*રૂપાણીએ એક જ દિવસમાં ૧૩ શહેરના ૧૮૮૮ કરોડના કામોને મંજૂરી આપી*

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ રાજનીતિ વિશેષ સમાચાર

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૬ મહાપાલિકા અને ૭ નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં રૂ.૧૮૮૭.૭૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રૂપાણીએ આ નગરો-મહાનગરોમાં ફલાયઓવર બ્રિજ, આંતરમાળખાકીય વિકાસના કામો, રસ્તાના કામો તેમ જ આગવી ઓળખના કામો, રેલવે અંડરબ્રિજના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ગ્રાન્ટ ફાળવવાની પરવાનગી આપી છે. રાજકોટ મહાનગરમાં પાંચ ફલાયઓવર બ્રિજના નિર્માણ માટે રૂ.૨૩૦ કરોડ, ડીસા નગરમાં ૧ ફલાયઓવર માટે રૂ.પ૦ કરોડ તથા પાલનપુરમાં પણ એક ફલાયઓવર માટે રૂ.ર૮ કરોડના કામોની મંજૂરી આપી છે. તેમાં અમદાવાદ મહાપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે રૂ.પ૯૯.૨૦ કરોડ, સુરતમાં રૂ.૪૭૯.૮૩ કરોડ તેમજ વડોદરામાં રૂ.૧૭૯.ર૮ કરોડ અને રાજકોટમાં રૂ.૧૪૪.પ૪ કરોડ તથા જામનગર મહાનગરપાલિકાને રૂ.૬પ.પ૦ કરોડનો સમાવેશ થાય છે. મહાનગરોમાં માર્ગો પરનું વાહન ટ્રાફિક ભારણ હળવું થાય અને વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે રાજ્યના શહેરો-નગરોમાં ૭પ જેટલા ફલાયઓવર બ્રિજ બનાવવાના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં ૨૩ ફલાયઓવર બ્રિજની નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે રાજકોટમાં પાંચ નવા ફલાયઓવર બ્રિજ અને ડીસા તથા પાલનપુર એક-એક ફલાયઓવર બ્રિજ બનાવવાની આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે આ ત્રણેય નગરોમાં ટ્રાફિક સમસ્યા મહદઅંશે નિવારી શકાશે. જૂનાગઢ મહાનગરમાં રૂ. ૬ કરોડ તેમ જ ડાકોર નગરપાલિકાને આગવી ઓળખના કામો અંતર્ગત ટાઉન હોલ માટે રૂ.૩ કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી હેઠળ પેવર બ્લોક, સી.સી.રોડ માટે સિદ્ધપુર નગરપાલિકાને રૂ.૭પ લાખ, કડી નગરપાલિકાને રૂ.ર૧ લાખ અને ગોધરા નગરપાલિકાને રૂ.૪૮ લાખ મળી કુલ રૂ.૧.૪૪ કરોડ, તળાજા નગરપાલિકાની કચેરીના નવા મકાન માટે રૂ.૧ કરોડ તથા ગોધરા નગરપાલિકાને રેલવે અંડરબ્રિજ માટે રૂ.૯ કરોડ, ૮૬ લાખ ફાળવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply