*વિરાણી સ્કુલ નું પ્રેરણાદાયી કાર્ય – ૧૪/ર/ર૦ વેલેન્ટાઈન ડેનાં દિવસે વિદ્યાર્થીઓ દવારા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

વિરાણી સ્કુલ નું પ્રેરણાદાયી કાર્ય – ૧૪/ર/ર૦ વેલેન્ટાઈન ડે નાં દિવસે વિદ્યાર્થીઓ દવારા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો

જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી વિદ્યાર્થીઓ દવારા ગાયોને ૪૦૦ કીલો ધઉંના લોટનાં લાડુ નો પ્રસાદ જમાડવામાં આવ્યા.

વિદ્યાર્થીઓને ગાયોને લાડવા ખવડાવી ઘરે જવા માટે નો અનુરોધ કરવામાં આવ્યા.

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ ન કરે અને ભારતીય સંસ્કૃતિ નું સન્માન કરતા થાય, પોતાના માતા-પિતાને સન્માન આપતા થાય, આદર સત્કાર કરતા થાય એવા શુભ હેતુથી તારીખ ૧૪/ર/ર૦, વેલેન્ટાઈન ડે ના રોજ વિરાણી સ્કુલ ના પ્રાથનાખંડમાં સવારે વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા ની પૂજા કરી.

જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી વિરાણી સ્કુલ ના વિદ્યાર્થીઓ આ જ દિવસે પોતાના માતા પિતાની પૂજા કરી ગાયોને લાડવા ખવડાવવાનું ભગીરથ કાર્ય કરી પૂણ્યનાં ભાગીદાર બન્યા હતા. આ માટે દરેક વિદ્યાર્થીઓને અગાઉથી જ કાર્યકર્તાઓ દવારા ૪૦૦ કીલો ધઉંના લોટમાંથી બનાવવામાં આવેલ લાડવાઓમાંથી પ્રત્યેક થેલીમાં ૧૦ ધઉંના લોટનાં લાડવા આપવામાં આવ્યા અને વિદ્યાર્થી તેમજ વાલીઓને ગાયોને લાડવા ખવડાવ્યા બાદ ઘરે જવાનો અનુરોધ કરાયો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દોલતસિંહ ચેોહાણ, વિરાણી સ્કુલનાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા સર, મીતલભાઈ ખેતાણી, ચીરાગભાઈ ધામેચા-જલારામ, મનસુખભાઈ કણસાગરા, ચંદુભાઈ ગોળવાળા, મહેશભાઈ જીવરાજાની, અલ્કાબેન ખગ્રામ, મનુભાઈ બલદેવ, ભાનુભાઈ ભટ, માંડણભાઈ ભરવાડ, દેવબુેન તથા ગ્રુપ વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply