*વલ્લભસદન હૉલ ખાતે ડૉ.ગોવિંદલાલ બોડીવાલા વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત દ્ધિતિય વ્યાખ્યાન ‘ગુજરાતી કવિતા:ભાવ અને ભાષાનો શણગાર’ વિશે જાણીતા કવિશ્રી વિનોદ જોશીએ વક્તવ્ય આપ્યું.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

તારીખ:૧૨ જાન્યુઆરી ૨૦૨૦,રવિવારના રોજ,સવારે ૧૦-૦૦ કલાકે,વલ્લભસદન હૉલ,ગુજરાત વેપારી મહામંડળ સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ડૉ.ગોવિંદલાલ બોડીવાલા વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત દ્ધિતિય વ્યાખ્યાન ‘ગુજરાતી કવિતા:ભાવ અને ભાષાનો શણગાર’ વિશે જાણીતા કવિશ્રી વિનોદ જોશીએ વક્તવ્ય આપ્યું.પ્રાસંગિક વક્તવ્ય રોહિત બોડીવાલાએ આપ્યું.વક્તાશ્રી વિનોદ જોશીનો પરિચય શ્રી અમર ભટ્ટે કરાવ્યો.આભારવિધિ શ્રી ગૌતમ બોડીવાલાએ કરી.
આ પ્રસંગે સાહિત્યકારો,કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.શ્રી રોહિત અને ગૌતમ બોડીવાલા તરફથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિનોદ જોશી :
-કવિતાની કળા જુદી છે,વિશિષ્ટ છે તેથી તે રસપ્રદ છે
-કલા એ આપણી પ્રવૃત્તિ નથી પણ પ્રકૃતિ છે
-બોલાય,સંભળાય અને સમજાય એટલે ભાષા
-ભાષા ક્યારેય ભાવને પૂરેપૂરી અભિવ્યક્ત કરી શકતી નથી
-ભાષા એ માધ્યમ નથી,એ સામગ્રી છે.જે કવિ બનાવીને આપને અંતરમન સુધી પહોંચાડે છે
-કવિતા સંજીવની છે
-કવિ પાસે જે ભાષા છે તે સરેરાશ મનુષ્ય કરતા જુદી છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •