*શ્રી દાદા ખાચરના ચરણોમાં કોટી કોટી વંદન…*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભગવાન શ્રી સ્વામિનારાયણ એક વાર ગઢપુર માં દાદા ખાચર ના દરબારગઢ માં દેશ દેશના હરિભક્તો ની સભા ભરીને બેઠા હતા. ભગવાને શ્રી દાદા ખાચર ને આગ્યા કરીને કીધું કે દાદા આ દસ શેરનુ કોળુ આ ઘડામાં નાખો..
દાદા ખાચર મહારાજ ના વચનથી ઉભા થઇ અને દસ શેરનું કોળુ એક શેરના ઘડામાં નાખવનો પ્રયત્ન કરવા લાગ્યા, થોડી વાર ઘડા ઉપર કોળુ મુકીને બળ કરે, થોડી વાર કોળુ નીચે મુકી એના ઉપર ઘડો મુકી ને જોર કરે પણ એકેય રીતે સફળતા ના મળે…
દાદા ખાચર ના આ પ્રયત્નો જોઇ સભા માં બેઠેલા સંતો, હરિભક્તો હસવા લાગ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ મોઢા આડે હાથ રાખી ને મંદ મંદ હસ્યા…
પછી સભા માં બેઠેલા હરિભક્તો એ દાદાને હસતા હસતા કહ્યું, દાદા તમે આવડા મોટા ગામ ધણી અને આટલા વિદ્વાન છો છતા તમને એટલી પણ સમજણ નથી કે આ દસ શેરનું કોળુ આ એક શેરના ઘડામાં ના સમાય…
આ સાંભળીને દાદા ખાચર બોલ્યા કે આ કોળુ આ ઘડામાં ના જ સમાય એની અમને પુરે પુરી સમજણ છે અને અમે સારી રીતે જાણીએ છીએ પણ મારા ભગવાને કીધું હોય કે આ કોળુ ઘડામાં નાખો, જો આ કોળુ ઘડા ની અંદર જતુ હોય તો જ મહારાજે આગ્યા કરી હોય…
ફેર માત્ર એટલો છે કે કેવી રીતે કોળુ અંદર જાય એ મને ખબર નથી….પણ જો મહારાજ ધારે તો એક ક્ષણમાં આ કોળુ ઘડામાં સમાય જાય…..

દાદા ખાચર ની આ વાત સાંભળીને ભગવાન શ્રી સ્વામિનારાયણ ઢોલીયા ઉપરથી ઉભ થઇને બોલ્યા કે વાહ દાદા ધન્ય છે તમારી ભક્તિ ને એમ કહી મહારાજ દાદા ખાચર ને ભેટી પડ્યા….
આવી ખુમારી, નિષ્ઠા, અને ભક્તિ ને વશ થઇ શ્રીજી મહારાજ ગઢપુર ને પોતાનુ ઘર માનીને રહ્યા અને ભક્તરાજ શ્રી દાદા ખાચરે પોતાનું સર્વસ્વ મહારાજ ને સોંપી પોતાની ભક્તિ વડે અનંત કોટી બ્રહ્માંડના માલિકને પણ બાંધી લીધા….

એવા ભક્તરાજ શ્રી દાદા ખાચર ના જન્મ દિવસે મહારાજ સર્વેને દાદા ખાચર જેવી ખુમારી વાળી ભક્તિ આપે એવી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ ને પ્રાર્થના સહ ભક્તરાજ શ્રી દાદા ખાચર ના ચરણોમાં કોટી કોટી વંદન…
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply