🌹ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹 અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 12. ક્રમશઃ 🖋️ દેવેન્દ્ર કુમાર

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

ડૉ. આંબેડકરનાં પ્રયાસો થકી કચડાયેલા વર્ગોમાં સદીઓ પશ્ચાત આત્મવિશ્વાસ ની લહેર પ્રસરી હતી, પોતાની ગુલામી, ભેદભાવ અને અમાનવીય વર્તન જેવી અસ્પૃશ્યતા નાં કલંકથી સ્વતંત્ર થવા માટે પ્રયત્નશીલ બની રહ્યો હતો.

માર્ચ 1924 માં ડૉ. આંબેડકરે બહિષ્કૃત હિતકારીણી સભા ની સ્થાપના કરી એ વર્ષ મહત્વપૂર્ણ ગણી શકાય એવું હતું. 1924 નાં વર્ષમાં ભારતીય રાજકારણમાં નોંધપાત્ર અને મહત્વની ઘટનાઓ બની, જેમાં ત્રણ મહાન શક્તિશાળી મહાનુભાવો નાં પ્રકાશથી ભારતીય રાજકીય ક્ષિતિજ ઝળહળી ઉઠવાની હતી.

બહિષ્કૃત હિતકારીણી સભા ની સ્થાપના થી ડૉ. આંબેડકર નો પ્રચંડ ઉદય થયો હતો ત્યારે જ જાન્યુઆરી 1924 માં પોતાનાં જીવન નાં બાર બાર વર્ષ કઠિનતમ યાતના પૂર્ણ રીતે આંદામાન નિકોબાર ની જેલમાં કાળાપાણીની સજા વિતાવી ને પૂનાની યરવડા જેલમાંથી વીર સાવરકર મુક્ત થયા તથા ત્યારબાદ તેમને રત્નાગીરી જિલ્લામાં 6 જાન્યુઆરી 1924થી નજરકેદ કરવામાં આવ્યાં. વીર સાવરકર નાં મુક્ત થયાં બાદ લગભગ એક મહિના પછી 11મી ફેબ્રુઆરી 1924 નાં દિવસે પોતાનાં અસફળ ખિલાફત આંદોલન થી લગભગ બે વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ નાદુરસ્ત તબિયતને કારણે ગાંધીજી પણ એ જ યરવડા જેલમાંથી મુક્ત થયાં.

ગાંધીજી અને સાવરકરે વધારે ત્વરા, સ્ફૂર્તિ અને ઉત્સાહ થી સામાજિક કાર્યો ની શરૂઆત કરી. સાવરકરે જે કાર્ય તેઓ આંદામાન નિકોબાર કાળાપાણીની સજા પહેલાં કરતાં હતાં તે જ કાર્ય પુનઃ એપ્રિલ 1924 માં શરૂ કર્યું. સાવરકર નાં કાર્ય નો પાયો હિંદુ સમાજ નું એકત્રિકરણ હતો જેને હિંદુ સંગઠન નાં નામે લોકો ઓળખતાં હતાં. સાવરકર નાં કાર્ય માં હંમેશા કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્ય વર્ગોનાં માનવીય અધિકારો નું પુન:સ્થાપન અગ્રતાક્રમ માં રહેતું જેનાં માટે તેઓ લડત ચલાવતાં હતાં. ગાંધીજીએ પણ વધારે શક્તિ થી કચડાયેલા વર્ગોની ઉન્નતિ માટે નાં કાર્યોને વેગવંતા બનાવ્યાં.

ડૉ. આંબેડકર નાં જીવનનું સૌથી ઉમદા લક્ષ્ય જ અસ્પૃશ્યોદ્ધાર નું હતું. સમાનતા અને બંધુત્વ માટેની તેમની લડત ચાલુ જ હતી. અસ્પૃશ્યો નાં ઉત્થાન નું કાર્ય વેગવાન બની રહ્યું હતું.

1924 નાં વર્ષનું સમગ્રતયા અવલોકન કરતાં એવું જણાતું હતું કે ડૉ. આંબેડકર, વીર સાવરકર અને ગાંધીજી આ ત્રણેય મહાપુરુષ અસ્પૃશ્યો નાં ઉત્થાન માટે કાર્ય કરવાનાં હતાં છતાં ત્રણેય ની નીતિ, રીતિ, પદ્ધતિ અને માન્યતાઓ તથા અભિગમ શું હતાં, કેવાં હતાં એ જાણવું નાં માત્ર રસપ્રદ પરંતુ અગત્યનું પરિબળ છે.

ક્રમશઃ

🖋️ દેવેન્દ્ર કુમાર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •