*સરકારની અતિવૃષ્ટિની ખેડૂતોને 1200 કરોડની સહાય યોજનામાં કૌભાંડ ઝડપાયું-*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રમત જગત સમાચાર

*#ગુજરાતના દરેક ખેડૂતોએ ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખશ્રી સાગરભાઈ રબારીને આપ્યાં ધન્યવાદ.*#

કચ્છ જિલ્લાનાં દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે,આ સરકાર દર વર્ષે ખેડૂતલક્ષી બજેટમાં સહાય જાહેર કરે છે.પરંતુ,આજે આપણે જોયું તેમ સુરેન્દ્રનગરના અણિયાળી ગામે 24 ખેડૂત પરિવારોને સરકાર તરફથી 13600/રૂ.ની સહાય લેખે 3,26,400/ જેવી મસમોટી રકમ ખેડૂતને વાયદાઓ કરી અથવા તંત્રની આંટીઘૂંટીમાં રાખી રૂપિયા લેભાગુ મળતીયાઓનાં ખાતામાં જમા લઈ ઉપાડી પણ લીધાં. જે લોકોએ આ સહાય યોજનાથી ખેડૂતોને અંધારામાં રાખ્યાં.આ કૌભાંડ સરકારનાં અધિકારીઓની મિલીભાગત સાથે તેઓનાં જ ઉભા કરાયેલાં માણસો બહાર આવશે.શંકા એ પણ સેવાય રહી છે.કે,આ કૌભાંડ ગુજરાત વ્યાપી પથરાયેલું હોય શકે અને કોઈ સ્થાનિક નેતાઓની પણ સંડોવણી ભવિષ્ય બહાર આવે તો આશ્ચર્યજનક હશે.
કારણ કે, કોઈ મોટા નેતા કે મોટા માથાની રહેમ નજર હોય તો જ આટલી મોટી રકમ ઉચાપત થઈ શકે.

સવાલ એ થાય છે.કે,આટ આટલું કૌભાંડ થઈ જતાં શું સરકારમાં બેઠેલાં નેતાઓને ખબર નહીં હોય?

સુરેન્દ્રનગરના અણિયાળીનાં આ લાખો, કરોડોનું કૌભાંડ બહાર આવતાં સાબિત થાય છે. કે, ગુજરાતનાં દરેક જિલ્લાની તપાસ કરવામાં આવે તો આ આંકડા સાથે ઘણી બધી માહિતીઓ બહાર આવે તેવી શક્યતા દ્રઢ બની છે.

આપણે આવેદનો આપતાં રહ્યા અને તંત્ર કૌભાંડ કરતું રહ્યુ.

આ કૌભાંડની સત્યતા એ છે.કે ખેડૂતો માટે દરેક જિલ્લામાં કલેક્ટરથી માંડી તલાટી,ગ્રામ્ય સરપંચો,તાલુકા વિકાસ અધિકારીઓને રજુઆત છત્તા કોઈ કાર્યવાહી કરતાં નથી.ફક્ત ખેડૂતોને આશ્વાસન આપી બંધ બારણે મૂરખ બનાવે છે.

પ્રશાંત ભટ્ટ.
ખેડૂત એકતા મંચ.
કચ્છ જિલ્લા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply