વિનોદ ભટ્ટની બાળપણમાં વાચેલી વાર્તાઓ….

ગુજરાત ભારત

૧. ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ગાધીજીને ઉકળતાં તેલમાં નાખવા કે હાથ કાપવા જેવી સજા તો ન થાય… તો શું કરવું?…લાંબા વિચારો અને મનોમંથન પછી નક્કી થયું કે, ગાંધીજીને સજાસ્વરૂપે બધી ગુજરાતી ફિલ્મો ફરજીયાત જોવી……ગાધીજી સજા સાભળી બેહોશ થઈ ગયાં. ( હાલમાં કોઇએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં, પહેરવી હોય તો ખુલાસો માગવા માટે વિનોદ ભટ્ટનો રુબરુ સંપર્ક કરવો.)

૨. એક દિવસ વિનોદ ભટ્ટને સ્વપ્નું આવ્યું કે ઇન્કમટેક્સ સર્કલ પર ગાંધીનુ પૂતળું જીવંત થાય તેમ છે. ગાધીજીના કાનમાં બાળકના દૂધ પીવાની શીશીમાંથી દૂધ રેડવું, વિનોદભાઈએ તેમના કાનમાં દૂધ રેડ્યુ, એટલે પૂતળું સહેજ હાલ્યુ. ગાધીજીના હાથમાં રહેલી લાકડી પડી ગઈ એટલે સહેજ વિનોદ ભટ્ટ નમીને લાકડી આપવા ગયાં, તો બાપુએ કહ્યું, રહેવા દે….જા બંદૂક લઈ આવ……

3. ખાસ મિત્રો હતા છગન અને મગન. બંને ગામડામાં રહે. છગન થોડા થોડા દિવસ બહાર જાય અને પછી અલગ અલગ સેલેબ્રિટીઓ સાથે સંબંધો હોવાની વાત કરે.
મગન આ બધું સાચું ન માને એટલે એક દિવસ છગન સાથે શરત મારી કે તું આપણા ધારાસભ્યને પણ ઓળખતો નથી. મારી હાજરીમાં તેમની સાથે વાતો કર. છગન ધારાસભ્યના ઘરે લઇ ગયો, તેમના પત્નીએ પ્રેમપૂર્વક જમાડ્યા અને છગન શરત જીતી ગયો.
મગનને થયું કે લોકલ ઓળખાણ હશે પણ મુખ્યમંત્રી સાથે તો સંબંધ ક્યાંથી હોય? છગન તૈયાર, મગનને મુખ્યમંત્રીના ઘરે લઇ ગયો અને મુખ્યમંત્રી તો છગનને જોઇ ગળગળા થઈ ગયા…
મગને કહ્યું કે તું અમિતાભ બચ્ચનને ઓળખે છે એવી વાતો કરે છે, આપણે મુંબઇ જઇએ. બંને મુંબઈ ગયાં. અમિતાભ છગનને લેવા દરવાજા પર આવ્યો. મગન ફરી શરત હારી ગયો.
એ જ રીતે વડાપ્રધાનના ઘરે ગયા, તો એ પણ છગનને ઓળખે.
મગને કહ્યું કે તું કહે છે કે અમેરિકન પ્રેસિડેન્ટ ઓળખે છે એ હું સાચું નથી માનતો. અમેરિકાના પ્રેસિડેન્ટ તને ઓળખે છે એ વાતમાં કોઈ દમ નથી. બંને અમેરિકા ગયા, પ્રેસિડેન્ટ તો છગનને જોઇને ખૂશ ખૂશ થઈ ગયા, ચા નાસ્તો કરાવ્યો…
છેલ્લે મગને કહ્યું કે ઠીક છે, બધા તને ઓળખે પણ પોપની વાતો કરે છે એ તો નહીં જ ઓળખતા હોય.
છગન તો રેડી. બંને રોમ પહોંચ્યા. છગને કહ્યું કે આ વખતે તને રૂબરૂ નહીં લઇ જવાય પણ તારે પોપના ચર્ચ પાસે ઉભું રહેવાનું. એ ગેલેરીમાં આવે ત્યારે એમની સાથે મને જોઇ લેજે.
મગન નીચે ઉભો રહ્યો, થોડીવારમાં પોપ આપણા છગનના ખભે ટેકો દઇને ગેલેરીમાં આવ્યા.
ખરી વાર્તા અહીં છે… મગનની બાજુમાં એક ધોળિયો ઉભો હતો. એણે મગનને પૂછ્યું કે પેલા છગનભાઇને તો ઓળખ્યા, પણ તેમની સાથે સફેદ કપડાવાળા ભાઇ કોણ છે?…

આપણને વિનોદ ભટ્ટે જ ચાર્લી ચેપ્લિન અને ચોખેવનો પરિચય કરાવ્યો હતો. તે સમયે અખબારોમાં પહેલાં પેજ પર ચંદ્રકાન્ત બક્ષી અને છેલ્લા પાને વિનોદ ભટ્ટ…. બંને વિરોધાભાસમાં આપણું વાચન પૂરું….
ભલે બંને નથી, પણ એ વાત તો ચોક્કસ કે સ્વર્ગના દરવાજે બક્ષી ગયાં હશે અને પુછ્યું હશે કે હજી પણ ગુજરાતીમાં નબળા કટાક્ષ લેખો ચાલે છે?…. વિનોદ ભટ્ટે પણ કહ્યું હશે કે બક્ષી બાબુ, સ્વર્ગમા મને સજા થઈ છે કે તમારી જોડે જ રુમ શૅર કરવાનો છે……..

વિનોદ ભટ્ટની પૂણ્યતિથિ
ભાવાંજલિ
Deval Shastri🌹

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •