કોરોના ભાગશે. – મન જયેશ શ્રીમાળી.

ગુજરાત ભારત

સુનાં રસ્તાને સુની શેરીયું રે લોલ,
સુનું પડ્યું આખું જગ જો,
કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ.
માનવ પુરાયો આજ પીંજરે રે લોલ,
ભાસે જગતમાં ભેંકાર જો,
કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ.
શરદી ખાંસી તાવ આવતો રે લોલ,
જડ્યો નૈ એનો ઉપાય જો,
કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ.
ઘરમાં તમે બધાં સૌ રહેજો રે લોલ,
વગર કામે બાર નૈ જાવ જો,
કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ.
હાથ કોઈથી ના મિલાવતા રે લોલ,
દૂરથી જ કરજો પ્રણામ જો,
કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ.
કપડા ટુવાલ જુદા રાખજો રે લોલ,
સાબુથી ધોજો તમે હાથ જો,
કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ.
ગુજરાતની રક્ષા તમે કરજો રે લોલ,
સરકારની વાત તમે માનજો,
ઘરમાં ર’જો કોરોના ભાગશે રે લોલ.

મન જયેશ શ્રીમાળી.ધો.5 નિલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ સાણંદ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •