*બંધ મંદિરે બેવડાતું શ્રધ્ધા પ્રતિબિંબ : જગન્નાથ મંદિર* *ઈમેજમેકર : શૈલેશ રાવલ* *9825072718*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

*Ahmedabad Jagannathji temple : Corona time*

બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીની અલૌકિક પ્રતિમાદર્શન કરાવતું પાંચેક સૈકા જૂનું અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર, જેના પ્રતિમા સ્વરુપ ભગવાન અષાઢી બીજે ત્રણ વૈભવીરથમાં સવાર થઇ ભક્તોને દર્શન આપવા સતત છેલ્લા 142 વર્ષોથી નગરયાત્રાએ નીકળે ત્યારે આખો દિવસ ચાલતી યાત્રાના પંદરેક કિલોમીટર લાંબા રસ્તે કીડીયારુ ઉભરાય તેમ માનવ મહેરામણ ઉમટે છે. નગરજનો પ્રભુ પ્રતિમા દર્શન કાજે તલસે, કલાકો પ્રતિક્ષા કરે, છતાં જે દર્શન ના થાય, તેવા નયનરમ્ય દર્શન કોરોના ટાણે થયા છે. અત્યારે ભારતના બધાજ મોટો મંદિરો, ધર્મસ્થાનો બંધ છે ત્યારે જગન્નાથ મંદિર પણ બંધ જ હોય તે સહજ છે. નિત્યક્રમના સફાઈ, આરતી, પૂજા વખતે માત્ર પૂજારી કે પરિસરમાં રહેતા સહાયકો જ હાજર હોય ત્યારે મંદિર મંડપમાં ઝિલાયેલું મનમોહક દ્રશ્ય સમયને સ્થિર કરી સાથેસાથે ભૂતકાળની દિવ્યતાનો સાક્ષાત્કાર કરાવે છે. મંદિર રીનોવેશન પછીની નવી બાંધણીમાં ગર્ભગૃહ અને મંડપ રચનામાં પરિવર્તન પછી છેલ્લા દશકમાં મંદિર પરિસર ભક્તજનો વગર ખાલી હોય, તે આશ્ચર્ય વચ્ચે પ્રશ્ન એ થાય કે, ક્યાંક એ જુનવાણી પરંપરામાં, ભગવાન મોસાળે જાય, ત્યારે મંદિરમાં પ્રતિમા ના હોય, તેમની આંખોને ચેપી રોગ ના થાય માટે આ ટાણે પ્રતિમાની આંખે પાટા બંધાય, વગેરે આજના સમય માટે, આ કોરોના જેવા રોગ થી રક્ષણ માટે, લૉકડાઉન કે કોરોનટાઇનની ચેતવણી તો નહી હોય ને.! આ કપરા કોરોના સમયે જગન્નાથજી મંદિર પરિસરમાં ઉપસેલી આ અદભુત પ્રતિબિંબયુક્ત છબી માનવીની આસ્થા અને શ્રધ્ધા બંને બેવડાવે છે, આવનારા દિવસોમાં પ્રભુની ઈચ્છા હશે તો નગરયાત્રા માટેના સંજોગો જરૂર અનુકૂળ બની રહેશે.
#jagannath_temple #ahmedabad #gujarat #imagemaker #shaileah #raval #જગન્નાથજી_મંદિર #અમદાવાદ #ઈમેજમેકર #શૈલેશ #રાવલ #photographer #photojournalist

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •