અમદાવાદ એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સ ના લીરેલીરા ઉડ્યા. ટર્મિનલમાંથી બહાર નીકળતા મુસાફરોને ઘેરી વળતા રિક્ષાચાલકો.

ગુજરાત ભારત સમાચાર

લગભગ બે મહિના સુધી બંધ રહ્યા બાદ ૨૫મી મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ની અવર -જવર શરૂ થઈ ગઈ છે. જોકે ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત છે. તેમ છતાં જ્યારે મુસાફરો ટર્મિનલ બિલ્ડીંગમાંથી બહાર નીકળે છેેેેે ત્યારે તેમને ટેકસી અને રિક્ષા ચાલકો ઘેરી લેતા હોય છે. જેને કારણેે મુસાફરો પરેશાન થઈ ગયા છે. આટલું જ નહીં પરંતુ જો કોઈ રિક્ષાચાલકે ટેક્સી ચાલક ને કોરોના પોઝિટિવ હોયતો તે સુપર સ્પ્રેડર બની ઘણા લોકોને કોરોના નો ચેપ લગાડી શકે છે. જોકે આ જોખમી વર્તન સામે એરપોર્ટ ઓથોરિટી કે અન્ય એજન્સીઓ દ્વારા કોઇ જ પગલાંં લેવાતા નથી.

૨૫મી મેથી અમદાવાદ સહિત દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે જેને કારણે ધીરે ધીરે એરપોર્ટ પર મુસાફરોની અવરજવર શરૂ થઈ ગઈ છે. પહેલા તમામ વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી એરપોર્ટ પર રીક્ષા કે ટેક્સી આવતી નહોતી. સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવતા છેલ્લા થોડા દિવસથી એરપોર્ટ પર ટેકસી અને રિક્ષા ચાલકોની અવરજવર શરૂ થઇ છે.

તેમને કામ ધંધો મળતા તેમના પરિવારનું ગુજરાન ચાલે તે જરૂરી છે પરંતુ પેસેન્જર મેળવવાની લ્હાયમાં ટેક્સી ચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોને ટોળું ટર્મિનલ માંથી બહાર નીકળતા મુસાફરને રીતસર ઘેરી લેતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે. એક બે મુસાફરોની આજુબાજુ 20 રિક્ષા ટેક્સી ચાલકો ના ટોળા થઈ જાય છે. જેને કારણે મુસાફર તો રીતસરના ડઘાઈ જતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મુસાફરોની રજૂઆત છે કે આ સ્થિતિને કારણે એરપોર્ટ પર કોરોના નો વિસ્ફોટ થઇ શકે તેવી સંભાવના નકારી શકાય નહીં.મુસાફરો દ્વારા આ મુદ્દે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે આ દિશામાં ઓથોરિટી દ્વારા હજુ સુધી કોઈ જ પગલા લીધા નથી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •