*પધારો ત્રિકોણ બાગ,રાજકોટ : ભારતનો સૌથી મોટો પક્ષી સારવાર કેમ્પ.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સહપરિવાર, મિત્રવર્તુળ સહ તા. 14 અને તા.15 નો આખો દિવસ ત્રિકોણ બાગ ચોક,રાજકોટ ખાતે જીવદયા કેમ્પ ની મુલાકાતે આવો,આપના બાળકો ને સાથે લાવવાનું ના ભૂલતા.

રાજકોટમાં મકરસંક્રાતીમાં સવારે 8 થી રાત્રે 8 દરમિયાન આણંદ વેટરનરી કોલેજનાં તાંત્રીક સહકારથી,30 ડોક્ટરો,100 કાર્યકર્તાઓ દ્વારા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર-વન વિભાગ-પશુપાલન વિભાગ-રાજકોટ મહાનગરપાલિકા-SPCA-વિવિધ સરકારી તંત્રો અને સંસ્થાઓનાં સહયોગ થી ભારતનું સોથી મોટું કરુણા અભિયાન દર વર્ષે ચલાવાય છે.
આ વર્ષે પણ ,છ વિશેષ બર્ડ ટ્રીટમેન્ટ કંટ્રોલ રૂમ”ની વ્યવસ્થા કરેલ છે. જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો મો. ૯૮૯૮૦ ૧૯ou૯ /૯૮૯૮૪ ૯૯૯૫૪ પર આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી.

આપણું મનોરંજન પક્ષીઓનાં મોતનું કારણ ના બને તે જોઈએ

:: પ્રાર્થના ::

ઉતરાયણમાં ટાકડાં ફોડવાથી બેસી ગયેલ પંખી ફફડીને ઉડે અને
વહેલી સવારે ૬ થી ૧૦ અને સાંજે ૪ વાગ્યા પછી પતંગ ન જ ઉડાવીએ..ક્યારેય પણ ઘાયલ પક્ષી દેખાય તો તરત એનીમલ હેલ્પલાઈનનો મો. 9898019059/98984 99954 અથવા 1962 નંબર પર કાયમી સંપર્ક કરવો.

વૃક્ષ, ઘર, તાર, ફલેટની બારીઓમાં લટકતી દોરીઓ ખેંચીને ઉતારી લઇએ

“ચાઇનાની નાયલોન દોરીનો ઉપયોગ હરગીઝ નહી કરીએ, સફેદ દોરાનો ઉપયોગ ન કરવો

રાત્રીનાં તુકકલો ન ઉડાવવા
મુખ્ય કન્ટ્રોલ રૂમ
૧) ત્રિકોણબાગ ચોક, રાજકોટ

અન્ય સારવાર કેન્દ્રો

૨) પેડક રોડ, બાલક હનુમાનજી મંદિર, રાજકોટ
૩) કિસાનપરા ચોક , રાજકોટ
૪) માધાપર ચોકડી, દ્વારિકા હાઇટસ ગે ઇટ પાસે, રાજકોટ
૫) એનીમલ હેલ્પલાઈન વેટરનરી હોસ્પિટલ (જુની ત્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્ના પાર્ટ્સ વાળો સર્વિસ રોડ, રાજકોટ, આ નિઃશુલ્ક હોસ્પિટલ આખું વર્ષ કાર્યરત હોય છે.)
૬) આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ

કંટ્રોલ રૂમ નં. ૯૮૯૮૦ ૧૯૦૫૯/ ૯૮૯૮૪૯૯૯૫૪ એનિમલ હેલ્પલાઇન આ મોબાઇલ નંબરનો સંપર્ક અને 1962 નંબરનો આખા વર્ષ દરમ્યાન રાજકોટ શહેરમાં ક્યાંય પણ બિમાર/ઘવાયેલા પશુ/પક્ષીઓની નિ: શુલ્ક સારવાર માટે..

સૌને શેર/ફોરવર્ડ કરવાં વિનંતી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •