*ગીત* કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીટી મરાય નહિ ? હૈયે જો પ્રેમ હો તો પ્રેમથી મરાય, કંઈ કાંકરીઓ શોધવા જવાય નહિ.- મધુસૂદન પટેલ ‘મધુ’*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

*ગીત*
કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીટી મરાય નહિ ?
હૈયે જો પ્રેમ હો તો પ્રેમથી મરાય, કંઈ કાંકરીઓ શોધવા જવાય નહિ.

નમણેરી ગરદનથી રોબોટી ઝાટકે પાછળ જુએ તો ભલે જુએ,
સેન્ડલની બીક સ્હેજ લાગે તો માનવું કે ઊતર્યો છું ઊંડે રે કૂવે,
એના છણકાને રૂડો ટહુકો ગણવાની હોય હિંમત તો પાછા હટાય નહિ.

ચકો-ચકી ને મગ-ચોખાનો સાર, ઘેર દાદા કે દાદીને પૂછવો,
મમ્મી ને પપ્પામાં ચોઇસ કરીને પછી હળવેથી મમરો તો મૂકવો,
કૉરટનું સર્ટી. તો કાગળ કહેવાય, એને અગ્નિનો ઑપ્શન મનાય નહિ.

મનના મહેતાજી કહે ખખડે છે વાસણ, તો કહેવાનું વાસણ તો ખખડે,
ઝઘડો તો એક અગનપંખીની જાત, રાખ ઊડે જરા ને પાંખ ફફડે,
જીવનમાં તોય યાદ રાખવાનું એટલું કે ઝઘડાને જીવતો રખાય નહિ.
*-મધુસૂદન પટેલ ‘મધુ’*
અગનપંખી = phoenix bird જે પોતાની રાખમાંથી ફરી બેઠું થાય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply