*વ્યસનનો વિકરાળ રૂપ*

કલા સાહિત્ય ભારત સમાચાર

*વ્યસનનો વિકરાળ રૂપ*

1. ભારતમાં દરરોજ ૫૪૩૫ નવા બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે.
2. ભારતમાં ૨ કરોડથી પણ વધારે તમાકુના બંધાણી છે.
3. ભારતમાં વર્ષે ૧૦ લાખ નવા બાળકો શરાબ (દારૂ) પીતા શીખે છે.
4. તમાકુ થી બનતી વસ્તુઓ તૈયાર કરવામાં વર્ષે ૬.૮૭ કરોડ વૃક્ષો બાળી નાખવામાં આવે છે.
5. ઇન્ડિયન ટોબેકો કંપની ભારતમાં 90 અબજ સિગરેટો બનાવે છે.
6. વિશ્વમાં ૨૦૦ અબજ ડોલરનો ખર્ચ ધુમ્રપાન પાછળ થાય છે.
7. વિશ્વમાં ૨૦૦ કરોડ ડોલર ફક્ત નશાની ચીજો ની જાહેરાત પાછળ થાય છે.
8. ૧ સિગારેટ કે બીડી પીનાર નું છ મિનિટ નું આયુષ્ય ઘટે છે.
9. દારૂ પીનાર વ્યક્તિ નું ૧૨થી ૧૫ વર્ષનું આયુષ્ય ઘટે છે.
10. વર્ષે ૨૧૦૦૦ થી વધુ પગ વ્યસનના કારણે કાપવા પડે છે.
11. ધૂમ્રપાન કરનાર વ્યક્તિ પાસે બેસવાથી એક દિવસમાં ૨૦૦ વ્યક્તિઓ મૃત્યુ પામે છે.
12. ઈ.સ. ૨૦૩૦ સુધીમાં ૧ કરોડથી પણ વધુ લોકોનું મૃત્યુ ફક્ત તમાકુના કારણે થશે.

*વ્યસનમુક્તિ થી કઈ રીતે રહી શકાય?*

1. કેટલીય આયુર્વેદ,એલોપેથી અને હોમિયોપેથીની દવાઓ નશો કરવાની ઈચ્છા શાંત પાડે છે.
2. દારૂને બદલે કુંવારપાઠા નો અર્ક નશો કરવાની ઈચ્છા શાંત પાડે છે.
3. અજમો અને વરિયાળી નો અર્થ દારૂની લત કરાવી શકે છે.
4. અફીણ ના બદલામાં અગ્નીતુંડવટી, કૅપુરરસવટી, ભાંગ – ગાંજાના
બદલામા સાહીચૂર્ણ ફાયદો કરી શકે છે.
5. તમાકુના સેવન ની ઇચ્છા થતાં લીંબુ ચૂસવાથી ફાયદો થાય છે.
6. લીમડાના પાન ચાવવાથી વ્યસન મુકત થઈ શકાય છે.
7. મોસંબી,લસણ,ટામેટા,સંતરા,નારંગી,કાકડી,સફરજનનો રસ વ્યસન મુક્ત થવામાં મદદ કરે છે.
8. આમલીનો ગર્ભ,વાટેલું જીરું અને સિંધાલૂણ વ્યસન કરાવી શકે છે.
9. મધના સેવનથી શરીરનું ઝેર બહાર નીકળી જતા નશો કરવાની ઈચ્છા ઓછી થાય છે.

*વ્યસન મુક્તિ ના સુત્રો*

1. એક નો નશો છોડાવવો,પાંચના જીવ બચાવો.
2. વ્યસનની ના હોય ફેશન.
3. બીડી છે મોતની સીડી.
4. નશા ને છોડો અને જોડો.
5. રમે જુગાર,પીવે દારૂ તેના છોકરા લગાવે ઝાડૂ.
6. છોડો મોહ વ્યસનનો,મેળવો આનંદ જીવનનો.
7. સિગરેટ,બીડી જે પીવે,મોતની નીંદર તો સુવે.
8. મસાલો ગલોફે જે ભરાવે ,કેન્સર તેને રોવડાવે.
9. સૌનો સાથ, નશાનો નાશ.
10. બીડી બતાવે,દવાખાના ની સીડી.
11. દારુડિયો દારૂ ને નથી પીતો,દારૂ દારૂડિયાને પી જાય.
12. જે માણસ પીવે દારૂ,તેનું જીવન ન રહે સારૂ.
13. વ્યસનની સોબત જે કરે, સમાજમાં તે અપ્રિય રહે.
14. ભણતર માટે પ‌‌‍ળ ના બગાડો, વ્યસન કરી જીવન ના બગાડો.
15. ગાંડા હોય તે વ્યસન કરે,ડાહ્યા તેનાથી દૂર રહે.
16. ફેશન માટેના કરો વ્યસન.

– મયુર રૂપાવટીયા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •