*CAA, મોદી-શાહ અને શાંતિદૂતો: હારમાં પણ જીત અને જીતમાં પણ જીત!*s *રંગ છલકે – કિન્નર આચાર્ય*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જરુરથી આ આર્ટીકલ પુરો વાંચવા વિનંતી
જયેશ ગાંધી
ઘાટલોડિયા
અમદાવાદ

*CAA, મોદી-શાહ અને શાંતિદૂતો: હારમાં પણ જીત અને જીતમાં પણ જીત!*s

*રંગ છલકે – કિન્નર આચાર્ય*
(“મુંબઇ સમાચાર”ની રવિ પૂર્તિમાં પ્રકાશિત)

_મુસ્લિમોની સમજાય તેવી ભાષા જગતમાં માત્ર ત્રણ જ છે: યુ.એસ. ઈંગ્લિશ, ચાઈનીઝ અને હિબ્રૂ. અમેરિકા, ચીન અને ઈઝરાયલ જ આ મહાવ્યાધિનું નિદાન કરી શક્યા છે અને તેની વેક્સિન પણ વિકસાવી છે તેમણે…_

પાંચ વર્ષની પ્રથમ ટર્મમાં અને એ પછી છએ’ક મહિનાની બીજી ટર્મમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય મુસ્લિમો વિશે ફોડ પાડીને સત્ય બોલવાની નોબત આવી નથી. સિટીઝન એમેન્ડમેન્ટ ઍક્ટ બન્યા પછી શાંતિદૂતોએ ઠેર-ઠેર કરેલી ભાંગફોડ પછી ગળે આવી જઈને પ્રથમ વખત તેમણે બોલવું પડ્યું કે, “તોફાની તત્ત્વોનાં વસ્ત્રો જુઓ! તેના પરથી તમને ખ્યાલ આવશે કે, તેઓ કોણ છે!

શાંતિદૂતો એક અદ્ભુત પ્રજાતિ છે. જેને ન બોલવું હોય, તેને પણ બોલતાં કરી દે અને તટસ્થ બનીને કિનારે બેઠેલા લોકોને પણ સત્યસ્થ બનાવી મોદીની છાવણીમાં પહોંચાડી દે, તેવી તેમની હરકતો છે. caa થકી ભારતીય મુસ્લિમોએ કશું જ નુકસાન નથી, કોઈ તેમને દેશની બહાર કાઢવાનું નથી. બધું બધાં જ જાણે છે, પરંતુ મુસ્લિમોને ઉડતા તીર લેવાની આદત છે. ગાઝા પટ્ટી પર ઈઝરાયલના બૉમ્બમારામાં ફિલિસ્તિન મુસ્લિમ ઘવાય છે તો ભારતીય મુસ્લિમ દર્દથી ચિત્કારી ઉઠે છે, યુરોપના કોઈ દેશમાં બુરખા પર પ્રતિબંધ મુકાય તો અહીંના મુસ્લિમો સડક પર ઊતરી આવે છે, પરંતુ કાશ્મીરમાંથી રાતોરાત લાખો પંડિતોને કાઢી મૂકવામાં આવે ત્યારે તેમનામાંથી એક પણ સંગઠન, એક વ્યક્તિ સુધ્ધાં સડક પર ઊતરતી નથી. ચીનમાં હાલ દસ લાખ ઉંઈગર મુસ્લિમોની હાલત નજરકેદ જેવી છે. નમાજ પઢવા પર નિયંત્રણો મુકાયા છે, ઈદ ઉજવણી પર પણ સરકારી કાબૂ છે. જગતનું એક પણ મુસ્લિમ સંગઠન આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરતું નથી. કારણ? બે છે: એક તો, ચીન એ ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું મદદગાર અને મિત્ર રાષ્ટ્ર છે. બીજું, વિરોધ પ્રદર્શન થશે તો પ્રતિક્રિયારૂપે ચીનની સરકાર ત્યાંના મુસ્લિમોની હાલત કેવી કરશે, એ તેમને ખ્યાલ છે.

મુસ્લિમોને સમજાય તેવી ભાષા જગતમાં માત્ર ત્રણ જ છે: યુ.એસ. ઈંગ્લિશ, ચાઈનીઝ અને હિબ્રૂ. અમેરિકા, ચીન અને ઈઝરાયલ જ આ મહાવ્યાધિનું નિદાન કરી શક્યા છે અને તેની વેક્સિન પણ વિકસાવી છે તેમણે. ભારતને હજુ આ વિદ્યા હસ્તગત નથી, થવાની પણ નથી. મોદી જેવાં સખ્ત શાસકને પણ ઢીલા કરવાની અતિવિશિષ્ટ આવડત સળંગડાહ્યા સેક્યુલર હિન્દુઓમાં છે. ખુલ્લેઆમ હુડદંગ મચાવતા તત્ત્વોને મીડિયા, ફિલ્મસ્ટાર્સ, સાહિત્યકારો, કહેવાતા બૌદ્ધિકો અને વિરોધપક્ષો દ્વારા સરાજાહેર સમર્થન, સહાનુભૂતિ અને સહયોગ મળતા હોય એવો આ એકમાત્ર મલક છે જગતની માલીયા. અને આ સપોર્ટ કરનાર મોટાભાગનાં હિન્દુઓ છે એ પણ વાસ્તવિકતા છે.

આ પ્રતિક્રિયા જુઓ તો તમારે મુઘલ, બ્રિટિશર્સ, ડચ લોકોની ભારતમાં જ્વલંત સફળતાના કારણો શોધવા જવાની આવશ્યકતા જ નથી. આપણી કેરળ ડાયરીને અધવચ્ચે રોકીને વચ્ચે આ ગંભીર મુદ્દા પર વાત કરવાનું કારણ પણ ખાસ છે. સિટીઝન એમેન્ડમેન્ટ ઍક્ટ વિશે સમજણ આપતા મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. તેનાંથી ભારતીય મુસ્લિમોને કશું જ નુકસાન નથી અને ભારતીય મુસ્લિમો માટે એ બન્યું જ નથી, એ મતલબના નાનાં-મોટાં લેખો લોકો સ્વયંભૂ ચોમેર મોકલી રહ્યા છે. બધો વ્યર્થ વ્યાયામ છે. ઊંઘતાને તો જગાડી શકાય, ઊંઘવાનો ડોળ કરતાં લોકોને ઢોલ-ત્રાસા વગાડીને કે હજ્જારો ડેસિબલના સ્પીકર ગજાવીને પણ ન જગાડી શકાય. યુવાનોને સમજાય તેવી ભાષામાં ભારતીય અને પાકિસ્તાની પોર્ન સ્ટારનું ઉદાહરણ આપી પણ કોઈએ સમજાવ્યું કે, “ઈઅઅને સરળતાથી સમજાવવો હોય તો કહી શકાય કે, સન્ની લીઓની ભારતની નાગરિક બની શકે, પરંતુ મિયાં ખલિફા હરગિઝ આ દેશની સિટીઝનશિપ ન લઈ શકે!

આનાથી વધુ ચોટદાર ઉદાહરણ બીજું ક્યું હોઈ શકે! પોર્ન સ્વયં સેક્યુલર છે. તેને ધર્મ કે સરહદોની સીમાઓ નડતી નથી. પણ, સમજવું છે કોને! નાગરિકતા ધારો માત્ર એક બહાનું છે. વાસ્તવિકતા એ છે કે, ૩૭૦, ૩૫-અ, રામજન્મભૂમિ ચુકાદો અને ટ્રિપલ તલાક તથા સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક થકી ઊંડા ડિપ્રેશનમાં સરી ગયેલાં લોકો આ બધી જ બાબતોની પ્રતિક્રિયા એકસાથે આપી રહ્યાં છે અને આખો ખેલ લોકોની સમજમાં આવી પણ ગયો છે. પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના કેટલાંક તત્ત્વોએ જ્યારે તોફાનો સંદર્ભના સમાચારોને ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કર્યો કે લોકોએ તરત જ આયનો ધરી દીધો.

બેશક, સોશિયલ મીડિયા પર ગપ્પાંબાજી પણ બહુ ચાલતી હોય છે, પરંતુ નાગરિકતા ધારા મુદ્દે લોકોએ જવાબદારોને તથા તેમને નૈતિક સમર્થન આપતાં મહાનુભાવોને સતત અણિયાળા સવાલો પૂછ્યાં છે. એક સવાલ એ કે, અમિત શાહ જો બહુ દૃઢતાપૂર્વક ‘મુસ્લિમ’ અને ‘પાકિસ્તાન’ શબ્દ બોલી શકતા હોય તો અગાઉના ગૃહમંત્રીઓ શું આ શબ્દો જાણતાં ન હતાં?

અત્યાર લગી આપણે મંત્રીઓનાં શ્રીમુખેથી “વર્ગ વિશેષ કે “પડોશી મુલ્ક જેવાં શબ્દો જ સાંભળ્યા છે. જ્યારે ઘરનાં ઘાતકીઓ સામે મુકાબલો કરવાનો હોય ત્યારે અમિત શાહ જેવો સ્પષ્ટ અભિગમ અનિવાર્ય પણ હોય છે. તોફાનીઓના કોઠાં કોઈ શાતિર દિમાગની વ્યક્તિ જ ભેદી શકે. ધમાલિયાઓનું આખું તંત્ર યુદ્ધસ્થિતિ જાણીને આ મુદ્દે કામ કરી રહ્યું છે. ટીમ-એ દંગલ-ધમાલ કરી રહી છે, ટીમ-બી એટલે પેલાં માનવાધિકાર કાર્યકર્તાઓ. એ લોકો મેદાનમાં આવી ચૂક્યા છે. હવે ટીમ-સીનો વારો આવશે. આ ટીમમાં એન.ડી.ટી.વી. તથા રવીશકુમાર, રાજદીપ સરદેસાઈ જેવાં અનેકાનેક પત્રકારો સામેલ છે. ટીમ-ડી એટલે ધારાશાસ્ત્રીઓની ફોજ. કપિલ સિબ્બલ, અભિષેક સિંઘવી, સલમાન ખુર્શીદ, પ્રશાંત ભૂષણ, ઈન્દિરા જયસિંહ જેવા વકીલોએ અત્યારથી જ પોતાનાં સંભવિત ક્લાયન્ટ્સ માટે હોમવર્ક કરવાનું શરૂ પણ કરી દીધું હશે.

અમિત શાહ અને યોગી આદિત્યનાથ જેવાં મજબૂત લોકો ન હોય તો આ ગૅંગ રાઈટ વિંગને અને સામાન્ય હિન્દુને જીવતેજીવ ભૂંજીને ગળચી જાય એમ છે. વિચારવા જેવું છે: ૨ કરોડ જેવી વસતિ ધરાવતાં દિલ્હી અને નેશનલ કેપિટલ રીજિયનમાં અનેક ધમાલો થઈ, અઢી કરોડ મુસ્લિમોની વસતિ ધરાવતાં પશ્ર્ચિમ બંગાળમાં ઠેર-ઠેર ભડકા થયા, પરંતુ સાડાચાર કરોડ મુસ્લિમો ધરાવતાં ઉત્તર પ્રદેશમાં શા માટે બધું કાબૂમાં છે? એક જ દિવસમાં યોગીએ છ શાંતિદૂતોને ૭૨ હૂર પાસે પહોંચાડી દીધા, ધમાલધોકાઓની સંપત્તિ જપ્ત કરવાની ચેતવણી અપાઈ ચૂકી છે. બસ! આ જ વાસ્તવિકતા છે. જ્યાં કાયદાનો, કાયદાના સખ્ત અમલનો ડર છે, ત્યાં સ્થિતિ નિયંત્રણમાં છે.

કેટલાંક બુદ્ધિજીવીઓ અને લેફ્ટ વિંગના મૂર્ખ લોકો માને છે કે, આ સ્થિતિનું સર્જન કરી તેમણે નરેન્દ્ર મોદીને ચેક-મેટ કર્યા છે. વાસ્તવિકતા એ છે કે, તેમણે મોદીને બ્લૅન્ક ચેક આપ્યો છે. આ તોફાનો આજે જ થંભી જાય તો પણ મોદીની જીત છે અને વધુ ફેલાય તો પણ વિજય તો મોદીનો જ છે. ઘટતાં જતાં જી.ડી.પી. અને અર્થતંત્રની ચિંતા ચાલી હતી ત્યારે મોદીને આ લોકોએ જબરો મુદ્દો આપ્યો. અત્યારે ધમાલ મચાવી રહેલી વાટકા ટોપીઓ આમ પણ ક્યારેય મોદીની વૉટબૅન્કમાં ન હતા. પણ આ લોકોની ધમાલના વિઝયુઅલ્સ નિહાળીને સામાન્ય હિન્દુ થથરી ગયો છે. ડુંગળી-બટેટાના ભાવથી અલગ પણ એક બ્રહ્માંડ છે, એ તેને ખુદ શાંતિદૂતોએ અને તેમનાં સમર્થક વર્ગે સમજાવ્યું.

બીજું, નરેન્દ્ર મોદી પોતાના રાજકીય જીવનમાં અત્યંત કઠિન અને જીવલેણ કહી શકાય તેવી વિઘ્નદોડમાં ચેમ્પિયન થતાં આવ્યા છે. એમનાં માટે તો આ સ્થિતિ ફાસ્ટ ચાલવાની પ્રતિયોગિતાથી વિશેષ કંઈ જ નથી. કૉંગ્રેસે અને વિરોધપક્ષે ફરી એક વખત કુહાડા પર પગ માર્યો છે, એવું કહેવું એક પ્રકારે અલ્પોક્તિ ગણાશે. આ તો નાની એવી ટેકરી છે. મોદી તો ઑક્સિજન સિલિન્ડર વગર અનેક વખત એવરેસ્ટ ચડી ચૂક્યા છે. જરા પાછળ ડોકું કરીને નજર કરવા જેવી પરિસ્થિતિ છે. એક નાનકડો-ટચૂકડો લેખ કોઈએ લખ્યો છે. દસકાઓ અગાઉ કાશ્મીરમાંના આતંકવાદીઓ, પોસ્ટરો અને દીવાલો પર પડકાર આપ્યો હતો કે, “અગર કિસી ને મા કા દૂધ પીયા હૈ તો શ્રીનગર કે લાલ ચોક મેં તિરંગા ફહરાકર દિખાયેં એ સમયે પોતાનું રાજકીય કદ સાવ નાનું હોવા છતાં મોદીએ દેશવ્યાપી યાત્રા કરીને લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો હતો.

કાશ્મીરના નેતાઓએ ધમકી આપી હતી કે, ૩૭૦ને કે ૩૫-એને સ્પર્શ સુધ્ધાં કરશો તો લોહીની નદીઓ વહેવા માંડશે! બેઉ કલમ હટી ગઈ અને લોહીની નદીઓ વહાવવાની ધમકી આપનારાં પરિવારોની રાજકીય કારકિર્દી પણ મોદીએ કાશ્મીરના ટુકડા કરીને ખતમ કરી નાંખી. રાજ્ય જ ન રહ્યું તો મુખ્યમંત્રી કે મંત્રી હવે કોણ બનશે? વાતે-વાતે પરમાણુ બૉમ્બની ધમકી આપનાર પાકિસ્તાન અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમે છે. નૉટબંધી અને જી.એસ.ટી. લટકામાં. દેશ-દુનિયાના મીડિયામુઘલો, બુદ્ધિજીવીઓ, લાખો કરોડનું કાળું નાણું ધરાવતા ખાઈબદેલાં રાજકારણીઓ અને વિદેશી મહાસત્તાઓ… કોઈ એમનો વિજયરથ રોકી શક્યું નથી. નાના ભાઈનો પાયજામો અને મોટાભાઈનો કૂરતો પહેરતા મૂછમુંડા દાઢીધારીઓ મોદીનો અશ્ર્વમેધ યજ્ઞ રોકી શકે, એવી માન્યતામાં રાચતાં લોકોએ મોદીની રાજકીયયાત્રાનો પુન:અભ્યાસ કરવાની જરૂર છે.

*રંગ છલકે – કિન્નર આચાર્ય*
(“મુંબઇ સમાચાર”ની રવિ પૂર્તિમાં પ્રકાશિત)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply