કોંગ્રેસ સીએમના નિર્ણયથી ખુશ થયા નીતિન ગડકરી! કહ્યું, દેશ માટે આવો રંગ જરૂરી…
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે તમામ સરકારી ઇમારતો પર ગાયના છાણમાંથી બનેલા રંગનો ઉપયોગ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પ્રશંસા કરી અને કહ્યું કે, ‘હું છત્તીસગઢના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું. તેમનો આ નિર્ણય સરાહનીય અને આવકારદાયક છે. પ્રાકૃતિક રંગના ઉપયોગથી પર્યાવરણનું રક્ષણ થશે. તેમજ ખેડૂતોને રોજગારીની નવી તકો પણ મળશે.
Continue Reading