*મને ગર્વ છે કે હું બ્રાહ્મણ છું : રવિ કિશન.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

મને ગર્વ છે કે હું બ્રાહ્મણ છું : રવિ કિશન

બ્રહ્મત્વ ના ગુણ મને મારા પરમ પિતા ગુરુ પંડિત શ્યામનારાયણ શુક્લજી તરફથી મળેલા છે.

મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ અને બ્રહ્મગૌરવ એવૉર્ડ માં આવેલા ભોજપુરી ઇન્ડસ્ટ્રી ના સ્થાપક પ્રસિદ્ધ અભિનેતા અને ગોરખપુર ના સાંસદ શ્રી રવિ કિશન શુક્લ ના આ શબ્દો હતા. હાલમાંજ ૩૧ ડિસેમ્બર ના રોજ રવિ કિશન ના પિતા શ્રી શ્યામનારાયણ શુક્લજીનું નિધન થયું હતું.છતાં પણ બ્રહ્મસમાજ નો કાર્યક્રમ હોવાથી રવિકિશન ખાસ હાજર રહીને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ને બળ પૂરું પડ્યું હતું.તેમને જણાવ્યું હતું કે મારા નાનાભાઈ દિવ્ય ત્રિવેદી ને મેં વચન આપેલું હતું કે હું કાર્યક્રમ માં ઉપસ્થિત રહીશ અને હાજર રહીને અત્યારે મેં આ વચન પૂરું કર્યું છે. આ સંસ્કાર મને મારા પિતા તરફ થી મળેલા છે કે આપેલું વચન પાળવું.વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્મસમાજ અન્ય સમાજનો હર હંમેશ પૂરક રહ્યો છે.બ્રહ્મસમાજે કાયમ સ્વા નો નહિ સમસ્ત નો વિચાર કર્યો છે.બ્રહ્મસમાજ દરેક સમાજનો માર્ગદર્શક રહ્યો છે. દરેક બ્રાહ્મણોને પોતાનામાં રહેલું બ્રહ્ત્વ જગાડીને સમાજ સેવા થી રાષ્ટ્ર સેવા તરફ આગળ વધવું જોઈએ અને આ દરેક બ્રાહ્મણોની ફરજ છે. ગુજરાતે દેશને અનેક સપૂત આપ્યા છે.હાલમાં શ્રી નરેન્દ્ર મોદી જી અને અમિત શાહ ને ગુજરાત ની ધરતીએ રાષ્ટ્ર હિતમાં સમર્પણ કરીને એક ઋણ અદા કર્યું છે.જે ભારતવર્ષ ક્યારેય નહિ ભૂલી શકે.

ઉલ્લેખનીય છે કે ભોજપુરી ઇન્ડસ્ટ્રી સ્થાપના રવિ કિશન એ કરીછે . તે ભોજપુરી ફિલ્મોના અમિતાભ બચ્ચાંન પણ કહેવાય છે.અત્યાર સુધીમાં તેમને અનેક ભાષાઓમાં ૬૦૦ થી પણ વધારે ફિલ્મો કરીછે.તેમની આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મ પણ આવી રહી છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહીને તેમને શ્રી યજ્ઞેશ દવે , શ્રી ભારત રાવલ , શ્રી અશ્વિન ત્રિવેદી , શ્રી કમલેશ વ્યાસ અને અમિત દવે ને સફળ આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.ખાસ કરીને તેમને દિવ્ય ત્રિવેદી નો વિશેષ આભાર માન્યો હતોકે કાર્યક્રમમાં આમંત્રણ આપીને માનભેર બોલાવ્યા હતા.વધુમાં દિવ્યને રવિ કિશને પોતાનો નાનો ભાઈ પણ ગણાવ્યો હતો. રવિ કિશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અતિ ઉત્સાહિત જણાતા હતા.ઉલ્લેખનીય છે કે રવિ કિશન ની સુપુત્રી રિવા કિશન ની ફિલ્મ “સબ કુશળ મંગળ” હાલમાં જ આવી છે.અને સારો પ્રતિભાવ મેળવી રહી છે.પોતાના ગુજરાત પ્રવાસ દરમ્યાન રવિ કિશને જમ્મુ કાશ્મીરના સંસદ જુગલ કિશોર શર્મા અને દિવ્ય ત્રિવેદી સાથે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •