*વોડાફોન આઈડિયાના અસ્તિત્વ પર સંકટના વાદળો ઘેરાયા, કોર્પોરેટ જગતમાં સુપ્રીમના ચુકાદાથી ખળભળાટ : જીઓ, એરટેલ, વોડાઆઈડિયાનું 90% નિયંત્રણ છે.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર
નવીદિલ્હી, ૧૭મી માર્ચ સુધી એજીઆરની ચુકવણી કરવા સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યા બાદ બજારમાં ખળભળાટ મચી ગયો છે. કોર્પોરેટ જગતમાં પણ આજે આની ચર્ચા રહી હતી. વ્યાજ સાથે આ રકમ ચુકવવાની રહેશે. તમામ લોકો જાણે છે કે, વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ ભારતના મોબાઇલ માર્કેટમાં ૯૦ ટકા હિસ્સેદારી ધરાવે છે એરટેલ અને વોડાફોન બંને આ આદેશ બાદ ચિંતાતુર દેખાઈ રહી છે.આ હિલચાલથી બ્રિટિશ મહાકાય કંપની વોડાફોન સાથે સંયુક્ત સાહસ ધરાવનાર વોડાફોન-આઇડિયાના અસ્તિત્વ સામે સંકટ ઉભુ થઇ ગયું છે. ઓવરડ્યુની રકમ અભૂતપૂર્વ થઇ છે આજે આ ચુકાદા બાદ પ્રતિક્રિયા જાણી શકાય નથી પરંતુ વોડાફોન-આઇડિયા દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, તેના આદેશમાં સુધારો કરવાની જરૂર છે. સુધારો નહીં કરવાની સ્થિતિમાં કંપનીઓને તેમના અસ્તિત્વને ટકાવી રાખવામાં મુશ્કેલી પડશે. આ વર્ષમાં વોડાફોન – આઈડિયાની મુશ્કેલી જોરદારરીતે વધી ગઈ છે. સાથે સાથે ડોટના અધિકારીઓને પણ રિકવરી માટે સ્પષ્ટ સૂચના અપાઈ છે.

અહેવાલ – રિપબ્લિક ઈન્ડિયા ટુડે ટીમ
તંત્રી – મહેશ રાજગોર :9725414362

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •