ત્રણ સ્થાન ઉપર આરોગ્યની ટીમ રહે
તેવી વ્યવસ્થા કરવી.
આ ઉત્તરવાહિની નર્મદાજીની પરિક્રમામાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોવાથી
એમના રાત્રી રોકાણની જેવી તેવી વ્યવસ્થા ન હોવાથી પ્રસાશન દ્વારા રામપુરા, માંગળોલ, તિલકવાડા
અને મણીનાગેશ્વર મુકામે ૧ માસ માટે ડૉમ બનાવી યાત્રાળુઓ માટે વિશ્રામસ્થાનો ઉભા કરવા વિનંતી.
યાત્રાળુઓની મોટી સંખ્યા આવતી હોય તો તેઓની સુવીધા માટે અસ્થાયી ટોયલેટ / બાથરૂમની વ્યવસ્થા
વિવિધ સ્થાને ખાસ કરવા આગ્રહ જેમાં રામપુરા, રામાનંદ આશ્રમ, સીતારામ મંદિર ગુવાર, મણીનાગેશ્વર
મંદિર પાસે આવી વ્યવસ્થા ખાસ કરવા આગ્રહ.
આ ઉત્તરવાહિની નર્મદાજીના પરિક્રમા માર્ગ ઉપર દર ૫૦૦ મીટર ડસ્ટબીન મુકવા જોઇએ. સાથે કોઇપણ
યાત્રાળુઓ પ્લાસ્ટીક સથે ન રાખે તેવો ખાસ આગ્ર કરવા વિનંતી.
શ્રધ્ધાળુઓ બહારથી આવતા હોવાથી મોડી રાત્રે પણ પરિક્રમાં માર્ગમાં સુવિધા માટે ત્યા વિશ્રામ કરતા
હોવાથી જરૂરી જગ્યાઓ ઉપર લાઇટની વ્યવસ્થા કરવા અખિલ ભારતીય માં નર્મદા પરિક્રમા સેવા સંઘના ગુજરાત પ્રદેશના સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલે રજુઆત કરી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati