કોબાના મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળીય ઘટના.

ભારત સમાચાર

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળીય ઘટના જોવા માટે દરવર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે, પરંતુ હાલ કોરોના મહાસંકટના કારણે લોકોને ઓનલાઈન યુટ્યૂબ પર દર્શન કર્યા હતા. અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે. વર્ષ 1987 બાદ દર વર્ષે 22મેએ સૂર્યતિલકના દર્શન થાય છે. ભક્તોએ ઓનલાઈન સૂર્યતિલકનો લાભ લઈ શકશે. હાલ કોરોના મહામારીના કારણે લોકો યુટ્યુબના માધ્યમથી લોકો દર્શન કરી શકશે.

ગાંધીનગરના મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં સૂર્ય તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે. ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો તે નજારો જોવા માટે ઉમટતા હોય છે. આ પ્રસંગને ખાસ માનવામાં આવે છે. આજે બપોરે 2.07 મિનિટે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર સૂર્યતિલક થયું હતું.

આ પ્રસંગને વિજ્ઞાન અને ધર્મને જોડતો અદભૂત સમન્વય માનવામાં આવે છે. છેલ્લાં 30 વર્ષથી અદભૂત સુર્યતિલક કોબાના જૈન મંદિરમાં એક જ દિવસે જોવા મળે છે. આ અદભુત સૂર્યતિલકની ઘટના ગુરુસ્મૃતિ અને ગુરુભક્તિનું અજોડ પ્રતીક બની છે.

દર વર્ષે માત્ર આ સાત મિનિટ સુધી ભક્તોને આ નજારાનો આનંદ માણવા મળતો હોય છે, તેથી અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. પરંતુ ચાલું વર્ષ કોરોનાનું ગ્રહણ નડતા લોકોએ ઓનલાઈન દર્શન કરવા પડે છે. દેશભરનાં જૈન તીર્થોમાં એકમાત્ર કોબાના જિનાલયમાં પ્રતિ વર્ષ આ અલૌકિક દ્રશ્ય રચાય છે. તમને જણાવી દઇએ કે, અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •