*વિશ્વભારતી સ્કૂલ શાહપુરના વાર્ષિક દિન નિમિત્તે યોજાયો ડાન્સ અને ટેલેન્ટ કાર્યક્રમ.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

વિશ્વભારતી સ્કૂલ શાહપુરના વાર્ષિક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ. શાહપુર સ્થિત વિશ્વભારતી સ્કૂલના વાર્ષિક દિન નિમિત્તે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ધોરણ એક થી આઠના બાળકો માટે શહેરના ટાગોર હોલમાં એક દિવસીય ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શૈક્ષણિક, સામાજિક સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકોની ઊગતી પ્રતિભાને બિરદાવી હતી. અભ્યાસની સાથે સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, તેઓ પોતાના પરિવાર, સમાજ, શહેર અને દેશ પ્રત્યેની જવાબદારી સમજે અને નિભાવે, સારા-નરસાનુ ભાન થાય, માતા-પિતા વડીલોનો આદર કરતા શીખે જેવી અનેક બાબતોને આવરી લઇ બાળકોની પ્રતિભાને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા. સવારથી સાંજ સુધી ત્રણ સેશનમાં ચાલેલા આ કાર્યક્રમમાં નિવૃત્ત જજ એન.આર. પઠાણ ,કેસનટ સ્કૂલના ડાયરેક્ટર નાસિર ખિલજી તથા આસિફ ખાન પઠાણ, બિઝનેસમેન કાદર મેમણ, બિલ્ડર શરીફ મેમણ, રિપબ્લિક હાઇસ્કુલના પ્રિન્સિપાલ રફીક કોઠારીયા, નિવૃત્ત આઇપીએસ મકબુલ અનાર વાલા, આઈસીઆઈસીઆઈના આઇ.ટી. ટ્રેનિંગના શેખ નુરૂલહુદા,આશિષ શુક્લા, મેહુલ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ નિહાળ્યો હતો. તથા તાળીઓના ગડગડાટથી બાળકોને બિરદાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ મજીઠિયાએ કર્યું હતું જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ ભારતી સ્કૂલ ના એમડી ઇરફાનભાઇ ચિશ્તી, ડાયરેક્ટર રાજુભાઈ બાગબાન સહીત શાળાના શિક્ષકો તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply