ઈટલીની ૩૦૦ કંપનીઓ પર ચીનનો કબજો છે..⁉️

સમાચાર

કોરોના વાઇરસથી સહુથી પહેલાં બરબાદ થનારું રાષ્ટ્ર ઈટલી હતું. છ કરોડની વસતી ધરાવતા આ દેશમાં ૨૮ હજારથી વધુ લોકો મોતને ભેટયા. *ઈટલીની આ માનવ હોનારતની પાછળ શું કારણ છે તેની વિસ્તૃત નોંધ “જિઆકોમનો નિકોલાજો” નામના ઈટલીના એક સુપ્રસિદ્ધ લેખકે લોકો સમક્ષ મૂકી છે. અમેરિકામાં સેન્ટ્રલ પેન્સિલવેનિયા ખાતે જન્મેલા… ઈટલીના આ લેખક… હાલ ઈટલીના લોબાર્ડી નજીકના એક ગામમાં રહે છે.*
💥
તેઓ લખે છેઃ ‘હું અત્યારે મારા ઘરમાં જ આઈસોલેશનમાં છું. ઈટલીનાં મોટાભાગનાં શહેરો ભેંકાર છે. બધું જ બંધ છે. મ્યુઝિયમ્સ અને થિયેટર્સ બંધ છે. વેટિકન સિટીએ તેના દરવાજા બંધ કરી દીધા છે. ઈટલીના છ કરોડ લોકો લોકડાઉનમાં બંધ છે. *આ બધું એક વોર ઝોન જેવું લાગે છે અને અમે તેના કેદીઓ જેવા લાગીએ છીએ. ફક્ત અમને અમારો દુશ્મન દેખાતો નથી..‼️*
💥
‘પરંતુ ઈટલીમાં આ વાઇરસ કેવી રીતે આવ્યો તેની સ્ટોરી હું તમને કહેવા જઈ રહ્યો છું. આ પરિસ્થિતિ માટે કમ્યુનિસ્ટ અર્થાત્ સામ્યવાદી વિચારધારા જ જવાબદાર છે.’ કેવી રીતે? હું તમને જણાવું છું.
💥
*આ ઘટનાની શરૂઆત ૨૦૧૪થી થાય છે. “માર્ટીઓ રેન્ઝી” નામના રાજકારણી અગાઉ ઈટલીના ફ્લોરન્સ શહેરના મેયર હતા.*તેઓ ઈટલીની ક્મ્યુનિસ્ટ પાર્ટી માર્ટિઓ ડેમોક્રેટિક્સના લીડર હતા. ગમે તેમ કરીને તેઓ ઈટલીના વડાપ્રધાન બનવામાં સફળ નીવડયા.*
💥
*●એમના આવ્યા બાદ ઈટલીના અર્થતંત્રમાં વિચિત્ર હરકતો થવા લાગી. બેંકો ફેલ થઈ જવા લાગી, પણ બંધ ન થઈ. ●નિવૃત્તિવય વધારવામાં આવી. કારણ એ હતું કે સરકાર પાસે પેન્શન ફંડ ખૂટી પડયું હતું. ●ઈટલીમાં સેલ્સ ટેક્સ ૧૮ ટકાથી વધારીને ૨૨ ટકા સુધી લઈ જવાયો. ઈટલીનું અર્થતંત્ર કથળવા લાગ્યું અને બરાબર એ જ સમયે ચીનના લોકો એ ઈટલીના મોટા વેપારધંધા અને રિયલ એસ્ટેટની ખરીદી કરવા માંડી.*
💥
*ઈટલીના વડાપ્રધાન માર્ટીઓ રેન્ઝી અને ચીનની સરકાર વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું હતું. ચીનાઓ ઈટલીનો બિઝનેસ, ફાઈનાન્સ કંપનીઓ, ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ, ઉદ્યોગો અને ઈટલીના ફેશન ઉદ્યોગને આડેધડ ખરીદી રહ્યા હતા.*
💥
✅કારણ ખબર નથી.. પરંતુ આ બધું ઈટલીના મિલાનો શહેરમાં થઈ રહ્યું હતું. *ચીન ઈટલીના કાનૂન અને યુરોપિયન યુનિયન અને અમેરિકાના ટ્રેડ કરારની ઐસી કી તૈસી કરીને ઈટલીનો બિઝનેસ પોતાના હસ્તક કરી રહ્યું હતું. આ બધું ખોટું ચાલી રહ્યું હોવા છતાં અમેરિકાના તે વખતના પ્રેસિડેન્ટ ઓબામા કે બ્રિટનના વડાપ્રધાન કેમેરોન તેમના દેશના ડિફેન્સમાં એક શબ્દ પણ બોલ્યા નહીં..‼️*
✅પરિણામે ૨૦૧૪માં ચીને ઈટલીની છ બિલિયન યૂરોની ઈકોનોમી પર પોતાનો પગદંડો જમાવી દીધો. ૧૦૦ મિલિયન યૂરોની કિંમતની કેટલીયે કંપનીઓ ખરીદી લીધી. ૨૦૧૬માં ઈટલીના વડાપ્રધાન તરીકે માર્ટિઓ રેન્ઝીએ પદ છોડયું.
*✅ચીને ઈટલીના બાવન બિલિયન યૂરોનો બિઝનેસ હસ્તગત કરી લીધો હતો. ઈટલીની ૩૦૦ કંપનીઓ ખરીદી લીધી હતી. તે ચીનના કોર્પોરેટ ક્ષેત્રના ૨૭ ટકા થાય છે.*
💥
✅•ચોંકાવનારી વાત એ છે કે *ઈટલીની પાંચ મુખ્ય બેંકોની માલિકી* ચીનની *ધી બેંક ઓફ ચાઈના છે..!*
•અહીં, *”ચાઈના મિલાનો ઈક્વિટી એક્સચેન્જ”* ખોલવામાં આવ્યું હતું અને તે પછી તરત જ ઈટલીની સંપત્તિ ધીમેધીમે ચીન તરફ વહાવી દેવામાં આવી હતી. ચીને *”માઈક્રોવેવ રિસર્ચ”* ના નામે એક સેન્ટર પણ ઈટલીમાં ખોલેલું છે જેનો હેતુ “ડેન્જરસ ગણાતી *”૫ય્ ટેક્નોલોજી”* માં રિસર્ચ કરવાનું છે..!!

✅હવે ઈટલીના મોટર ઉદ્યોગ ક્ષેત્રની વાત. જાપાનની હોન્ડા કે ટોયોટો જેવી કંપનીઓ આવી એ પહેલાં ઈટલીની ફિયાટ મોટર કંપની વિશ્વભરમાં જાણીતી હતી. •હવે ફિયાટ કંપનીમાં પણ ચીન મોટો હિસ્સો ધરાવે છે. •ઉપરાંત “પ્રિસ્મીન” અને “ટેર્ના” માં પણ ચીનનો મોટો હિસ્સો છે.
✅તમને જાણીને આશ્ચર્ય થશે કે •ઈટલીમાં જ્યારે તમે તમારી કારમાં ‘પીરેલી’ બ્રાન્ડનાં ટાયર્સ નંખાવો છો ત્યારે તેનો નફો ચીનને જાય છે એ જ રીતે •દરિયામાં ફરવાની યાટ બનાવતી વિશ્વની ‘ફેરેતી યાચીસ’ કંપની હવે ફેરેતી ફેમિલીની રહી નથી.

✅ઈટલી ફેશન ઈન્ડસ્ટ્રી માટે જાણીતું છે. ગારમેન્ટ્સ બનાવતી •(૧) ધી પિનાકો વેલિનો •(૨) મિસ સિક્સ્ટી •(૩) ર્સિગઓ ટેકિની •(૪) રોબર્ટા ડી કેમેરિનો અને •(૫) મેરિએલા બુરાની જેવી બ્રાન્ડની કંપનીઓનો ૧૦૦ ટકા હિસ્સો ચીનનો છે.
💥
આ બધું જ ઈટલીના ભૂતપૂર્વ વડાપ્રધાન રેન્ઝીના સમયમાં થયું. રેન્ઝીની સરકારે ચીનને અનિયંત્રિત અને અગવડ વિના ઈટલીમાં પ્રવેશવાની તમામ છૂટ આપી દીધી હતી. કેટલાકનું કસ્ટમ ઈન્સ્પેક્શન પણ થતું નહોતું. ઈટલીના લોબાર્ડીમાં હજારો ચીનાઓની અવરજવર થતી રહી. અહીંની જાણીતી બ્રાન્ડના ગારમેન્ટ્સ પર ‘મેઈડ ઈન ઈટલી’ લખાતું હતું પણ તે કંપનીઓની માલિકી ચીનની હતી અને છે.
💥
આ બધાના કારણે ઈટલીના લોમ્બાર્ડીમાં ચીનથી આવેલો કોરોના વાઇરસ સહુથી પહેલાં દેખાયો. ●લોમ્બાર્ડીમાં હજારો ચીનાઓની વસાહત છે. ●અહીં ચીનની મોટી ભાગીદારીવાળી ‘ગુચ્ચી’ અને ‘પ્રાડા’ જેવી કંપનીઓ છે. ચીનથી આવેલા કોરાના વાઇરસથી બીમાર લોકોથી લોમ્બાર્ડીની હોસ્પિટલો ઊભરાઈ ગઈ અને થોડા જ વખતમાં એ રોગ આખા ઈટલીમાં ફેલાઈ ગયો તેની સાથેસાથે ઈટલીનું આરોગ્યતંત્ર ભાંગી પડયું. એક દિવસ પરિસ્થિતિ એવી આવી કે ઈટલીમાં મૃત્યુઆંક ૨૮,૦૦૦ને વટાવી ગયો. આજે ઈટલીનું અર્થતંત્ર ભાંગી પડયું છે, કારણ કે મોટાભાગની ચીનની કંપનીઓએ ઈટલીમાંથી નાણાં કમાઈએ પૈસા ચીનભેગા કરી દીધા છે.
💥
●ઈટલીમાં કેટલાયે પરિવારોએ તેમનાં સ્વજન ગુમાવ્યાં છે. હજારો પરિવારોમાં માતમ છે. ●જે જીવે છે તેમાંથી ૩૫થી ૪૦ વર્ષનાં યુવક-યુવતીઓ બેકાર છે. ●ચીને ઈટલીની પ્રજાને અને તેના અર્થતંત્રને ધ્વસ્ત કરી નાંખ્યું છે.

*⁉️કોનો વાંક..?
*ચીનનો કે ચીનને પોતાના દેશમાં પ્રવેશ આપનાર ઈટલીના નેતાઓનો..??*

સોર્સ. વાઇરલ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •