*સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોના બનાવટી રબર ફિંગર પ્રિન્ટ બનાવી એજન્ટો અને દુકાનદારો વચ્ચે ચાલતા કમિશનના કૌભાંડમાં સાઇબર ક્રાઇમે વધુ 4 લોકોની ધરપકડ કરી.*- સંજીવ રાજપુત.*

સમાચાર

અમદાવાદ: સસ્તા અનાજની દુકાનોમાં આવતા ગ્રાહકોના ડેટા મેળવી તેમના નામે રેશનિંગનું અનાજ મેળવી ગ્રાહકોના બનાવટી રબર ફિંગર પ્રિન્ટ બનાવી એજન્ટો અને દુકાનદારો વચ્ચે ચાલતા કમિશનના કૌભાંડમાં સાઇબર ક્રાઇમે વધુ 4 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ આરોપીઓમાં આણંદ મામલતદાર કચેરીના કમ્પ્યૂટર ઓપરેટરનો પણ સમાવેશ થાય છે. સાઇબર ક્રાઈમે ગત 6 ડિસેમ્બરે સરકારી અનાજનો જથ્થો ગ્રાહકોની જાણ બહાર વેચી આર્થિક લાભ લેવાના કૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી ભરત ચૌધરી (ગાંધીનગર)ની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આ કેસમાં વધુ 29 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ દરમિયાન સસ્તા અનાજના દુકાનદારોનો સંપર્ક કરી ફિંગરપ્રિન્ટ પૂરી પાડનારા મનહરસિંહ ડાભી (અમરેલી) સસ્તા અનાજની દુકાન ધરાવતા અમિત વિઠલાણી (વેરાવળ) ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરનારા પાંચાભાઈ પરમાર (બનાસકાંઠા) તથા આણંદ જિલ્લાના દુકાનદારોને ડીબીટી કરાવી આપનાર મામલતદાર કચેરી પુરવઠા વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા આકાશ મારવાડી (આણંદ)ની ધરપકડ કરવામાં આવી છે. સાઇબર ક્રાઈમે આ કૌભાંડમાં સંડોવાયેલા શબ્બીરહુસેન ખતાઈ (વેરાવળ) તથા સંદીપ કારિયા (વેરાવળ)ની 31 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી 3 જાન્યુઆરી સુધી રિમાન્ડ મેળવી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •