“તોયે અમે રાજી ” – દિલીપ માલવણિયા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

*”તોયે અમે રાજી “*

નથી બહું ઊંચા અરમાન મારે,
રહેવાને નાનું દલડું મળે,
તોયે અમે રાજી.

મઘમઘતા અત્તર નથી જોતાં મારે
મહેકતું એક ફૂલડું મળે,
તોયે અમે રાજી.

ખુદાનેય તકલીફ નથી દેવી મારે,
તારાં અમીનુ એક ઝરણું મળે,
તોયે અમે રાજી.

ઈબાદત પર ભરોસો એટલો મારે
કે આ વમળમાંથી તરણું મળે,
તોયે અમે રાજી.

ચાંદ પર પહોંચવું નથી મારે,
દુઃખીના દર્દ લૂછવા પૂમડું મળે,
તોયે અમે રાજી.

*દિલીપ માલવણિયા.*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •