જો ચેમ્બરની ચૂંટણી થઇ શકતી હોય તો અમદાવાદ કેમિસ્ટ એસોસીએશનની કેમ નહીં? મેડીકલ સ્ટોર ધારકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

કેમિસ્ટ એસોસિયન નું ઇલેક્શન ૨૮મી માર્ચ હતું પરંતુ લોક ડાઉન ને કારણે સ્થગિત કરાયું

અમદાવાદમાં ધમધમતી 2700થી વધુ મેડીકલ સ્ટોરના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થઈ શકે તેના માટે રચાયેલા અમદાવાદ કેમિસ્ટ એસોસિયનની ચૂંટણી ૨૮મી માર્ચ 2020 ના રોજ નિર્ધારિત કરી હતી. કોરોનાની મહામારી અને સરકારે જારી કરેલા લોક ડાઉન ને કારણે ઇલેક્શનની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે ચૂંટણી સ્થગિત કર્યા ને ત્રણ મહિના પૂરા થઈ ગયા છે. ત્યારે રાજ્યના સૌથી મોટા વેપારી સંગઠન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થઇ જતા કેમિસ્ટ સોસિએશનના સભ્યોમાં પણ એવો ગણગણાટ શરૂ થઈ ગયો છે કે જો ચેમ્બરની ચૂંટણી યોજાઈ શકતી હોય તો કેમિસ્ટ એસોસિયનની કેમ નહીં?

વર્તમાન સમયમાં અમદાવાદ સહિત દેશભરના મેડિકલ સ્ટોર ધારકો સામે ઓનલાઇન મેડિસિન અને મેડિકલ સ્ટોર ચેઈન મોટા પડકાર છે. ઓનલાઇન મેડિસિન સામે વર્ષોથી કેમિસ્ટ એસોસિએશન દ્વારા લડત આપવામાં આવી રહી છે પરંતુ ઓનલાઇન મેડિસિનનુ માર્કેટ દિવસે દિવસે વધતું જતા મેડિકલ સ્ટોર ધારકોને સીધો ફટકો પડી રહ્યો છે.

આ પરિસ્થિતિમાં અમદાવાદ કેમિસ્ટ એસોસિયન ની ચૂંટણી ઓનલાઇન મેડિસિન સામે કેવી રીતે જંગ લડવામાં આવશે તે મુદ્દા ઉપર જ લડાઇ રહી હતી ચૂંટણી માટેના ઉમેદવાર નક્કી થઇ ગયા હતા ઉમેદવારીપત્રક પણ ભરાઇ ગયા હતા અને ૨૮મી માર્ચે ચૂંટણી નક્કી પણ થઇ ગઇ હતી. ત્યારે જ દેશમાં કોરોના એ દેખાડો જતા અને ધીરે ધીરે તેનો વ્યાપ વધારતા સરકારે દેશભરમાં લોક ડાઉન કરી દીધું હતું જેને કારણે આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી.

હવે જ્યારે ચેમ્બરની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે કેમ એસોસિયેશનના સભ્યો પણ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન કરવા માટે માગણી કરી રહ્યા છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •