*”મૂછાળી મા”થી માંડીને “હિચકી” સુધીની શિક્ષકની સફર બાળકોના સર્વાંગી વિકાસમાં કડિયાનું કામ કરે છે. લેખકઃ- સુચિતા ભટ્ટ (અમદાવાદ) કોલમઃ- “કલ્પનાના સૂર.”*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

કહેવાય છે કે એક શિક્ષક ધારે તો નિર્માણ પણ કરી શકે અને ધારે તો પ્રલય પણ કરી શકે. એક શિક્ષક જ ઈશ્વરે બનાવેલ એવુ સર્જન છે જે દુનિયાથી પર છે, તમારા ભવિષ્યને વિના સંકોચે તમે શિક્ષકને સોંપી શકો છો તેનું કારણ એક જ છે, શિક્ષક કડિયાનું કામ કરે છે. મા તો મહાન છે જ જે બાળક ને કષ્ટ વેઠીને આ દુનિયામા લાવે છે. પણ આ દુનિયામા લાવીને તેને દુનિયા શું છે? રીતભાત, વ્યક્તિત્વનું નિર્માણ, સાચા ખોટાની સમજ, સમાજ વિશેની માહિતી, શું યોગ્ય છે? શું યોગ્ય નથી. જેવી પાયાની કહી શકાય તેવી મોટા ભાગની બાબતો શિક્ષક જ શીખવી શકે. માતા પિતાનું કામ બાળક ને રસ્તો બતાવાનું છે, મિત્રો પરંતુ તેને હાથ પકડી મંજિલ સુધી લઈ જનાર એક શિક્ષક હોય છે. માટે જ કહેવાય છે શિક્ષક કભી સાધારણ નહિ હોતા. દક્ષિણામૂર્તિના સ્થાપક ગિજુભાઈ બધેકા એક આદર્શ શિક્ષક હતા. તેમણે પોતાના પુસ્તક “દિવાસ્વપ્ન”મા શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ, બાળક સાથે બાળક કઈ રીતે બનવું જોઈએ, જરૂર પાડે ત્યારે એક શિક્ષકે બાળકની માતા પણ બની જવું જોઈએ, શાળાને ઘર મા પરિવર્તન કરીને બાળકના સર્વાંગી વિકાસમા કઈ રીતે ભાગીદાર થવું તે તેમણે ખૂબ જ ભાવવહી રીતે દર્શાવેલ છે. તેમની “મૂછાળી મા”તરીકેની ઓળખ હતી. બાળકો સાથેનું તેમનું વર્તન મા કરતા પણ વિશેષ હતું. તેમની સાથે રહેતું બાળક ક્યારેય ઘરે જવાની જીદ ના કરતુ, કહેવાનો ભાવાર્થ તેઓ શાળામા જ પોતે મા અને શાળાને ઘર મા ફેરવી નાખતા. આજ કાલની પેઢીને ખરેખર આવા વાતાવરણની તાતી જરૂરિયાત છે. આપે હિચકી મૂવી જોયું હશે. ખૂબ જ હૃદયસ્પર્શી મૂવી છે. તેમાં એક શિક્ષકને કેટલા બધા ઉતાર ચડાવમાંથી પસાર થવું પડે છે. એ પણ અંગત રીતે પોતાનો કોઈ જ સ્વાર્થ ના હોવા છતાં પોતાના આત્મસમ્માનને નેવે મૂકીને એક એવી શાળાના બાળકોને જેમને બોલવાની, ચાલવાની, ઉઠવાની, બેસવાની પણ સમજ નહોતી. ગમે ત્યારે ગમે તેની સાથે ગમે તેમ બોલતા બાળકોને શિક્ષણના પાઠ શીખવીને સાથે સાથે તેમના પોતાના અંગત વ્યક્તિત્વના નિર્માણમા શિક્ષકનો મહત્વનો ફાળો દર્શાવેલ છે. શાળામાં અનિયમિત રહેતા બાળકો, ભણતર શું છે? તેની ભાવીમાં શું જરૂરિયાત છે? તે બાળકો તો દૂરની વાત પણ તેમના માતા પિતા પણ નહોતા જાણતા. ફક્ત દેખાદેખી અને બાળક ઘરે રહીને ખોટા રસ્તેના ચડી જાય તે માટે જ તેઓ બાળક ને શાળાએ મોકલતા બાકી શાળાનું મહત્વ અને શિક્ષણની ભવિષ્ય માટેની જરૂરીયાત ને તેમણે ક્યારેય સમજી નહોતી. હિચકી મૂવીમાં બાળકો અને વાલીઓના સફરની સાથે એક શિક્ષકની પણ સફર બતાવવામાં આવી છે. એક શિક્ષક પોતાના અંગત જીવનને નેવે મૂકી ને શાળા, બાળકો, વાલીઓ અને તેમની સમસ્યાઓમાં રસ લે અને રાત દિવસ તેમના ભવિષ્યના સુચારુ આયોજનમાં લગાવી દે તો એનાથી વિશેષ શિક્ષણની અને શિક્ષકની વ્યાખ્યા શું હોઈ શકે? હિચકી મૂવી બનાવવાનો ઉદ્દેશ્ય લોકો શિક્ષકના જીવનને સમજે, તેમણે આપેલા બલિદાન, તેમની પ્રામાણિકતા, તેમની નિષ્ઠવૃત્તિ, અને તેમની સફર ને હૃદયથી સમજીને તેમને કરેલા કામોના વળતર રૂપે સામાજિક પ્રતિષ્ઠા અને પ્રોત્સાહન મળે તો શિક્ષકમાં એક કુદરતી શક્તિ છે કે તે ભવિષ્યમાં સારા હીરાઓ ને નિર્માણ કરે. રાની મુખર્જી એ ખરેખર ખૂબ જ ઉમદા રોલ ભજવ્યો છે, તે પોતે ગળાના અસામાન્ય રોગ થી પીડિત હોત છે. જાહેરમા ઘણીવાર તે પોતાની જાત ને સાચવી શકતી નથી. પરંતુ તેનો આત્મવિશ્વાસ, એક ધૈર્યશીલ શિક્ષક, એક પ્રેમાળ માતા, એક સાચી માર્ગદર્શક, અને બાળકોની સમયની સાથે મિત્ર બની જઈ ને બાળકોને પોતે ક્યાં હતા અને શું બનાવી દીધા તે મૂવી માં આબેહૂબ જોઈ શકાય છે. આ તો વાત થઇ ફક્ત મૂછાળી મા અને હિચકી મૂવીની પરંતુ શું વાસ્તવિક જીવનમા આપણે શિક્ષકના સફર ને જાણી શકીએ છે? જવાબ હશે થોડા ઘણા અંશે ના. તેનું કારણ એ છે કે આપણે ક્યારેય અંગત રીતે બાળકો, તેમની પ્રવૃત્તિઓ અને જે વ્યક્તિ આ પ્રવૃત્તિ કરાવે છે તેમના જીવનમા રસ લીધો જ નથી. માટે આપણે તેમના જીવનને જાણી શકતા નથી. શિક્ષકએ બાળકોના જીવનમા કડિયા જેવું કામ કરે છે. આપણે તો ફક્ત સિમેન્ટ અને કાચી રેતી પલાળી ને આપી દઈએ છીએ, પરંતુ તેનો પાયો, ચણતર અને તેને આબેહૂબ કરવાનું કામ એક શિક્ષક કરે છે. પરંતુ અત્યારે આપણે જોઈએ કે શિક્ષકને જોઈએ તેટલી પ્રતિષ્ઠા મળતી નથી. શાળા બહારના ઘણા કાર્યો સોંપીને શિક્ષકનું શોષણ થાય છે. શું તે તંદુરસ્ત સમાજ માટે યોગ્ય છે? જો આપણે આપણા ભવિષ્યને ખૂબ જ આગળ લઈ જવું હશે તો આપણે શિક્ષકની સફરને સાચી દિશામા સમજીને તેમણે મદદરૂપ થઇ ને, તેમણે પ્રોત્સાહન આપી ને, તેમને વિશ્વાસમાં લઈ ને, તેમણે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે નવાજી ને સન્માન આપવું પડશે. તો આપણે સાચા અર્થમાં એક આદર્શ વ્યક્તિ, સમાજ,અને રાષ્ટ્ર,નું નિર્માણ કરી શકીશું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply