*આજે વેલેન્ટાઈન ડે ..ના દિવસે એટલું જ કબૂલું ….પ્રેમ કહેવાની નહીં અનુભવવાની અનુભૂતિ છે … ડિસ્લેક્સીયાના દર્દી ને શબ્દો ઉલટસુલટ દેખાય છે ….એવીજ રીતે મને તારા વિનાની ઝીંદગી વિખરાયેલી લાગે છે ….!🌹- બીના પટેલ.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹જયારે જયારે હું મારા ઉમળકાને શબ્દોમાં વર્ણવું ત્યારે એક ચહેરો આંખ સામે ઝળુમ્બે એને કહું છું …સાચો પ્રેમ ….મૂડના હોય ત્યારે એનો હાથ મારા ખભે એ રીતે સ્પર્શે …મને લાગે ઘણું બધું કહી દીધું એ જકડને ..હું તો એને કહું સાચો પ્રેમ ..મારે ઉપવાસ હોય અને એ કહે આજે તો પેટ માં ઠીક નથી ખાલી ફ્રૂટ જ ખાઈશ …હું તો એને કહું પ્રેમ …
આજે વેલેન્ટાઈન ડે ..ના દિવસે એટલું જ કબૂલું ….પ્રેમ કહેવાની નહીં અનુભવવાની અનુભૂતિ છે …
ડિસ્લેક્સીયાના દર્દી ને શબ્દો ઉલટસુલટ દેખાય છે ….એવીજ રીતે મને તારા વિનાની ઝીંદગી વિખરાયેલી લાગે છે ….!🌹
તારા શબ્દોના આરોહઅવરોહ પરથી તારી પ્રસન્નતા માપી લવ …એજ મારી આવડત …મારી સતત પ્રશ્નો પૂછવાની આદતને …તારી અનોખી તર્કશક્તિ ને પ્રણામ …એવું કહેવાની તારી આવડત …🌹…મારા માટે તો આજ મારા વેલેન્ટાઈનડે ની મોજ છે … અને આજ મારી પ્રેમ અંગે ની સાહજિક કબૂલાત ….🌹🌹…

વૅલેન્ટાઇનડે સૌને
પ્રેમની સંવેદનાથી તરબોળ કરે એવી શુભેચ્છા સાથે …🌹🌹🌹

–બીના પટેલ 🌹🌹

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply