*ઉનાળો આકરો રહેશે : શેકાવા માટે તૈયાર રહેજો,ભારતીય હવામાન ખાતાની આગાહી : માર્ચ – એપ્રિલમાં સામાન્ય કરતા વધુ ગરમી રહેશેઃ તામિલનાડુમાં ચામડી દાઝે તેવી ગરમી પડશે. – સુરેશ વાઢેર.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

૨૦૧૨માં હવામાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડી મુજબ, માર્ચ મહિનામાં તાપમાનની આવર્તન અને સ્થિરતા ૦.૫-૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ મહિનામાં સરેરાશ તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના એક અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, હીટવેવના સંકેત અને તેની અસર હેઠળ આવતા વિસ્તારો અથવા હીટવેવના આકરા દિવસો સરેરાશ દિવસો કરતાં વધુ હોય તો તેવા વર્ષોને અલ નીનોના વર્ષો કહી શકાય. ભારતના ૧૦૩ સ્થળોની છેલ્લા ૫૦ વર્ષો (૧૯૬૧-૨૦૧૦)ની ઉનાળાની ઋતુ (માર્ચ થી જુલાઈ)ની માહિતી એકત્ર કરીને સ્ટડી કરવામાં આવ્યો છે. સ્ટડી મુજબ, ૧૧ અલ નીનો ૅ ૧(અલ નીનોનું સફળ વર્ષ) વર્ષોમાંથી ૯ વર્ષ દરમિયાન ભારતભરના હીટવેવના દિવસો કલાઈમેટોલિજકલ વેલ્યૂ કરતાં વધારે હતા.

ગયા વર્ષે ફેબ્રુઆરી જૂન સુધી અલ નીનોની સ્થિતિ જોવા મળી હતી. જુલાઈમાં અલ નીનોની સ્થિતિ ENSO-ન્યૂટ્રલ સ્થિતિ (અલ નીનો કે લા નીનાની સ્થિતિ નહીં)માં પરિવર્તિત થઈ અને આ જ સ્થિતિ રહી હતી. હાલ પેસિફિક સમુદ્ર ઉપર ENSO-ન્યૂટ્રલ સ્થિતિ પ્રવર્તી રહી છે. અલ નીનો અને લા નીના અનુક્રમે ‘નાના છોકરા’ અને ‘નાની છોકરી’ માટે વપરાતા સ્પેનિશ ભાષાના શબ્દો છે. પેસિફિક સમુદ્રના મધ્ય અને પૂર્વ વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થતી અનિયમિત ગરમીની સ્થિતિને અલ નીનો કહેવાય છે. જયારે લા નીના અલ નીનોનો તદ્દન વિરુદ્ઘ અર્થ દર્શાવે છે. વિષુવવૃત્ત પાસેના પેસિફિક સમુદ્ર પર થતી અનિયમિત ઠંડીની સ્થિતિને લા નીના કહેવાય છે.
Sureshvadher only news group
9712193266
ફેબ્રુઆરીના મધ્યથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વખતનો ઉનાળો દેશના મોટાભાગના વિસ્તારોમાં ધોમધખતો રહેવાનો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં તાપમાન વધુ રહેવાની ‘પ્રબળ શકયતા’ છે. એપ્રિલમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મોટાભાગના મહારાષ્ટ્રમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ૧-૧.૫ ડિગ્રી સેલ્સિઅસ ઊંચું રહેશે.

દક્ષિણ ભારત રાજયનો અને મહારાષ્ટ્ર માટે શિયાળાનો મહિનો હોવા છતાં ફેબ્રુઆરી થોડો ગરમ રહ્યો હતો. આગામી બે મહિનામાં ગરમીનો પારો ઊંચો ચડશે તેવી શકયતા છે. દેશમાં માર્ચ અને એપ્રિલમાં મહિનાનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ૧-૧.૫ ડિગ્રી સેલ્સિઅસ ઊંચું રહી શકે છે. ખાસ કરીને મધ્ય ભારતમાં આ સ્થિતિ જોવા મળશે. આગાહી મુજબ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતના કર્ણાટક, આંધપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજયોમાં સરેરાશ તાપમાન વધારે રહેશે. ગ્લોબલ વોર્મિંગના કારણે થતી ગ્રીનહાઉસ ઉત્સર્જન સાથે સંકળાયેલું ગ્લોબલ વોર્મિંગનું વલણ વધુ ગરમી માટે જવાબદાર છે.

એક અધિકારીએ કહ્યું, ‘હાલ તો હવામાનમાં અલ નીનો (તાપમાનને સામાન્ય કરતાં વધુ ગરમ બનાવે) જેવા આબોહવાના મોટાપાયાના પરિબળોની હાજરી વર્તાતી નથી. પરંતુ ગયા વર્ષે જૂન મહિના સુધી અલ નીનો જેવી સ્થિતિ જોવા મળી હતી. જેની અસર આ વર્ષના ઉનાળા પર જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહી શકે છે. આ સંભાવનાને ભૂતકાળમાં થયેલા એક સ્ટડીનો ટેકો મળ્યો છે.’

Sureshvadher

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply