જાગો ગ્રાહક, જાગો…. શિક્ષણ સત્ર હજુ તો ચાલુ નથી થયા પરંતુ કેટલીક શાળાઓએ વર્ષ ૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષની ફી ઉઘરાવવાનું ચાલુ કરી દીધુ.. પ્રિયંકા જોશી ભટ્ટ.

સમાચાર

જાગો ગ્રાહક, જાગો….

શિક્ષણ સત્ર હજુ તો ચાલુ નથી થયા અને
ક્યારે ચાલુ થશે તે પણ નિશ્ચિત નથી.

પરંતુ ગુજરાતના મોટાભાગના શહેર, જિલ્લા આને તાલુકા કેંદ્ર પર ચાલતી કેટલીક મોટા,મધ્યમ અને નાના નામવાળી શિક્ષણની (ફેક્ટરી)દુકાનોએ, વર્તમાન પરિસ્થિતિ,સરકારી સૂચનાને ઘોળીને પી જઈ, વર્ષ ૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષ ની ફી ઉઘરાવવાનું ચાલુ કરી દીધેલ છે.

શિક્ષણનું વેપારીકરણ, રાજ્યના મધ્યમ વર્ગના લાખો વાલીઓને
ડંખી રહ્યું છે.

આ મામલે, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ની ટીમે સાત પ્રમુખ શહેરોની શાળા અંગે ફી બાબતે માહિતી એકત્ર કરી છે.
આજે આ મિટિંગમાં ગુજરાતના અમદાવાદ,વડોદરા, જુનાગઢ ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા આને ચર્ચા વિચારણા કરી નિર્ણય કર્યો:

(૧) સરકાર તમામ ખાનગી પ્રાથમિક સ્કૂલના ત્રણ મહિના ની ફી માફી માટે પરિપત્ર બહાર પાડે. ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે તો શિક્ષણ જગતની આ સમસ્યા પણ દૂર કરે.
(૨) શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવશ્રી ને પત્ર દ્વારા રજુઆત આજે મેઇલ થી કરેલ છે.
(૩) અખિલ ભારતીય ગ્રાહક પંચાયત. ગુગલ લિંક દ્વારા વાલી પાસેથી ફોર્મ ભરાવનાર છે, આપ આ ફોર્મ ભરાવી ને સબમીટ કરશોજી.
(૪) ૩૦ મેં નાં રોજ તમામ જીલ્લા કલેકટરશ્રીઓને ગ્રાહક પંચાયત આ ફી માફી માટે આવેદનપત્ર રુબરુ માં આપશે.

(૫) આપને વિનંતી છે કે (જ્યારે ત્રણ મહિનાથી બધાંના ધંધા રોજગાર બંધ જ છે, તો મધ્યમ વર્ગ વ્યક્તિ પોતાનાં બાળકોની ફી મરે કરવા રીતે?? )આપ જવાબદાર નાગરિક છો, તો આપ પણ આ પોસ્ટ વધુમાં વધુ આપણા ગ્રુપમાં શેયર કરો.

(૬) ગુગલ લિંક પર ક્લિક કરી અને ફોર્મ માં માહિતી ભરીને સબમિટ કરો અને કરાવો : https://docs.google.com/forms/d/e/1FAIpQLSceVk24XNUf5R2IGbmAvqINk1C5TcBtqfqv8ZKV0Iw1sPHmNg/viewform

આવો આ પ્રશ્નને સાથે મળીને ઉકેલ તરફ લઇ જઇએ.

જયંત કથીરિયા
રાષ્ટ્રીય સહ સચિવ
૧૪.૦૫.૨૦૨૦

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •