*સાથી મનોદિવ્યાંગ શાળાનાં બાળકોએ પતંગોત્સવ” ખુબજ મૉજમસ્તીથી ઉજવી.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ રાજનીતિ વિશેષ સમાચાર

*બોરસદ સ્થિત સેવાકીય સંસ્થા સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ છેલ્લા ૨ વર્ષ થી “સાથી મનોદિવ્યાંગ શાળા”નાં માધ્યમ થી મતિમંદ દિવ્યાંગ બાળકોની નિઃસ્વાર્થ ભાવે સેવામાં પ્રવૃત છે.બોરસદ અને આંકલાવ તાલુકામાં આ એકજ આવી દિવ્યાંગ શાળા છે.જે મનોદિવ્યાંગ બાળકોનું પુનઃસ્થાપન ની વ્યવસ્થા ઉભી કરેલ છે.આ શાળામાં અભ્યાસની સાથે-સાથે વ્યવસાયિક તાલીમ અને વિવિધ રમતો સુંદર રીતે શીખે તેં માટે રમતો ની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.આ સાથે વિવિધ ઉત્સવો અને તહેવારો પણ ઉજવીયે છીયે.જેનાં માધ્યમ થી બાળકો માં રહેલી છુપાયેલ આવડતને આ શાળા વખતો-વખત બહાર લાવવાનો પ્રયત્ન કરે છે.આ બાબત ને ધ્યાનમાં રાખીને આજ રોજ સાથી શાળાનાં બાળકોએ ઉત્તરાયણ ની ઉજવણી ખુબજ મૉઝ મસ્તીથી ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં આજના મુખ્ય મહેમાનશ્રી રશિક દાદા,શ્રી નવનીત ભાઈ,શ્રી નરેશ ભાઈ,શ્રી પ્રફુલ ભાઈ, શ્રી મુકુંદ ભાઈ આજેતો એમ લાગતું હતુ કે આ ઉત્તરાયણનાં દિવસે આખું ભાદરણ આવ્યું હોય એમ લાગ્યું અને મનોદિવ્યાંગ બાળકોને એક દાદાનો પ્રેમ મળતો હોય એમ લાગ્યું હતું.આ સાથે બાળકોએ ખૂબ જ જોષ પૂર્વક આવેલ દાદાઓ અને એમનાં શિક્ષકોની મદદથી પતંગ ચગાવ્યા હતા. જોડે સંગીતની મજા પણ લેતા હતા.જુદા જુદા પતંગો ચગાવતી વખતે બાળકો ખૂબ જ મસ્તીમાં આવી જતા અને બૂમાબૂમ પણ કરતા અને ઉત્તરાયણનો એક જોરદાર માહોલ રચી દીધો હતો અને આજના દિને શ્રી અરવિંદ ભાઈ હરિયાણવાળા તરફથી પિતાશ્રી સ્વ.તખતસંગ રતનસંગ પરમારનાં આત્માની શાંતિ અર્થે મનોદિવ્યાંગ બાળકોને ભોજનમાં ઊંધિયું, પુરી, જલેબી,લાડું જમાડવામાં આવ્યા હતા.આમ ઉત્તરાયણ પૂર્વે મનોદિવ્યાંગ બાળકોને મસ્તી ભરી ઉતરાયણ નો અનુભવ આ પતંગોત્સવ દ્વારા થયો હતો.આજના દિને આવેલ દરેક મહાનુંભાવોનું શાબ્દિક આભાર શ્રી વિનોદ દાદા અને શ્રી હર્ષદ ભાઈ એ વ્યકત કર્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply