દોસ્ત હું ગુજરાત છું .. – કુલીન પટેલ.( જીવ )

દોસ્ત હું ગુજરાત છું .. એટલે તો મોદીજી નું વાઇબ્રન્ટ છું હું…. દ્વારિકા નગરી નો દ્વારકાધીશ છું … શામળાજી માં શામળિયો ગિરધારી છું .. ડાકોર માં રણછોડરાય થઈ વસુ હું .. પાવાગઢ માં મહાકાળી અને અંબાજી માં શક્તિપીઠ માં અંબે નું છું હું .. સોમનાથ માં ભોળા શંકર નો વાસ છું હું .. દોસ્ત વાઇબ્રન્ટ […]

Continue Reading

કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું..!! હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું..!! – મોરલી પટેલ.

કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું..!! હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું..!! વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું અને સદાય રહીશ..!! ખંત, ખમીર અને ખુશીની અમીરાત છું… સાહસ, સંવાદ, સમર્પણનું સગપણ છું…. સમજદારી ભરી સમતાનુ સરનામું છું…. હા…. હું ગુજરાત છું. 🙏 ગુજરાત સ્થાપના દિવસે વિશ્વમાં વસતા સર્વે ગુજરાતીઓને ગરવી ધરા ગુજરાતને અને માતૃભાષા ગુજરાતીને […]

Continue Reading

પ્રથમહિ અતિ અનુરાગ ભવાની, રામચરિત સર કહેસિ બખાની પુનિ નારદ કર મોહ અપારા, કહેસિ બહોરિ રાવન અવતારા પ્રભુ અવતાર કથા પુનિ ગાઇ, તબ શિશુચરિત કહેસિ મન લાઇ. (ઉત્તરકાંડ ૬૩/૭/૮/૯). બાલચરિત કહિ બિબિધ બિધિ મનમંહપરમ ઉછાહ રિષિ આગવન કહેસિ પુનિ શ્રી રઘુવીર બિબાહ (ઉત્તરકાંડ-૬૪).

માનસ પ્રથમ સોપાન-બાલકાંડ મહેશ એન.શાહ કથા ક્રમાંક:૮૯૫ તા-૩૦ એપ્રિલ દિ-૧ અઢી વરસ પછી પહેલી ખુલ્લી કથાનો લલિતપુર(ઉ.પ્ર.)થી પ્રારંભ. પગ પકડવાનું બંધ કરી અને કોઇના હાથ પકડવાનું શરૂ થાય એ સૌથી મોટો વિકાસ છે. બધાનો હાથ છોડી અને કોઈ એકનો પગ પકડીએ એ વિશ્રામ છે. ભરોસો એ ગુરુચરણનો પાસવર્ડ છે.     આ પંક્તિઓ સાથે સંતોષદાસજી […]

Continue Reading

સપના ના વાવેતર સપના ના વાવેતર કંઈક યાદ આવ્યું? જે યાદ આવ્યું હોય તે લખો બે શબ્દોમાં.. સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

ભરી આશા આંખોમાં અમે આવ્યા આ ઘરમાં તરી જીવનપથની નદીઓ વહી આવ્યા સાગરમા, નવા ઘરને તુલસી ક્યારે અમે સપના વાવ્યા ‘તા થોડા મુરઝાયા થોડા ખીલ્યા થોડા અડધા ઊગ્યા ‘તા નવી મોસમ ના રંગ માં અમે ભેળા આવીશું નવી આશા ના સંગ માં નવા સપના વાવીશું.. સપના ના વાવેતર સપના ના વાવેતર કંઈક યાદ આવ્યું? જે […]

Continue Reading

“ઉત્તરે ઇડરિયો ગઢ ભલો, દખ્ખ્ણે દરિયાની અમીરાત, ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત”- વૈભવી જોશી.

ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલાં, ઢોકળાં, મનમોજીલાં અને ખમીરવંતા માણસો – આ તમામ વસ્તુઓ જેની ઓળખ છે, એ છે “આપણું ગુજરાત”. આજે આપણા ગુજરાતનાં ૬૨માં સ્થાપનાં દિવસનાં અવસરે એક અછડતી નજર નાખીયે ગુજરાતનાં ગૌરવવંતા ઇતિહાસ પર. ગુજરાતનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને ‘આનર્ત પ્રદેશ’ તરીકે ઓળખવામાં આવતો હતો. આ આનર્ત પુત્ર […]

Continue Reading

“ આ જિન્દગી . ” – ડો. દક્ષા જોશી.

થયા બહુ વાદ વિવાદ આ જિંદગી માં, હવે નથી કરવા ફિસાદ આ જિંદગી માં. સમયની હરોળે બદલાવ જરૂરી છે, માટે દૂર કરવા છે પ્રમાદ આ જિંદગી માં. વાદ વિવાદ સૌ કરતા રહી ગયા. હોંશે હોંશે સૌ લડતા રહી ગયા. ઈચ્છાઓ સૌ ની અમર બની ગઈ, ને પોતે ક્ષણે ક્ષણે મરતા રહી ગયા. જાણે અજાણે કર્યુ […]

Continue Reading

છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામની જન્મતિથિ. – ડો.દક્ષા જોશી.

જય ભગવાન પરશુરામ… હિંદુ પંચાંગ મુજબ વૈશાખ સુદ ત્રીજ-અક્ષય તૃતીયા-અખાત્રીજનું મહત્ત્વ ઘણું અનેરું છે. અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઈશ્વરીય તિથિ છે. તે દિવસ એટલે વણજોયું મુહૂર્ત કહેવાય. આવી શુભ તિથિને દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામની જન્મતિથિ. ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ (સંસ્કૃત परशुराम)એ જમદગ્નિ ઋષિ અને રેણુકા ના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય […]

Continue Reading

“૧લી મે ૧૯૬૦ :ગુજરાત સ્થાપના દિવસ”- ડો.દક્ષા જોશી.

૧લી મે ૧૯૬૦ના રોજ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાંથી એક અલગ રાજ્ય તરીકે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ. પ્રથમ ગુજરાતનું પાટનગર અમદાવાદ બન્યું ત્યારબાદ ૧૯૭૦માં શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇના સમયમાં ગાંધીનગરને નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું. ગુજરાત રાજ્યનો કુલ વિસ્તાર ૧,૯૬,૦૨૨ ચો.કિ.મી.છે. ભારતના રાજ્યોમાં વસ્તીની દ્રષ્ટિ એ ગુજરાતનું સ્થાન નવમું અને વિસ્તારની દ્રષ્ટિએ છઠ્ઠું છે. ગુજરાત રાજ્ય ભારતમાં પશ્ચિમ […]

Continue Reading

ગુજરાત સ્થાપનાદિને વિશ્વઉમિયાધામના માસિક મુખપત્ર *ઉમાસૃષ્ટિ*નું પદ્મભૂષણ પૂજ્યપાદ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના હસ્તે મેગેઝીનનું વિમોચન થશે.

જય ઉમિયા આવતીકાલે રવિવારને 1લી મે 2022 અર્થાત્ ગુજરાત સ્થાપના દિને વિશ્વઉમિયાધામના માસિક મુખપત્ર *ઉમાસૃષ્ટિ*નું વિમોચન થવા જઈ રહ્યું છે. પદ્મભૂષણ પૂજ્યપાદ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી આ મેગેઝીનનું વિમોચન કરવાના છે. ત્યારે આપ સૌ મિત્રો પધારવા હાર્દિક નિમંત્રણ *સમય: 10.00 કલાકે* *તા: 01/05/2022- રવિવાર*

Continue Reading