*એચ.એ.કોલેજમાં માતૃભાષાદિનની ઉજવણી મહાત્માગાંધીએ આત્મકથા માતૃભાષામાં લખી હતી.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજ રોજ માતૃભાષાદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ સેલીબ્રેશનમાં ગુજરાતી ભાષાના પુસ્તકોનું એક્ઝીબીશન રાખવામાં આવ્યું હતું. કોલેજનાં ઘણા વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકોનું વાંચન પણ કર્યું હતું. આ કાર્યકર્મના મુખ્ય વક્તા શ્રી વાડીભાઈ પટેલે કહ્યું હતું કે અંગ્રેજીનો પ્રભાવ પણ ના હોવો જોઈએ તથા ગુજરાતીનો અભાવ પણ ના હોવો જોઈએ . કોઈ પણ વ્યક્તિ પોતાની લાગણી તથા વિચારો વ્યકત કરવા માટે માતૃભાષા શ્રેષ્ઠ છે. કોલેજનાં પ્રા.મહેશ સોનારાએ કહ્યું હતું કે માતૃભાષા સાથે સંસ્કૃતી તથા આપણી ગરિમા રહેલી છે.તેથી ગુજરાતી ભાષાનું સંવર્ઘન થવું જોઈએ અને તેના પ્રચાર તથા પ્રસાર થવો જોઈએ. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું આજે સમાજમાં અંગ્રેજી ભાષાનો ક્રેઝ વધ્યો છે. દરેક માબાપ એવું ઈચ્છે છે કે પોતાનું બાળક ઘાણીફૂટે એમ અંગ્રેજી બોલાતું હોવું જોઈએ. પરંતુ વાસ્તવીકતા એ છે કે બાળક સાચું અંગ્રેજી તથા ગુજરાતી પણ બોલી શકતું નથી. કોઈ પણ બાળકનું પ્રાયમરી શિક્ષણ પોતાની માતૃભાષા માજ થવું જોઈએ. ગોઘરામાં યોજાયેલી કોંગ્રેસની રાજકીય પરિષદમાં જયારે મોહમ્મદઅલી ઝીણા પોતાનું વક્તવ્ય અંગ્રેજી ભાષામાં આપવાની શરૂઆત કરે છે ત્યારે ગાંધીજીએ ઝીણાને કહ્યું કે આપ ગુજરાતમાં છો તેથી આપનું પ્રવચન આપની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં આપો તે ઇચ્છનીય છે. આ રીતે મહાત્મા ગાંધી પણ માતૃભાષાનું સન્માન કરતા હતા , ગાંધીજીએ પોતાની આત્મકથા “સત્યના પ્રયોગો”પણ ગુજરાતીમાં લખીને પોતાની માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply