*નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક મનોરંજન રાજનીતિ સમાચાર

નવી દિલ્હી, તા. 5. ફેબ્રુઆરી,2020 બુધવાર

નિર્ભયા કાંડના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે કહ્યુ હતુ કે, તમામને એક સાથે ફાંસી થશે.તેની સાથે સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નિર્ભયા કેસના દોષિતોનુ ડેથ વોરંટ બે વખત ટળી ચુક્યુ છે.કારણકે દોષિતોએ અલગ-અલગ સમયે કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કર્યો હતો.જોકે હવે તમામ દોષિતોને કોર્ટે આદેશ આપ્યો છે કે, તમારી પાસે જે પણ કાનૂની વિકલ્પ બાકી હોય તેનો ઉપયોગ એક સપ્તાહની અંદર જ કરી લેવાનો રહેશે.

કેન્દ્ર સરકારે એવી માગણી કરી હતી કે વહેલી તકે અપરાધીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવે કેમ કે આ અપરાધીઓ દયા અરજી અને ક્યૂરેટિવ પિટિશનનો સહારો લઇને જાણી જોઇને ફાંસીમાં વિલંબ કરાવી રહ્યા છે સાથે જ દિલ્હી સરકાર પર પણ વિલંબ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે બુધવારે હાઇકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે.

Sureshvadher only news group
9712193266

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •