સફાઈ કર્મચારી. : રિયલ હીરો ઓફ લાઈફ.- ભાવિની નાયક. –

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજે ફેસબુકમાં એક પિક જોઈને ખૂબ જ દુઃખ થયું. આની સત્યતાની તો ખબર નથી.પણ આમાં જે લખેલું છે તે તદ્દન સાચું છે.આપણા વિકાસશીલ દેશમાં ગટરની સફાઈ કરવામાં આધુનિકતા કેમ નથી આવતી.આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્ટ્સ દ્વારા આજકાલ ઘણું બધું કામ કરાવવામાં આવે છે. તો આ કામ માણસો દ્વારા કેમ? મશીનને પણ જે કામની સુઘ આવે એવું કામ આપણા દેશના સફાઈ કર્મચારીઓ કરે છે.

વળી આશ્ચર્યની વાત તો એમ છે, કે એમને આ કામ કરવા માટે કોઈ નિશ્ચિત ચુકવણી કરવામાં આવતી નથી. આ કામ કરતા જો તેમનું મૃત્યુ થઈ જાય તો તેમના પરિવારને કોઈ વળતર આપવામાં આવતું નથી.આમના માટે તો કોઈ સોશિયલ મીડિયા પર પણ વિરોધ નથી કરતું. કારણકે આ લોકો કોઈ ફિલ્મી કલાકાર કે દેશની સુરક્ષા માટે લડનાર અને શહીદ થનાર જવાન નથી એવું સામાન્ય રીતે બધા માને છે.પણ શું કોઈએ એમ વિચાર્યું છે કે આજના આ આધુનિક વર્ગને તો પોતાના ઘરના ટોયલેટ બાથરૂમ ધોવા નથી ગમતા.જ્યારે આ લોકો તો સમાજની ગંદકી સાફ કરે છે.એમનો કોઈપણ વાંકગુનો હોતો નથી, આર્ટિકલ15 નામની ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે, કે જ્યારે આ લોકો હડતાલ પર ઉતરે છે, ત્યારે જે તે ગામની શી હાલત થાય છે.અને કદાચ આપણે પણ અનુભવ્યું હશે,કે ક્યાંય પણ ગટર ઉભરાતી હશે ત્યારે લોકોને ત્યાંથી પસાર થવું પણ ગમતું નથી. તો શું આવા લોકોને રીઅલ હીરો ન કહી શકાય?એ શહીદ કરતા કમ છે?આ લોકોના પરિવારને ન્યાય ન મળવો જોઈએ? અને તેમનું પણ ખૂબ જ સન્માન થવું જોઈએ.??

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •