જ્યારે મટીરીયલ ખલાસ થઇ જતા ચિત્રકારે શું કર્યું.?- કુલીન પટેલ.ઇન્ટિરિયર ડિઝાઈનર અને આર્ટિસ્ટ (જીવ).

સમાચાર

આ ચિત્રો લૉક ડાઉન માં બિલકુલ સહજ આનંદ થી બનાવેલ છે .અને ચિત્ર ની સાઈઝ પાછળ પણ લૉક ડાઉન જવાબદાર છે .. મારી પાસે 20″×30″ નાં પેપર હાજર હતાં .. અને એક શીટ માં થી બે બનાવીને વધારે ચિત્રો બને એ હેતુસર મને એક વર્ટિકલ સાઈઝ માં જુદાજ પ્રકારનો અનુભવ થયો … જો વધારે પેપર રેગ્યુલર મળતાં હોત તો આ નવી જ સાઈઝ નું નિર્માણ નાં થઈ શક્યું હોત … લૉક ડાઉન માં ભય સાથે બધાં જીવતા હતાં અને એ સમયગાળા માં ફક્ત ટીવી ન્યૂઝ જોઈને એક નેગેટિવ ભય ઉત્પન્ન થતો .મે આ સમય નો સદુપયોગ કરી રોજે નવાં નવાં રંગો અને આકૃતિ દ્વારા ચિત્ર સર્જન કરી મારાં મન ને પોઝિટિવ કર્યું હતું …

એક ખોખાં ને ખોલીને તેનાં પર પણ ચિત્ર નો આનંદ કર્યો હતો ..

જુદાં જુદાં પ્રકાર નાં ખોખાં જેવાં કે સીંગતેલ નું ખોખું ,ટૂથપેસ્ટ નું ખોખું ,લિકર નું ખોખું વગેરે પર ચિત્ર સર્જન કરવાની ખુબ મજા પડી

જો લૉક ડાઉન નાં હોત તો આવાં અખતરા કરવાનો સમય ના મળત … બધું મટીરીયલ ખલાસ થઈ ગયું પછી આવાં ખોખાં ને શોધીને તેને ખોલ્યા અને તેનાં પર આ સર્જન કર્યું …

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •