*નિર્ભયા કેસ : જાણો હજી કયા વિકલ્પ બચ્યા છે.દોષીઓ પાસે 7 દિવસનો સમય,*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2020, બુધવાર

નિર્ભયા કાંડના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે કહ્યુ હતુ કે, તમામને એક સાથે ફાંસી થશે.તેની સાથે સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે.

નિર્ભયાના દોષિતો પાસે હવે આ વિકલ્પ બચ્યા છે

અક્ષય ઠાકુર

2019માં તેની રીવ્યૂ પિટિશન ફગાવી દેવાયા બાદ તેણે 2020ની 28 જાન્યુઆરીએ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. રાષ્ટ્રપતિ સમક્ષ તેણે હજી સુધી દયાની અરજી કરી નથી. આ વિકલ્પ બાકી છે.

પવન ગુપ્તા

જુલાઈ 2018માં પવનની રીવ્યૂ પિટિશન ફગાવી દેવાઈ હતી. હજી સુધી તેણે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી નહી હોવાથી આ વિકલ્પ તેની પાસે છે

વિનય શર્મા

જુલાઈ 2018માં તેની રિવ્યૂ પિટિશન ફગાવી દેવાઈ હતી. ક્યુરેટિવ પિટિશન જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.હ વે તેની પાસે દયાની અરજીનો વિકલ્પ બાકી છે.

જેલના કાયદા હેઠળ દયા અરજી ફગાવી દેવાયા બાદ દોષિતને ફાંસી આપતા પહેલા 14 દિવસનો વિકલ્પ અપાય છે. જો એક મામલામાં એક થી વધારે દોષિતને ફાંસીની સજા થઈ હોય તો તમામને એક સાથે જ ફાંસી અપાય છે.

મુકેશ સિંહ

દોષી મુકેશ સિંહના તમામ વિકલ્પ ખતમ થઈ ચૂક્યા છે. તેણે દયા અરજી ફગાવવા વિરૂદ્ધ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ તેને પણ ફગાવી દેવાઈ હતી.

Tags :
Delhi
Supreme-Court
Nirbhaya-Rape-Case
Legal-Option

Sureshvadher only news group
9712193266

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •