*બાવરી સમાજ યુવા એકતા ગ્રુપના લોકો દ્વારા સમાજની અંદર જાગૃતતા લાવવા સ્મશાનમાં એકત્રિત થયાં.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

🙏જય બાવરી સમાજ 🙏

વિરાટ વિચરતી વિમુક્ત સંઘ (vvvs) અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ
(સંજય કાળુભાઈ સોલંકી (બાવરી).

બાવરી સમાજ યુવા એકતા ગ્રુપ ના લોકો દ્વારા સમાજની અંદર જાગૃતતા લાવવા માટે આ એક યોગ્ય પગલું લીધું છે

બાવરી સમાજ નું એક માત્ર સ્મશાન ગૃહ જે જમાલપુર ફુલ માર્કેટ ની સામે સ્વપ્ત ઋષી ના આરા પાસે આવેલું છે જેમા અવાર નવાર સ્મશાન ગૃહ ની અંદર પ્રાથમિક સુવિધાઓનો ખૂબ જ અભાવ છે
જેવી રીતે કે
1.) સ્મશાન ની અંદર પીવા માટેનું પાણી પણ નથી
2.) જેન્સ / લેડીઝ / કે પછી નાના બાળકોને
જો કોઈ ને બાથરૂમ જવું હોય તો તેની પણ કોઈ સગવડ નથી
3.) વડીલોને અને ઉંમરલાયક લોકોને
બેસવા માટે કોઈપણ જાતની સુવિધા નથી
4.) જો કોઈ રાત્રી ના સમયમાં સ્મશાન ની અંદર દફનવિધિ કરવા માટે આવે તો સ્મશાન ની અંદર લાઈટની પણ કોઈ સુવિધા નથી તો મોબાઈલ ની લાઈટ દ્વારા અને ભાડાની બેટરીવાળી લાઈટ લાવીને આગળની વિધિ પૂર્ણ કરવી પડે છે અને લાઈટ ના હોવાથી ખરેખર અંદર બોડી લાવવામાં પણ ખુબ જ તકલીફ પડે છે
5.) અને ત્યાના સ્થાનિક લોકો દ્વારા સ્મશાન ની અંદર જ ખૂબ જ પ્રમાણમાં ગંદકી કરવામાં આવે છે તેમના ઘરનો કચરો એક પવિત્ર જગ્યા ઉપર કચરાપેટી ની જેમ રાખવામાં આવે છે

આજે બાવરી સમાજ યુવા એકતા ગ્રુપ દ્વારા અલગ-અલગ વિસ્તારમાંથી સમાજ ના લોકોને ભેગા કરીને તે બધા લોકો ની અને વડીલોની સલાહ લઈને હવે આગળ શું કરવું તેના માટે એક નાનકડી મિટિંગનું પણ આયોજન કર્યું હતું ‌…

બાવરી સમાજ યુવા એકતા ગ્રુપ અને બાવરી સમાજ ના લોકો નો ખુબ ખુબ આભાર કે તેઓએ પોતાનો કિંમતી સમય સમાજને આપ્યો.

🙏 જય બાવરી સમાજ 🙏

વિરાટ વિચરતી વિમુક્ત સંઘ અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ
(સંજય કાળુભાઈ સોલંકી (બાવરી)
૮૧૨૮૮૯૨૦૫૫

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •