લઘુકથા. ચંદુલાલ

સમાચાર

મૂળ આપણા ચંદુલાલ મેનેજમેન્ટના દોઢા અભ્યાસુ. આખી જિંદગી બધાને સલાહ આપતા રહ્યા. કોરોનાને કારણે ચંદુલાલ આખો દિવસ ઘરમાં કંટાળવા લાગ્યા. તેમના પત્ની પાસે કામ માંગતા, પણ ચંદુલાલની દરેક બાબતમાં મેનેજમેન્ટ એડવાઇઝને કારણે પત્ની ટાળતી. ચંદુલાલ ઘર પણ મેનેજમેન્ટ નિયમો આધિન ચલાવવા ઇચ્છતા. દરેક બાબતમાં લાંબા લેક્ચર આપતા.
અચાનક પત્નીને ઘરમાં કૂંડાઓ નજરે પડતા તેની કાળજી લેવા ચંદુલાલને કહ્યું.
ચંદુલાલની ફિલોસોફી કે દરેક કામ સિસ્ટમથી થવું જોઈએ. યેનકેન પ્રકારે બહાર જઇને કૂંડાઓ માટે ખરપડી લાવ્યા, ખરપડી જોડે જોડે સિસ્ટમથી કામ કરવા પાવડો પણ લેતા આવ્યા. ચંદુલાલના પત્ની, પડોશીઓ સહિત સહુ આઘાતમાં છે કે કૂંડાઓ જાળવવા પાવડો શું કામ કરતો હશે…ચંદુલાલના મતે સિસ્ટમ એટલે સિસ્ટમ….
સોશિયલ મિડીયા પર કે ઘરમાં સલાહો આપતા ચંદુલાલો, ખરપડીની જરૂર પણ ન હોય તો પાવડાની સલાહ ન આપશો….યે તુમ્હારા ઘર હૈ…હોટલ કે ઓફીસ નહીં…ઘર એટલે અસ્તવ્યસ્ત….. સમય પર ન પણ થાય. અચાનક વર્ષો પછી ચંદુલાલો ઘરે રહ્યા અને વિચારે કે આવું તો ચાલતું હોય…આ આવું જ હોય…મજા કરો, પ્રેમ કરો, લખો, વાંચો….

Deval Shastri🌹

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply