જેજેસીટી સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે અનોખા ઓનલાઇન ડીજીટલ સમર કેમ્પ નું આયોજન.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ટેક્નોલોજી ધાર્મિક રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ડાઉન સિન્ડ્રોમ જેવી અનેક મનોદિવ્યાંગતા ધરાવતાં બાળકો ની માનસિકતા અને વર્તન નોર્મલ રહે તે માટે ગુજરાતનાં અમદાવાદ શહેરની જાણીતી સંસ્થા જેજેસીટી , શ્રી ક્રિષ્ના શરણમ્ મમ્ દ્વારા કોરોના ની આ વૈશ્વિક મહામારી અને કટોકટી નાં સમય માં તેઓ ઉપદ્રવી કે આક્રમક ન બને અને તેઓ કઈક શીખે તેવા ઉદ્દેશ્ય થી બીજા લોકડાઉન નાં સમય થી જ ફ્રી ઓનલાઇન ડીજીટલ સમર કેમ્પ ની શરૂઆત કરવામાં આવી છે.

આ સમર કેમ્પ માં હાલમાં અમદાવાદ, મુંબઈ, વડોદરા, ભરૂચ, સુરત જેવા શહેરો માં થી આશરે ૩૦ થી પણ વધારે બાળકો જોડાયા છે. હાલમાં પણ બાળકો નાં જોડાવાની પ્રક્રિયા અવિરત ચાલું જ છે.

આ અનોખા સમર કેમ્પ માં યોગા, સ્પોર્ટસ, ડાંસ, ડ્રોઈંગ, આર્ટ ઍન્ડ ક્રાફટ, કોમ્પ્યુટર, સ્ટોરી ટેલીગ વિગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ મનોદીવ્યાંગ બાળકોને કરાવવામાં આવી રહી છે.

સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી યશેષ શાહ જણાવે છે કે આ ઓનલાઇન સેશન્સ માં મનોદીવ્યાંગ બાળકો ખૂબ જ રસ લઈ રહ્યાં છે. મોબાઈલ અને લેપટોપ પર કંઇક આશ્ચર્ય સાથે
આ રીતે શીખવાની તેમને ખૂબ મજા પડી રહી છે. ભાગ લેનાર બાળકોનાં વર્તન પણ નોર્મલ બની રહ્યાં છે. સાથે સાથે આ બાળકો નાં વાલીઓ ને પણ રાહત નો દમ મળ્યો છે.

આ બાળકોનાં વાલીઓ માટે પણ દિવસમાં ૧ વાર ટોક શો નું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ટોક શો માં વાલીઓ તેમનાં બાળકો નાં વર્તન, એજ્યુકેશન તેમ જ તાલીમ અંગે ખૂબ સારી ચર્ચા કરી માર્ગ મેળવી રહ્યાં છે.

તેમ જ સંસ્થા નાં મનોનિષ્ણાતો દ્વારા ઓનલાઇન કાઉન્સેલિંગ અને માનસિક સારવાર ની સેવાઓ પણ વિનામૂલ્યે કરવામાં આવી રહી છે.

મનોદિવ્યાંગ બાળકો ને આ રીતે ઓનલાઇન તાલીમ આપવાનો અનુભવ મેનેજમેન્ટ અને શિક્ષક માટે પણ થોડોક ચેલેંજીંગ છતાં મજા આવે એવો સાબિત થઈ રહ્યો છે.

આ સમાચાર આપના અમૂલ્ય મીડિયા દ્વારા જાહેર જનતા સુધી પહોંચાડવા વિનંતિ.

જેજેસીટી વતી,

શ્રી યશેશ શાહ ( મેનેજીંગ ટ્રસ્ટી)
૯૮૨૫૮૭૭૩૭૦.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •