*મિત્રો જીવન બહુ જ ટુંકું છે… જે તમને પ્રેમ કરે છે એના માટે પુરતો સમય આપો. કામની અગત્યતા સમજવી જરુરી છે, પરંતું કેટલાક સંબંધો કામથી પણ વધુ અગત્યના હોય છે. – હિતેશ રાઈચુરા*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.
થઇ રહ્યો છે માણસ માણસ થી વિમુખ, એમને એક થતા શીખવ.
આજ ના પ્રેમીઓ પોતાના પ્રેમ ને રાધા કૃષ્ણ ના પ્રેમ સાથે સરખાવે,
પણ પ્રેમ માં કેમ કરી આપવું બલિદાન એ એમને શીખવ.
અત્યારે ભલાઈ ની વાતો તો સૌ કોઈ કરે છે પણ,
થાય કેવી રીતે ભલું એ તું સૌને શીખવ.
સાચા પ્રેમને અને આંસુઓને વર્ષો જુંની દોસ્તી છે !
જ્યા પ્રેમ છે ત્યાં આંસુ છેં… !!!
પણ શું આપણ ને આપણા આંસુઓ ની કિંમત ખબર છે ???
કોના માટે વહાવીએ છીએ..?
કારણ …???
જે આપણા પ્રેમ ને લાયક હશે એ આપણ ને આંસુઓ વહાવા જ નહિ દે..
અને જે લાયક નહિ હોય, એ એને વેડફવા જ દેશે…
એક યુવક વહેલી સવારે પોતાની કાર લઇને ફુલવાળાની દુકાન પર પહોંચ્યો.
કાલે એની માતાનો જન્મદિવસ હતો અને એની ‘માં’ એનાથી 200 કીલોમીટર દુર રહેતી હતી.
માતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફુલોનો એક બુકે માતાના રહેઠાણ સુધી પહોંચતો કરવા માટેનો ઓર્ડર આપવા આવ્યો હતો.
એ કારમાંથી નીચે ઉતર્યો, બુકે પસંદ કર્યો અને પોતાની માતાનું સરનામું આપીને ત્યાં બુકે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો.
યુવક પોતાની કાર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે એણે જોયુ કે એક નાની છોકરી ઉદાસ ચહેરે બાજુના ઓટલા પર બેઠી હતી.
યુવક એ છોકરી પાસે ગયો અને પુછ્યુ “ બેટા, કેમ મુંઝાઇને બેઠી છે ?”
એ નાની છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ , “ આજે મારી મમ્મીનો જન્મ દિવસ છે અને મારે મારી મમ્મીને લાલ-ગુલાબ ભેટમાં આપવા છે કારણ કે લાલ ગુલાબ મારી મમ્મીને બહુ જ ગમે છે પરંતું દુકાનવાળા ભાઇ લાલ-ગુલાબના 50 રૂપિયા કહે છે અને મારી પાસે માત્ર 20 રૂપિયા જ છે.”
યુવકે ખીસ્સામાંથી પાકીટ કાઢ્યુ અને તેમાથી 10-10ની ત્રણ નોટ કાઢીને છોકરીના હાથમાં મુકી.
છોકરી તો એકદમ ખુશ થઇ ગઇ.
યુવક નો આભાર માનીને એ દોડતી દુકાનવાળા ભાઇ પાસે ગઇ અને મમ્મીને ગમતા લાલ-ગુલાબ ખરીદ્યા.
પેલો યુવક આ છોકરીના ચહેરા પરનો અવર્ણનિય આનંદ જોઇ રહ્યો. છોકરી ગુલાબ ખરીદીને આવી એટલે યુવકે એને પુછ્યુ , “ બેટા, તારે કઇ બાજુ જવું છે ?”
છોકરી નું ઘર આ યુવક ના ઘર તરફ જતા રસ્તામાં જ વચ્ચે આવતુ હતુ એટલે યુવકે છોકરીને પોતાની ગાડીમાં બેસાડી.
રસ્તામાં છોકરીનું ઘર આવ્યુ.
ઘર બહુ જ સામાન્ય હતું.
ગાર-માટીના લીંપણ વાળું.
છોકરી ફરીથી આભાર વ્યકત કરીને દોડતા-દોડતા પોતાના ઘર તરફ ગઇ.
યુવાન ગાડી ઉભી રાખીને જોઇ રહ્યો હતો.
છોકરીએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને એની માતાએ જ દરવાજો ખોલ્યો.
છોકરીએ લાલ-ગુલાબ એની માતાના હાથમાં મુક્યા અને છોકરીની ‘મા’ હર્ષથી પોતાની વ્હાલી દિકરીને ભેટી પડી.
યુવકે આ દ્રશ્ય જોયુ અને કંઇક વિચારવા લાગ્યો.
એણે ગાડી પાછી વાળી.
ફુલવાળાની દુકાને ગયો અને માતાના રહેઠાણ પર બુકે મોકલવાનો આપેલો ઓર્ડર કેન્સલ કરાવ્યો.
માતાને ગમતા ફુલોનો બુકે તૈયાર કરાવ્યો અને પોતાની સાથે એ બુકે લઇને 200 કીલોમીટરની યાત્રા શરુ કરી.
મિત્રો જીવન બહુ જ ટુંકું છે…
જે તમને પ્રેમ કરે છે એના માટે પુરતો સમય આપો.
કામ ની અગત્યતા સમજવી જરુરી છે પરંતું કેટલાક સંબંધો કામથી પણ વધુ અગત્ય ના હોય છે… – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply