*ચૈત્રી નવરાત્રિનો વૈજ્ઞાનિક અભિગમ – શિલ્પા શાહ, ડાયરેકટર ઇન્ચાર્જ, એચ. કે. બીબીએ કોલેજ.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આપણી સંસ્કૃતિમાં અનેક ધાર્મિક ક્રિયાઓ છે જે તમામ સમાજના ઉત્થાન તેમજ શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટેની વ્યવસ્થા છે. વાસ્તવમાં કર્મકાંડ, મંત્રોચ્ચાર, યજ્ઞ, નૃત્ય કે સંગીત, ઉપવાસ કે તપ, યોગ કે ધ્યાન સર્વે એક યા બીજી રીતે પરમશક્તિ(આંતરિક શક્તિ ની વૃદ્ધિ) સુધી પહોંચવાના જ રસ્તા છે. કઠિન તપશ્ચર્યા સામાન્ય માણસ માટે સંભવ નથી. જેથી ઉપર દર્શાવેલ અનેક માર્ગોમાંથી વ્યક્તિ પોતાની શક્તિ અને રસ અનુસાર, પોતાની પ્રકૃતિને માફક આવે એવો સરળ રસ્તો શોધી શકે છે. પોતાની શક્તિ વધારવા કે પરમશક્તિ સુધી પહોંચવા તહેવારોની ઉજવણી ખૂબ ઊંડી અને વૈજ્ઞાનિક સમજણ સાથે કરવી એ કદાચ સૌથી સરળ અને ઉત્સાહસભર માર્ગ છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક અણુમાં એક પ્રચંડ શક્તિ છે. આજનો ટેકનોસેવી સમાજ જાણે છે કે તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ પાછળ શક્તિના સંપૂટ સમાન ઈલેક્ટ્રોન જવાબદાર છે. જો નિર્જીવ ગણાતા ઇલેક્ટ્રોનમાં આટલી શક્તિ હોય તો વિચારો જીવંત મનુષ્યની શક્તિ કેટલી હોય? પરંતુ તે બધી સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય છે જેને સક્રિય કરવા માટે ઈશ્વરની આરાધના, પૂજા-ભક્તિ, વ્રત, તપ, દયા-દાન, યોગ-ધ્યાન વગેરે ઉપયોગી છે. સાચું પૂછો તો જે વસ્તુ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નથી શીખવવામાં આવતી તે આપણને આપણા તહેવારો શીખવી જાય છે. જરૂર છે માત્ર આપણા તહેવારોને વૈજ્ઞાનિક રીતે શ્રદ્ધાપૂર્વક સમજવાની. ચૈત્રી નવરાત્રી શક્તિની આરાધનાના દિવસો છે. વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર સુદી નવરાત્રી અને આસો સુદિ નવરાત્રી બે પ્રગટ નવરાત્રી છે જ્યારે બાકીની બે ગુપ્તનવરાત્રિ છે. તમામ નવરાત્રિમાં નવ દિવસ સુધી સાધના કરવાનું મહત્વ છે. ઋતુ વિજ્ઞાન અનુસાર ચૈત્ર અને આસો બંને માસ શરદી અને ગરમીના સંધિકાળના મહત્વપૂર્ણ માસ છે. ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ ચૈત્રથી થાય છે. ‘નવ’ શબ્દ નવી કે નૂતન અર્થબોધક છે જયારે નવ સંખ્યાવાચક છે. આમ નૂતન સંવત્સરના પ્રારંભિક દિવસો હોવાથી તેને નવરાત્રી કહે છે. જેમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનો મહિમા છે. આમ પણ સર્જન અને પાલન કરવાની અનેરી શક્તિ માતા કે સ્ત્રીમાં જ રહેલી છે. આપણે સૌ જાણીએ છીએ ઈટની ચાર દિવાલોને(ઘરને) સ્વર્ગ બનાવવાની તાકાત સ્ત્રી સ્વરૂપ શક્તિમાં રહેલી છે. કૃષિપ્રધાન ભારત દેશમાં પાકની લણણીની દ્રષ્ટિએ ચૈત્ર અને આસો મહિનાનું વિશેષ મહત્વ છે. ચૈત્રમાં રવિપાક અને આસોમાં ખરીફ પાક તૈયાર થઈ ઘરમાં આવે છે, આમ સમૃદ્ધિ ઘરમાં આવવા બદલ શક્તિની આરાધના અને આભારવિધિ ઉત્તમ સંસ્કૃતિનું દર્શન કરાવે છે. બે ઋતુઓના સંધિકાળમાં અનેક જીવજંતુઓ અને રોગના જીવાણુઓનું સર્જન થતું હોય છે. પૂજાના નિમીત્તે રાત-દિવસ ઘીના દીવા, ધૂપ, અગરબત્તી, કપૂર વગેરેના ઉપયોગથી જીવાણુંઓ નાશ શક્ય બને છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન થતો યજ્ઞ, પૂજા-પાઠ, મંત્રોચ્ચાર, મીઠાવગરના ઉપવાસ,સત્કર્મો, લીમડાનું સેવન વગેરે તમામ પાછળ વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. ચૈત્રી નવરાત્રીમાં આ તમામની યથાર્થ સમજણ દ્વારા જરૂરી લાભ મેળવવાનું ચૂકશો નહીં.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply