મહિજ ગામનો મહેશ તો ઘરડાઘર બંધ કરાવીને જ રહેશે. – સ્ટોરી. કે.ડી.ભટ્ટ.

સમાચાર


મામી.. હવે તમે પરઢોલ નહીં રહો. તમારે એકલા રહેવાની ની જરૂર નથી. મામાના સ્વર્ગવાસ પછી તમે એકલા નથી, હું તમારો ભાણીઓ નથી પરંતુ તમારો દીકરો છું. અને હવે તમારે મારી સાથે કાયમ અમદાવાદ રહેવા આવવાનું છે.


પરઢોલ ગામમાં જશવંતમામાના સ્વર્ગવાસ પછી આજે તેમના ભાણીયા મહેશ ની વાત સાંભળી સવિતા મામીની આંખો ભરાઈ આવી. ત્યારે મામીએ કીધું. બેટા…તારા માથે મારી વધારાની જવાબદારી આવી પડશે. માટે હું અહીંયા પરઢોલ જ રહું. ત્યારે મહેશે કીધું.. કે ના મામી..હવે તમારી કોઈ વાત હું નહીં સાંભળું.. તમારે હવેથી મારી સાથે જ કાયમ રહેવાનું છે. આખરે ભાણીયાની જીદ અને લાગણી સામે મામીની હાર થઈ. અને સવિતા મામી મહેશ સાથે તેમના ઘેર હાથીજણ રહેવા આવી ગયા.


આમેય મામીને પિયરમાં કોઈ હતું જ નહીં. સાથે સાથે મામાના ગયા પછી સાવ એકલા થઇ જવાથી તેમને એકલતા કોરી ખાય, તેનાં કરતાં મહેશની વાતમાં સમર્થન આપી અને મામીએ મનોમન વિચાર્યું, કે મારે દીકરો નથી પરંતુ દીકરો હોત તો પણ શું આટલી લાગણી અને પ્રેમથી મને રાખી શકત ખરો.?કેમ કે આજના કળયુગમાં તો સગો દીકરો પણ કોઈ પુંજી અથવા તો મિલકત ન હોય તો સગી જનેતાને પણ રાખવા તૈયાર થતો નથી હોતો, ત્યારે આ તો મારો ભાણીઓ છે. બસ આવા વિચાર સાથે પોતાના સંપૂર્ણ દુઃખ દર્દ ભૂલી અને સવિતાબેને ભાણીયા મહેશ સાથે અમદાવાદની વાટ પકડી.

ઘેર આવતાં જ નિર્મિતા. યશવી, અને મધુબેન ખૂબ જ આનંદિત થઈ ગયાં. અને મામીની દેખભાળમાં ક્યાંય કચાશ ન રહે, તેની સંપૂર્ણ જવાબદારી ખાસ નિર્મિતાએ ઉપાડી લીધી. સાથે યશવી એ પણ બા ને પાણી માંગતા દૂધ હાજર કરીને માં બાપની આ અનોખી સેવાકીય ભેખમાં સંપૂર્ણ સમર્પિત થઈ ગઈ હતી. સવિતાબાને ટી.વી.માં ભજન અને ધાર્મિક સિરિયલ ચાલુ કરી આપીને તેમને ભક્તિમાં પણ દીકરીએ સંસ્કારોનું ભાથું પ્રબળ કરવા લાગી હતી.


આમ, સવિતામામીના આગમનને આજે પાંચ વરસ પુરા થયા. તેમનું જીવન તો ખૂબ સુખમય રીતે પસાર થઈ રહ્યું છે. મામીએ પણ પોતાની ઈચ્છા મુજબ ત્રણ વર્ષ પહેલા જીવતાજીવ કરવામાં આવતી વિધિ જીવતચર્યા કરી દીધી છે. તેમજ જગન્નાથ મંદિરમાં સમગ્ર કુટુંબને જમણવાર કરીને દરેકને ગીફ્ટો આપીને ગૌદાન કરવામાં આવ્યું હતું,તેમજ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પણ પોતાની રીતે દાન પુણ્ય પણ કરી દીધા છે.


સવિતાબેનની આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા નિર્મિતા પોતે પણ ડાયાબિટીસથી પીડાય છે, તેમજ હાર્ટ સર્જરી પણ તેમણે કરાવી છે, તેમ છતાં પણ મામીની સેવામાં ક્યાંક કચાશ ન રહી જાય તેની સંપૂર્ણ કાળજી રાખવામાં તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે.આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા રહેવા થી નિર્મિતાને પોતાની તકલીફ તો સદંતર વિસરાઇ ગઇ છે. અને માનવતાનો ભેખ ધારણ કરી મામીની સેવાકાર્યમાં સમગ્ર પરિવાર જોડાઈ ગયો છે. આ પંચાલ પરિવારની અધભૂત માનવતા જોઈને તો કળિયુગના દીકરાઓએ બોધપાઠ લેવો જોઈએ, કે આજનો દીકરો સગી જનેતાનો નથી થતો, ત્યારે આ કિસ્સામાં તો ભાણીયાનો સમગ્ર પરિવાર મામાના સ્વર્ગવાસ પછી મામીનો કોઈ સહારો ન હોવા છતાં ઘટાદાર વટ’વૃક્ષ વડલા ની જેમ મામીના માથે છાયડો બનીને ઉભો રહ્યો છે.ત્યારે આપણો કાઠિયાવાડ અત્યંત લોકપ્રિય દુહો કહેવામાં અતિશયોક્તિ સહેજ પણ નથી કે,

જનની જણ તો ભક્ત જણજે,કાં દાતા, કાં શૂર,નહીં તો રે’જે વાંઝણી,તારુ મત ગુમાવીશ નૂર.
સ્ટોરી. કે.ડી.ભટ્ટ..

કાં દાતા, કાં શૂર,નહીં તો રે’જે વાંઝણી,તારુ મત ગુમાવીશ નૂર.

સ્ટોરી. કે.ડી.ભટ્ટ..

9909931560.

.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •