એક અડાલજ આવું પણ…..અને કોરોના’

ગુજરાત ભારત સમાચાર

સોશ્યિલ મીડિયામાં ’ એક અડાલજ આવું પણ…..’ ટાઇટલ નીચેનો મેસેજ કોરોના વાયરસથી બચવાની લોકોને જાગૃત્તિ આપી રહ્યું છે.
ગાંધીનગર: ગુરૂવાર: સમગ્ર ગુજરાત સહિત વિશ્વમાં અડાલજ ગામ તેની ઐતિહાસિક વાવના કારણે સુપ્રખ્યાત છે. આ અડાલજ ગામનું નામ આજે કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ એક જાગૃતિ ફેલાવી રહ્યું છે. ચાર અક્ષરના ગામના નામને સુવ્યસ્થિત રીતે કોરોનાના સંક્રમણ અટકાવવા માટે એક – એક શબ્દ પકડી વાક્ય બનાવવામાં આવ્યું છે. જે સોશ્યિલ મીડિયામાં ચાલી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામનું નામ પડે એટલે સૌ કોઇ તેની વાવને યાદ કરે છે. જે તે સમયે આ વાવ વટેમાર્ગુઓને તરસ છીપાવવાનું ઉમદા કાર્ય કરતી હતી. તે પછી આ સાતમાળની અડાલજની વાવ સમગ્ર ગાંધીનગર જિલ્લાનું ઐતિહાસિક ધરેણું બની ગયું છે. કોરોના વાયરસમાં પણ અડાલજ ગામનું નામ કોરોના સંક્રમણ અટકાવવા માટેનો સંદેશ આપતો હોય તેવું લાગી રહ્યું છે. આજે ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામના એક – એક શબ્દ થી કોરોના સંક્રમણ અટકાવવા માટેની જાગૃતિ આપતું અનોખું સુત્ર બનાવી સોશ્યિલ મીડિયા પર ચાલી રહ્યું હતું.
આ સોશ્યિલ મીડિયાના મેસેજમાં એક અડાલજ આવું પણ… ? તેવા હેડીંગ નીચે અડાલજ એટલે અ : અડતા નહી કોઇને ને રેજો બધા ઘરમાં, ડા : ડરતા નહી કોરોનાથી જતો રહેશે એતો દૂર, લ : લગાવજો હાથે સેનિટાઇઝર ને બાંધજો મોઢે માસ્ક, જ : જતાં નહી કામ વગર ધરની બહાર ને આમ જ જીતી જશે કોરોનાથી મારું અડાલજ આવું , તેવા હેઠળ કોરોના અંગેની જાગૃતિ આપવાનો ઉમદા અભિગમ સોશ્યિલ મીડિયામાં દિવસ દરમ્યાન ચાલી રહ્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •