*સુરત બાળકીના બળાત્કારીને ફાંસી આપવા સાબરમતી જેલમાં તૈયારી, ખોલીનું સમારકામ શરૂ કરાયું.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક મનોરંજન રાજનીતિ વિશેષ સમાચાર

સુરતની ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે આરોપી અનિલ યાદવને 29 ફેબ્રુઆરીએ અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી આપવામાં આવશે. આ આરોપીની ફાંસીની સજાને હાઇકોર્ટની બહાલીથી સેસન્સ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે. આ સિવાય ડેથ વોરન્ટ જારી કરીને 29મી ફેબ્રુઆરીએ ફાંસી આપવા હુકમ કર્યો છે. ડેથ વોરંટ જાહેર થતાં જ અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

એકબાજુ દિલ્હીમાં નિર્ભયા રેપ કેસનાં આરોપીઓને ફાંસી આપવા માટે ડેથ વોરંટ જાહેર થઈ ગયું છે. પણ કાયદાકીય ગુંચવણોને કારણે તમામ આરોપીઓની ફાંસી પર તારીખ પે તારીખ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આખો દેશ રાહ જોઈ રહ્યો છે કે આખરે ક્યારે નિર્ભયાના દોષીઓને ફાંસી અપાશે. તે વચ્ચે સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસ મામલે અનિલ યાદવની ફાંસીની સજાને હાઇકોર્ટની બહાલીથી સેસન્સ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે.

29મી ફેબ્રુઆરીએ ફાંસી આપવા કોર્ટે ડેથ વોરંટ જાહેર કરતાં અમદાવાદની સાબરમતી જેલમાં આરોપીને ફાંસી આપવા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ઘણાં વર્ષો બાદ સાબરમતી જેલમાં કોઇ આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે. અમદાવાદની સાબરમતી જેલમાં વર્ષોથી જર્જરીત અવસ્થામાં મૂકાયેલી ફાંસીની ખોલીનું સમારકામ અને કલરકામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

ગુજરાતમાં છેલ્લે રાજકોટમાં 1989માં ફાંસી આપવામાં આવી હતી. 56 વર્ષ બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવશે. ગુજરાતમાં વર્ષોથી જલ્લાદ જ નથી. જેને કારણે ફાંસી આપવા માટે જલ્લાદને બિહાર કે યરવડા જેલમાંથી બોલાવાશે.
Sureshvadher only news group
9712193266

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •